Entertainment Gujarat Headline News Top Stories

સારેગામા  ગુજરાતી એ “થનગનાટ”માં ગુજરાતના  ૨૫ આઇકોનિક  ગરબાને  રિક્રિએટ  કર્યા

  • સોસાયાટી અને શેરી ગરબામાં  પણ આ નવરાત્રી એ મળશે લાઈવ ગરબા ની ફીલ
  • ૨૫ સપ્ટેમ્બરએ રિલીઝ થશે આલ્બમ. ૪૬ મિનિટમાં ગુજરાતના દરેક સિટીના ગરબા ની મજા માણી શકાશે

અમદાવાદ,11 સપ્ટેમ્બર 2023 : નવરાત્રીનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ત્યારે આ નવરાત્રી પર સારેગામા ગુજરાતી તમામ ગુજરાતીઓ માટે એક સરપ્રાઈઝ લઇ ને આવ્યું છે. આગામી ૨૫ સપ્ટેમ્બરના સારેગામા વિશ્વભરના ગુજરાતીઓ માટે ૨૫ આઇકોનિક ગરબાનું એક નોનસ્ટોપ આલ્બમ “થનગનાટ” લોન્ચ કરવા જઈ રહ્યું છે, આ એ ગરબા છે કે જે માત્ર ગુજરાતમાંજ નહિ પણ દુનિયા ના કોઈ પણ ખૂણે થતા ગરબામાં ગવાય છે. આ એ ગરબા છે કે જે દરેક ગુજરાતીના મોઢે ચઢેલા છે, આ એ ગરબા છે કે જયારે તે ગવાય છે ત્યારે ખેલૈયો ગરબાતો રમે જ છે પણ સાથે ઓડિયન્સ પણ ગરબા ગાય છે. સારેગામા માટે અમદાવાદના જાણીતા ડીજે નિહાર એ આ ગરબાને રિક્રિયેટ કર્યા છે. ભૂમિક શાહ અને દર્શના ઠક્કર સહિતના ગુજરાતના જાણીતા સિંગર્સએ આ ગરબા સાથે જોડાયેલા છે.

પાર્ટી પ્લોટમાં થતા ૩ કલાકના ગરબાને ૪૬ મિનિટમાં રજુ કરાયા છે. ૮ ઇન્સ્ટ્રુમેન્ટ, 11 સિંગર્સ (લીડ+કોરસ) અને લાઈવ મ્યુઝિક સાથે સારેગામાના નોનસ્ટોપ આલ્બમ થનગનાટને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે કે જે તમને સોસાયટીમાં પણ પાર્ટી પ્લોટની ફીલ આપશે.પાર્ટીપ્લોટ માં થતા ૩ કલાક ના ગરબા ને “થનગનાટ”માં ૪૬ મિનિટમાં રજુ કરાયા છે. સાથે સાથે આ ૪૬ મિનિટમાં નોનસ્ટોપમાં ગુજરાતના દરેક સિટીના ગરબાની ઝલક જોવા મળશે

સોસાયટી કોલેજ/ઓફિસમાં થનગનાટ થશે. અમદાવાદમાં ૧૦૦થી વધારે પાર્ટીપ્લોટ અને ગ્રાઉન્ડમાં ગરબાના મોટા આયોજન થઇ રહ્યા છે પણ આજે પણ સીટી નો મોટાભાગ નો વર્ગ સોસાયટી અને શેરી માં ગરબા રહે છે. દરેક સોસાયટી માં લાઈવ સિંગર્સ અને મ્યુઝિશન્સ સાથે લાઈવ ગરબા નો માહોલ શક્ય બનતો નથી એવા સંજોગમાં સારેગામાનું નોનસ્ટોપ આલ્બમ “નગનાટ સોસાયાટી માં લાઈવ ગરબામાં માહોલ ની અનુભૂતિ કરાવશે. આ આલ્બમ થી સોસાયટી, કોલેજ કે ઓફિસ ના ગરબાનું આયોજન સરળ થશે પૈસા પણ બચશે અને લાઈવ ગરબા ની ફીલ પણ મળશે. એટલે જ સોસાયટી/ કોલેજ/ ઓફિસમાં થનગનાટ થશે

માત્ર રમવાની જ નહિ સાંભળવાની પણ મજા પડશે આ આલ્બમને ડિઝાઇન કરતી વખતે મારો ઉદ્દેશ ખાલી એટલો જ હતો કે ખેલૈયાની સાથે સાથે ઓડિયન્સમાં બેઠેલા દરેક વ્યક્તિ કનેકટ કરી શકે, તે સાથે સાથે ગરબા ગાઈ શકે, આ નોનસ્ટોપ દુનિયાના કોઈ પણ ખૂણે વાગશે એ વાત ચોક્કસથી દરેક ગુજરાતી તેની સાથે કનેકટ કરશે. ૨૫ સપ્ટેમ્બર બાદ યુટ્યુબ, સ્પોટીફાય, ગાના કે વિંક મ્યુઝિક જેવી તમામ મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ પર તમે “શનગનાટ બાય સારેગામા સર્ચ કરી તેને સાંભળી શકશો- ડીજે નિહાર, કમ્પોઝર, થનગનાટ.

Leave a Reply

Your email address will not be published.