Business Gujarat Headline News Top Stories

ભારતમાં સિંગલ સિલિન્ડર ટ્રેકટર શ્રેણીમાં કેપ્ટન ટ્રેક્ટર્સ દ્વારા ધરતીપુત્રો માટે સર્વપ્રથમ લાયન સીરીઝના નવા મીની ટ્રેક્ટરનું લોકાર્પણ

  • ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ એ કેપ્ટન ટ્રેકટરના લાયન સીરીઝનો ભવ્ય પ્રારંભ,આસ્થાના પ્રતિકસમા ખોડલધામ મંદિર- કાગવડ(રાજકોટ)ના સાનિધ્ય માંથી કરાયો
  • આ ટ્રેકટરને પસંદ કરનાર દર ૨૫ ગ્રાહકોનો લક્કી ડ્રો કરવામાં આવ્યો અને તેમાંથી કોઇ એક વિજેતા ને એકને હિરો મોટર સાઇકલની ભેટ આપવામાં આવી હતી.
  • એન્જીન જે કેપ્ટન મીની ટ્રેક્ટરનું હાર્ટ છે.ARAI દ્વારા પ્રમાણિત કરેલ આ એન્જીનનું પરીક્ષણ અને પ્રદુષણ નિયંત્રણનું ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે.

અમદાવાદ, તા.૨૭. ભારત દેશ કૃષી ક્ષેત્રે સીમાડાઓ વટાવી રહ્યો છે. આપણા ખેડૂતો ખેતીમાં ક્રાંતિ સર્જી રહ્યા છે, ત્યારે એવા ખેડૂતો કે જેમને માટે કૃષી ક્ષેત્રે આગળ વધવું એજ સર્વસ્વ છે. જેના માટે ઉત્પાદન ક્ષેત્ર ની સાથે સાથે અધતન ટેક્નોલોજી દ્વારા આકાર પામેલ મીની ટ્રેકટરના ઉત્પાદનમાં અગ્રણી એવા “કેપ્ટન ટ્રેકર્સ” દ્વારા ધરતીપુત્રો માટે ભારતમાં સીંગલ સિલીન્ડર ટ્રેક્ટર શ્રેણીમાં ખુબ જ પ્રભાવશાળી નવા લાયન સીરીઝ (200DI-LS) મીની ટ્રેક્ટરનું લોકાર્પણ કરાયું હતું. જેનું પરફોર્મન્સ આવનાર સમયમાં માં સર્વોત્તમ સાબીત થશે.

મીની ટ્રેકટરની પાયોનીયર કંપની એવી ‘કેપ્ટન ટ્રેકટર્સ’ ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી રાજેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, તદ્દન નવા ફિચર્સ સાથેના આ ખાસ ટ્રેકટરને ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ એ કેપ્ટન ટ્રેક્ટરના લાયન સીરીઝનો ભવ્ય પ્રારંભ આસ્થાના પ્રતિકસમા ખોડલધામ મંદિર કાગવડ(રાજકોટ)ના સાનિધ્ય માંથી કરાયો હતો. આ ટ્રેક્ટરનું નિર્માણ એવા ખેડૂતો માટે છે કે જેમને ક્યાંય રોકાયા કે અટક્યા વિના હંમેશા સતત જમાના સાથે આગળ વધવું છે. આ ટ્રેકટરથી ધરતીપુત્રોને ખેતીકામમાં રોજબરોજ થતી સમસ્યાઓનું સમાધાન મળશે. આ સીંગલ સીલીન્ડર મીની ટ્રેક્ટરની ડિઝાઇન એવી રીતે તૈયાર કરાઇ છે કે, આ શ્રેણીમાં અત્યાર સુધીની સૌથી પાવરફુલ, સુવિધાજનક, આરામદાયક, આકર્ષક દેખાવ, સુરક્ષીત ટ્રેકટર મળશે, જે દરેક ખેડૂતોના સપનાઓને સાકાર કરશે અને સાથે સાથે ખુબજ ઓછું મેઇન્ટેનન્સ તથા ડિઝલની બચત તો ખરીજ.


શ્રી રાજેશભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને લાંબા સમય સુધી કામ કરવા છતાં થાક ન લાગે અને અવિરત કાર્યરત રહી ખેડૂતોની કાર્યક્ષમતામાં વધારો કરે અને સચોટ ખેતીકામ થાય તેવી અધતન ડિઝાઇન કરવામાં આવી છે. જે પરિવહન માટે પણ સૌથી અનુકૂળ મીની ટ્રેકટર છે.


કેપ્ટન ટ્રેકટર્સ દ્વારા બજારમાં મૂકવામાં આવેલ આ લાયન શ્રેણીના મીની ટ્રેકટરની અનેક વિશેષતાઓ છે. જેમકે, તદ્દન નવોજ અને પ્રભાવશાળી દેખાવ, ૯+૩ સાઇડ શિફ્ટ ટ્રાન્સમીશન, ટુંકી ટર્નિંગ રેડિયસ, પાવરફુલ સીંગલ સીલીન્ડર એન્જીન, એડજેસ્ટેબલ વ્હીલ રીમ જેનાથી ૨૮ થી ૩૯ ઇંચની જાળી થઇ શકે છે, ધિર ટચ ૧૦૦૦ કિગ્રા ની કેપેસીટી વાળું ખુબ અસરકારક હાઇડ્રોલિક, ઓઇલ ઇમર્સડ બ્રેક, ૫૪૦ અને ૧૦૦૦ આરપીએમ વાળી પીટીઓ, મોટા ફુટ ફ્લોર સાથે રબ્બર મેટ, હાઇ ગ્રીપીંગ રબ્બર પેડલ પેડ, પ્રકાશિત પ્રોજેક્ટ લેમ્પ, સરળતાથી ચડવા ઉતરવા માટે વેંડર હેન્ડલ વગેરે જે દરેક પરિસ્થિતિમાં ખેડૂતોનો સાથ નિભાવવા તત્પર છે.


ખોડલધામ ખાતે આયોજીત સમારંભમાં ૨૦૦ ટ્રેકટર્સનું ખેડૂતોને વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેકટરને પસંદ કરનાર દર ૨૫ ગ્રાહકોનો લક્કી ડ્રો કરવામાં આવ્યો તેમાંથી એક વિજેતાને હિરો મોટર સાઇકલ ભેટ આપવામાં આવી હતી. કેપ્ટન ટ્રેક્ટર્સએ મીની ટ્રેક્ટરના સંશોધન, ક્વોલિટી અને ઉધોગ સાહસિક્તા માટે ૧૪ થી વધુ નેશનલ અને સ્ટેટ લેવલના એવોર્ડસ મેળવ્યા છે તેમજ ૫૫ થી વધુ દેશોમાં કેપ્ટન ટ્રેકટર્સની નીકાસ કરાય છે. કેપ્ટન ટ્રેક્ટર્સ દ્વારા ગુણવત્તાના ધોરણોમાં કોઈપણ સમાધાન કર્યા વિના વિદેશોમાં વેચાણ નેટવર્કને વિસ્તાર્યું છે. કેપ્ટન મિની ટ્રેકટર અન્ય ટ્રેકટરની સરખામણીમાં લગભગ 40% ઓછું ઇંધણ વાપરે છે. કેપ્ટન મિની ટ્રેકટરનું હાર્ટ એ એન્જિન છે જેનું પરીક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટેના ધોરણો તરીકે ARAI દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. તુલનાત્મક રીતે કેપ્ટન મિની ટ્રેક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરી અન્ય મિની ટ્રેક્ટર અને પાવર ટિલર કરતાં વધુ સારી છે. કંપનીનું ધ્યેય દરેક ખેડૂતો સુધી પહોંચી મીની ટ્રેક્ટર થકી કૃષી ક્રાંતિ લાવવાનું છે તેમજ વર્ષ 2025 સુધીમાં વિશ્વના નંબર 1 કોમ્પેકટ ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની બનવાનું પણ છે. કેપ્ટન ટ્રેક્ટર્સ દ્વારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં કંપનીના મેનેજીંગ ડિરેકટર શ્રી રાજેશભાઇ પટેલ, એકઝીક્યુટીવ ડિરેક્ટર દિનેશ વશીષ્ટ તેમજ અન્ય મહાનુંભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.