· ૪ ચેપ્ટર્સના ૧૫૦ થી વધુ ઉદ્યોગસાહસિકો વચ્ચે જામશે બિઝનેસનો જંગ
· ૧૪ શાર્ક ટેંક સ્પોન્સર્સ અને ૧૭ ટીમ કેપ્ટન્સ પર રહેશે જીતની જવાબદારી
૧૫મી એપ્રિલ, ૨૦૨૩, અમદાવાદ : તાજેતરમાં યોજાયેલ એક પ્રેસ વાર્તામાં બીઝ ટ્રિઝ બિઝનેસ અને નેટવર્કિંગ કોમ્યુનિટી ગ્રુપ જે છેલ્લા 2 વર્ષોથી ગુજરાતમાં સક્રિય છે અને જેમના ૪ ચેપ્ટર્સમાં ૧૫૦ થી વધુ વાઇબ્રન્ટ ઉદ્યોગસાહસિકો જોડાયા છે, એમના ફાઉન્ડર શ્રીમતી રિદ્ધિ રાવલ અને એના પ્રેસિડેન્ટ’સ પેરેડાઇસ કમિટી દ્વારા આગામી બિઝનેસ ગ્રોથ અને નેટવર્કિંગનું IPL એટલે “કુરુક્ષેત્ર -20૨૩” વિષયે ખાસ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં બીઝ ટ્રિઝ કોમ્યુનિટીના ફાઉન્ડર શ્રીમતી રિદ્ધિ રાવલ દ્વારા જણાવામાં આવ્યું કે, “૨૧મી એપ્રિલ, ૨૦૨૩થી ૨૭મી મે, ૨૦૨૩ દરમિયાન બિઝનેસ ગ્રોથ, નેટવર્કિંગ અને એક બીજાના સાથે અને એક બીજા સામે – બીઝ ટ્રિઝના ૧૫૦ થી વધુ ઉદ્યોગસાહસિકો દ્વારા અને વચ્ચે આ લીગ રમવામાં આવશે. ૧૪ થી વધુ મેન્ટોર સ્પોન્સર્સ અને ૧૭ કેપ્ટન્સ આ બિઝનેસનું મહાસંગ્રામ એટલે કુરુક્ષેત્ર ૨૦૨૩ માં ભાગ લેશે અને એક બીજાને મળી, એક બીજા ને સાંભળી , એક બીજા ને પ્રેરણા આપી અને એક બીજા સાથે ધંધો કરી આ જંગને જીતવાનું પ્રયત્ન કરશે. કુરુક્ષેત્રનું અમારું સંસ્કૃતિમાં એક ખાસ સ્થાન છે. આ જંગમાં યોદ્ધાઓએ માત્ર તેમની શક્તિ અને કૌશલ્ય જ દર્શાવ્યું નથી પરંતુ અમને આ 18 દિવસના યુદ્ધમાંથી ભગવદ ગીતાનું દિવ્ય જ્ઞાન અને ચક્રવ્યુહનું સત્ય પણ મળ્યું છે અને એટલે જ બિઝનેસ કરવાનું રીતે એક અલગ દૃષ્ટિકોણ થી જોવા માટે અમે આ લીગ નું આયોજન કરીયે છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું.”
આજે બીઝ ટ્રિઝ નેટવર્કિંગ કોમ્યુનિટી દ્વારા આગામી કુરુક્ષેત્ર ૨૦૨૩ માટે એમના શાર્ક ટેંક મેન્ટોર્સ નું પણ ઘોષણા કરવામાં આવ્યું