BY DARSHANA JAMINDAR
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તા.૦૧.૦૫.૨૦૨૩ના સોમવારે સવારે ૧૦.૦૦ થી બપોરે ૨.00 ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ઘી અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના સહયોગથી સેવાકેન્દ્ર પ્રભારી આદરણિય રાજયોગિની કૈલાશદીદીજીના શુભાશીષથી બ્રહ્માકુમારીઝ, સેક્ટર.૨૮, ગાંધીનગર ખાતે બહેનોનો આરોગ્ય લક્ષી નિ:શુલ્ક મેડિકલ ટેસ્ટ કેમ્પ રાખવામાં આવેલ.
આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં મહિલાઓ માટે પ્રાથમિક જરૂરી CBC ટેસ્ટ માટેના જરુરી બ્લડનું કલેક્શન પેથોલોજીકલ લેબોરેટરીના પેથોલોજીસ્ટ ડૉક્ટર અને તજજ્ઞ ટેક્નિશિયન કરવામાં આવેલ. જેમાં હિમોગ્લોબીન (HB), વ્હાઈટ બ્લડ સેલ (WBC), એમ.સી.વી.(MCV), એમ.સી.એચ.(MCH) અને પ્લેટલેટ્સનો મુખ્યત્વે સમાવેશ કરવામાં આવેલ.
ફક્ત મહિલાઓ માટે જ રાખવામાં આવેલ આ વિશેષ નિ:શુલ્ક મેડિકલ ટેસ્ટ કેમ્પનો બ્રહ્માકુમારીઝ,સેકટર.૨૮ ગાંધીનગર સેવાકેન્દ્રના પ્રભારી કૈલાશદીદીજી સહિત તમામ બ્રહ્માકુમારી બહેનો, બ્રહ્માકુમારીઝના નિયમિત વિદ્યાર્થીની કુમારીઓ, બહેનો, માતાઓ તથા જાહેર જનતાની બહેનો એ મોટી સંખ્યામાં હોંશે હોંશે લાભ લઈ આરોગ્ય વિષેની પોતાની જાગૃતિ પૂરવાર કરેલ. અને અવાર નવાર આવા મેડિકલ કેમ્પ આયોજિત કરવાની માંગ કરેલ.
5 Attachments • Scanned by Gmail