સ્ટીમ હાઉસ ઇન્ડિયા અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડોનેશિયા રિપબ્લિક દ્વારા પ્રથમ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
ગાંધીનગર ,15 ઓક્ટોબર 2022 : કર્ણાવતી યુનિવર્સિટી ખાતે 15મી ઑક્ટોબરે ધ રામાયણ બેલે અને ઇન્ડોનેશિયન બાટિક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુંબઈ અને સુરતના કલાપ્રેમીઓએ પરફોર્મન્સથી સૌ કોઇના દિલના જીતી લીધા હતા.
ગાંધીનગરના કલા અને નાટ્યપ્રેમીઓને ઇન્ડોનેશિયન રામાયણ નૃત્યનાટિકાની ઝલક જોવા મળી હતી. એટલું જ નહીં જ્યારે કલાકારો ધનુષ શો માટે હાજર થયા ત્યારે હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.
આ અંગે વાત કરતા સ્ટીમ હાઉસ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશાલ બુધિયાએ કહ્યું કે, રામાયણ ભારતીયો માટે માત્ર એક ધાર્મિક સ્ક્રિપ્ટ નથી તે એક લાગણી છે. હું ખૂબ જ ધન્ય અને ભાગ્યશાળી માનું છું કે હું આ અદ્ભુત શો દ્વારા બે દેશોને જોડવાનું માધ્યમ બન્યો છું. બે રાષ્ટ્રોની સાંસ્કૃતિક સમાનતા એ સૌથી મજબૂત પરિબળોમાંનું એક છે જે આપણને આ પ્રયાસ થકી એકસાથે બાંધે છે.
ઈન્ડોનેશિયાના કાઉન્સેલ જનરલ શ્રી અગુસ પ્રોહાટિન સપ્ટોનોએ જણાવ્યું હતું કે, દશેરા અને દિવાળીના સમયે ભારતમાં રામાયણ બેલે લાવવુંએ અમારું સ્વપ્ન હતું. પ્રેક્ષકો અમારા કલાકારો પર જે પ્રેમ વરસાવી રહ્યા છે તેનાથી અમે અભિભૂત છીએ. આશા રાખીએ છીએ કે વર્ષમાં આ એકવાર નિયમિત આયોજન થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંને રાષ્ટ્રોના સાંસ્કૃતિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે ૪૨ કલાકારોનું ગ્રુપ ભારતમાં પ્રદર્શન કરવા માટે ઉત્સાહિત હતું. આ કાર્યક્રમની શરુઆતમાં પર્યાવરણીય જાળવણી માટે રામાયણ બેલે અને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્ર્મનું આયોજન ઇવેન્ટ સ્ટીમ હાઉસ ઇન્ડિયા દ્વારા તેમજ ઇન્ડોનેશિયા કોન્સ્યુલેટ જનરલ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું. આ શો જુલાહા સાડી અને યોગેશ ડાયસ્ટફ પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા સહ પ્રાયોજિત હતો.
રામાયણ બેલે
રામાયણ બેલે પ્રમ્બાનનએ એક શો છે જે નૃત્ય અને નાટકને જોડીને રામાયણ વાર્તાને સુંદર રીતે દર્શાવે છે. ૨૦૦થી વધુ કલાકારો સંગીતકારોએ આ બેલેમાં ભાગ લે છે. ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર પ્રમ્બાનન મંદિરમાં આ કાર્યકમ યોજાય છે એટલે તેનું નામ રામાયણ પ્રમ્બાનન છે.
મુંબઈના પ્રેક્ષકો નૃત્ય પ્રદર્શનથી મંત્રમુગ્ધ થયા હતા જેમાં ક્લાસિકલ સુરકાર્તા અને યોગકર્તા શૈલીઓનું સંયોજન હતું. હજારો કલાકારોનું સંપૂર્ણ સંકલન અને ટીમ વર્ક સ્ટેજ પર ભગવાન રામની વાર્તાનું સૌથી સુંદર નિરૂપણ તરફ દોરી જાય છે.
પ્રેક્ષકો કલાકારોના અભિનયમાં એટલા મશગૂલ હતા કે તેઓ રામની સાથે તેમની પત્ની સીતાને બચાવવા માટે તેમની યાત્રામાં ગયા હતા જેને સિન્ટા પણ કહેવામાં આવે છે, જેનું એલેન્કા રાજ્યના રાજા રાહવાના દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
રામાયણ બેલે પ્રમ્બાનનનું સૌપ્રથમ નિર્માણ અને પ્રદર્શન ૧૯૬૧માં પ્રમ્બાનનમાં થયું હતું. તેમાં શરૂઆતમાં ૬ એપિસોડ હતા, જોકે છ વર્ષ પછી તે ૪માં બનાવવામાં આવ્યું હતું. ટૂંકી આવૃત્તિઓ પસંદ કરતા પ્રેક્ષકોના લાભ માટે રામાયણ બેલે માટે સંપૂર્ણ વાર્તાનું ફોર્મેટ પણ બનાવવામાં આવ્યું હતું.
ફેશન શો
ડાન્સ ડ્રામા જોવા આવેલા પ્રેક્ષકોને પણ એસે ડિઝાઈનર ઘી પંગગાબીન દ્વારા બનાવેલી ડિઝાઈન જોવાની તક મળી હતી. તેણીનો સંગ્રહ જાવાનીસ સંસ્કૃતિ જાવાનીઝ કાપડ અને બેલેના નર્તકો દ્વારા પહેરવામાં આવતા કોસ્ચ્યુમથી પ્રેરિત છે. ઇબુ ઘીએ ઇન્ડોનેશિયન સિન્ડે અથવા પટોલે મોટિફ્સનો ઉપયોગ કર્યો છે જે ભારતીય પટોલાથી પ્રભાવિત છે અને ઇન્ડોનેશિયન બાટિક અને મખમલ ભરતકામના ટોપ્સ સાથે જોડાયેલા છે. તેણીના સંગ્રહના મુલાકાતીઓ ભારત અને ઇન્ડોનેશિયાના પોશાક અને સંસ્કૃતિ વચ્ચેની સમાનતા અને તેણીએ તેમને કેટલી ઉમંગપૂર્વક રજૂ કરી છે તેનાથી આશ્ચર્યચકિત થયા હતા.
ઇબુ ગીઆએ ફેશનના ક્ષેત્રમાં ચાલીસ વર્ષ વિતાવ્યા છે અને તે તેના સર્જનોમાં સ્પષ્ટ છે. 2020 માં રીલીઝ થયેલ Ghea Pangabbean Asian Bohemian Chic નામનું આંતરરાષ્ટ્રીય ફેશન પ્રકાશક રિઝોલી ન્યુ યોર્ક દ્વારા પ્રકાશિત પુસ્તક લખીને ફેશનમાં તેની અતુલ્ય યાત્રા શેર કરી છે.
આયોજક વિશે
સ્ટીમ હાઉસ ઈન્ડિયા લિમિટેડ માત્ર ઔદ્યોગિક ક્લસ્ટરોને સપ્લાય કરવા નહિ પરંતુ તે કલાના એક મહાન પ્રમોટર પણ છે. સંસ્થા માને છે કે એકબીજાની સંસ્કૃતિ અને કલાના સ્વરૂપોનું સંવર્ધન દેશો વચ્ચેના બંધનને મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે અને તેથી તેઓએ રામાયણ બેલેનું આયોજન કર્યું.
શ્રી વિશાલ બુધિયાના નેતૃત્વ હેઠળ સ્ટીમ હાઉસ ગુજરાતમાં બિઝનેસ હાઉસીસને સ્ટીમની જરૂરિયાતો પૂરી કરી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં તે વિશ્વભરમાં તેની પાંખો ફેલાવશે.