Business Gujarat Headline News Top Stories

આગામી રવિવારે ઉનાળાની ઋતુનો આનંદ માણો સમ્યક વુમન’સ ક્લબ દ્વારા આયોજિત સમર મેલા 2023માં થેલેસીમિયાના બાળકો જેને રક્તદાનનું જરૂરિયાત હોય છે ખાસ એના માટે હેલ્પીંગ હેન્ડ ગ્રુપ દ્વારા

૧૦મું “બ્લડ ડોનેશન કેમ્પનું” ખાસ આયોજન અને સાથે સાથે પક્ષીઓ માટે કરવામાં આવશે કુંડાનું વિતરણ

અમદાવાદ ૧૩ એપ્રિલ ૨૦૨૩: આજે આયોજિત એક પ્રેસ વાર્તામાં, આત્મનિર્ભર મહિલા ઉદ્યોગસાહસિકોને જીવનમાં વેગ આપવા માટે અને સમાજમાં જરૂરિયાત વર્ગને જેટલું સંભવ થાય એટલું સેવા આપવાના હેતુથી સમ્યક વુમેન’સ ક્લબના મેમ્બર્સ અને હેલ્પીંગ હેન્ડ ગ્રુપના સભ્યો દ્વારા આગામી રવિવાર એટલે ૧૬મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ આયોજિત સમર મેલા ૨૦૨૩ના તૈયારીઓ વિષયે માહિતી આપવામાં આવી.


કાર્યક્રમમાં સમ્યક વુમન’સ ક્લબના સ્થાપક શ્રીમતી રાખી શાહ એ જણાવ્યું હતું કે “હું વર્ષ ૨૦૦૭થી આ ક્લબનું સંચાલન કરું છું અને કેવી રીતે અમારા બહેનો પોતાના વ્યવસાયમાં આગળ આવે અને આત્મનિર્ભર બને એના માટે હું વર્ષમાં એમના માટે ઓછા માં ઓછા ૨ એક્ઝિબીશન કમ સેલનું આયોજન કરું છું. હવે ઉનાળો આવી ગયો છે અને આ સીઝનમાં અમે કેવી રીતે આનંદ માણીયે અને આ ઋતુને લક્ષી પ્રોડક્ટ્સ અને લાઈફ સ્ટાઇલને પ્રોમોટ કરીયે એને જ ધ્યાનમાં રાખી આગામી રવિવાર એટલે ૧૬ એપ્રિલ, ૨૦૨૩ના રોજ શ્રીમાળી બ્રાહ્મણ સુવર્ણ જયંતી હોલ, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, પાલડી, અમદાવાદ ખાતે અમારું ૩૨મું સંસ્કરણ એટલે સમર મેલા ૨૦૨૩નું ખાસ આયોજન સવારે ૯ વાગ્યાથી સાંજે ૯ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. સમર સિઝનને ધ્યાનમાં રાખી અમારા બહેનો ઘણા રસપ્રદ અને આકર્ષક વસ્તુઓનું ડિસ્પ્લે કરશે અને અમે આ ઇવેન્ટમાં ઘણા બધા ગિફ્ટ્સ અને સરપ્રાઇઝીસ રાખ્યા છે. સાથે સાથે લકી ડ્રો અને ઘણું બધું ઇનામોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.”


આ મેળાને વધુ મહત્વપૂર્ણ અને ઉત્તેજક બનાવશે હેલ્પીંગ હેન્ડ ગ્રુપ દ્વારા ખાસ આયોજિત એમનું ૧૦મું બ્લડ ડોનેશન કેમ્પ જે ખાસ થેલેસીમિયાથી પીડિત બાળકોને મદદ રૂપ થશે જેમને રક્તદાનનું ખુબ જ જરૂરિયાત હોય છે. સાથે સાથે આટલા ગરમીમાં પક્ષીઓને પાણીની સુવિધા આપવા માટે આ સંસ્થા દ્વારા કુંડાનું વિતરણ પણ કરવામાં આવશે.

શ્રીમતી રાખી શાહ જે આ સંસ્થાના એક મુખ્ય કાર્યકર્તા છે એમને જણાવ્યું કે કેટલાક વર્ષોથી હું અને હેલ્પીંગ હેન્ડ ગ્રુપના મારા બધા સભ્યો એક નિસ્વાર્થ ભાવે સમાજનું સેવા કરે છે. વૃક્ષારોપણથી લઇ કુતરાઓને ખવડાવા સુધી અને નિરંતર બ્લડ ડૉનેશન્સ કેમ્પ દ્વારા અમે સમાજને સહાયતા આપવા માટે કટિબદ્ધ છીએ. કોવિડ મહામારી દરમિયાન પણ અમે નિરંતર કાર્યરથ હતા અને મને ખુશી છે આ કેમ્પથી અમે થેલેસીમિયાના બાળકોને મદદરૂપ બનીશું અને સાથે સાથે કુંડાના વિતરણથી પક્ષીઓનું પણ સેવા કરીશું.”

તો આવો સમર મેલા ૨૦૨૩નું મુલાકાત લો અને એમાં ૪૦થી વધુ સમર સ્પેશ્યલ સ્ટોલ્સનો ખાસ આનંદ ચોક્કસ લેજો !!!!

Leave a Reply

Your email address will not be published.