ગુજરાતીઓ દરેક તહેવારની વિશેષ રીતે ઉજવણી કરતા હોય છે, પરંતુ નવરાત્રિ એક એવો તહેવાર છે જે ગુજરાતીઓ ખુબ જ ઉત્સાહ થી ઉજવે છે. હવે જ્યારે નવરાત્રીને આગમનની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે અમદાવાદીઓને ગરબે ઝૂમવા માટે ‘નિશ્ચેયન ઇવેન્ટ્સ’ લઇને આવી રહ્યું છે ‘નવરંગી નવરાત’.
‘નવરંગી નવરાત’ 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરના સિંધુભવન રોડ પર આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે યોજાશે, જે આશરે 6000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે પરંતુ તેમાં બહુ ભીડ ના થાય તે માટે આયોજકો દ્વારા દરરોજ ના 3000 લોકો ગરબાની મજા માણી શકે તે પ્રમાણે આયોજન કરેલ છે. આ સાથે દરરોજ જાણીતા ગાયકો અને પ્રોફેશનલ મ્યુઝિશિયન્સ સાથે ની ટીમ ગરબા પ્રેમીઓને આકર્ષવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
‘નવરંગી નવરાત’ ના આયોજકો સાગર પઢિયાર, હર્ષપાલસિંહ વાઘેલા, રાજવીરસીંહ ઠાકોર, અને દીપ સોલંકીએ ‘નવરંગી નવરાત’ વિશે માહિતી આપતા જણાવ્યું, “કોરોનાકાળના ગત બે વર્ષ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી શક્યા ન હતા, તેઓની આ ભાવનાને ધ્યાનમાં રાખી ‘નવરંગી નવરાત’ તેમના માટે નવ દિવસ ગુજરાતના જાણીતા ગાયકોની સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જશરાજ શાસ્ત્રી, પાયલ વૈદ્ય, રાગ મહેતા, બલરાજ શાસ્ત્રી, કૌશલ પીઠડિયા, દર્શના ગાંધી અને મીરાંદે શાહ જેવા જાણીતા સિંગર્સ અને મ્યુઝિશિયન્સની ટીમ ખેલૈયાઓને નોરતાના નવે નવ દિવસ એક અવિસ્મરણીય અનુભવ કરાવશે.”
‘નવરંગી નવરાત’ ના આયોજન વિશે આયોજકોએ વધુમાં જણાવ્યું, આ વર્ષે નવરાત્રીમાં મુખ્ય થીમ તરીકે ગુજરાતી ક્લચર અને ગુજરાતી ભાષા રહેશે. કારણકે આજ ના રોજિંદા જીવનમાં ગુજરાતીઓ એ પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાનું ખુબ જ ઓછું કરી છે. ગુજરાતીઓમાં પોતાની માતૃભાષાનું મહત્વ જળવાઈ રહે તે હેતુ થી આ વર્ષે ગરબાની થીમ ગુજરાતી ભાષા રહેશે. આ વર્ષે આયોજકો નવરાત્રી થીમની શરૂઆત જ કક્કા થી, સ્વર અને વ્યંજનથી કરશે. આ થીમ નું નામ છે #કક્કો કરશે ગૌરવ.
તો ગુજરાતીઓ આ વર્ષે તમે ગરબાની રમઝટ માણવા તૈયાર થઇ જાઓ ‘નવરંગી નવરાત’ સાથે