Gujarat Headline News Top Stories

અમદાવાદમાં શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ અને વિવિધ મહિલા ઘટકો દ્વારા “નારીશક્તિ દ્વારા રાષ્ટ્રનિર્માણ” આધારિત મહિલા અધિવેશન

 શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ (લવ-કુશ) ગુજરાત પ્રદેશ અને વિવિધ મહિલા ઘટકો દ્વારા “નારીશક્તિ દ્વારા રાષ્ટ્રનિર્માણ” આધારિત મહિલા અધિવેશન

તા. ૦૫-૦૧- ૨૦૨૫ ને રવિવારે “હીર-આશા ફાર્મ, ભાગવત વિદ્યાપીઠ પાછળ, સોલા, અમદાવાદમાં મહિલા અધિવેશન  “નારીશક્તિ દ્વારા રાષ્ટ્રનિર્માણ” રાખવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી માનનીયશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદસભ્ય શ્રી નરહરિભાઈ અમીન, સંસ્થાના પ્રમુખ પ્રિ.ભીખુભાઈ એલ. પટેલ, સંસ્થાના અધ્યક્ષ ડૉ. જીતુભાઈ પટેલ અને ધારાસભ્યશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ, ધારાસભ્યશ્રી જીતુભાઈ પટેલ અને સંસ્થાના ઉપપ્રમુખશ્રી બાબુભાઈ કે. પટેલ અને જસવંતભાઈ પટેલ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

માનનીયશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ઉપસ્થિત રહ્યા હતા તેમનું પાટીદાર વતી ભવ્ય સન્માન ક૨વામાં આવ્યું હતું. એમના ઉદ્બોધનમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે સ્ત્રી સશક્તિકરણ માટે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સ૨કારે ઘણી બધી યોજનાઓ જાહેર કરી છે. તેનો લાભ તમામ મહિલાઓ લઈ રહી છે. તેઓશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પાટીદાર મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આ અધિવેશન અતિ મહત્ત્વનું છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટનો આ ઉત્તમ પ્રયાસ છે.

આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીને જણાવ્યું હતું કે પનોતા પુત્ર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં કડવા અને લેઉઆ પાટીદારોને સાથે રાખી આ સંસ્થા સેવાનાં કાર્યો કરી રહી છે. તેઓશ્રીએ કડવા અને લેઉઆ પાટીદારોને એક થવા આહવાન કર્યું હતું. ‘દીકરો અને દીકરી સમાન’ જેવા આદર્શો અપનાવી સામાજિક એકતા બનાવી રાખવી એ આજના સમયની માંગ છે.

ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ. જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે નારી સર્વત્ર પૂજનીય છે. પાટીદાર મહિલા ચૂલાથી ચોરા સુધી પહોંચી સામાજિક સેવા કરી રહી છે. પાટીદારના વિકાસનું કેન્દ્રબિંદુ પાટીદાર મહિલાનું શક્તિ સ્વરૂપ છે.ખોડલધામના ટ્રસ્ટી સુશ્રી અનારબેન જે. પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે નારીશક્તિ દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન થઈ શકશે. નારી અનારબેન ગાંધીજીને ગુરુ માને છે. ભગવાન સમાજને સુધા૨જે. શરૂઆત મારાથી કરજે. કોઈ પણ કામ સમાન ભાવથી કરવામાં આવે તો જ સંચિત કર્મ બંધાય છે.

મહિલા વિંગના પ્રમુખ સુશ્રી જિગીષાબેન પટેલે જણાવ્યું હતું કે મહિલાઓની વિવિધ પાંખો દ્વારા નારીશક્તિને ઉજાગ૨ ક૨વા માટે સેવાકીય કાર્યો કરી રહી છે.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવક્તા શ્રી વાડીભાઈ પટેલ અને સુશ્રી સ્મિતાબેન પટેલે કર્યું હતું.

આભારવિધિ માનદ્ મંત્રી શ્રી રમેશભાઈ બી. પટેલે કરી હતી. અતિ વ્યસ્ત હોવા છતાં ઉપસ્થિત રહેલ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદસભ્ય અને ધારાસભ્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ ઉપરાંત ઉપસ્થિત રહેલ અન્ય મહાનુભાવો, મીડિયા અને પત્રકારોનો પણ ખાસ આભાર વ્યક્ત કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નામી-અનામી સૌ કોઈનો તેમણે આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published.