અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું રૂ15502 કરોડનું બજેટ.રૂ1501 કરોડના વધારા સાથે રૂ15502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રિબેટ આપવાનો નિર્ણય લેવાયો. તો ઇ વ્હિલરમાં વાહન વેરામાં 100 ટકા રાહત અપાઈ છે. તો .મનપા બિલ્ડિંગમાં આવેલ ટ્રસ્ટ હોસ્પિટલનાં મિલકત વેરામાં 70 ટકા રીબેટ રહેશે. તો ખરિકટ કેનાલ ફેઇજ 2નું નવીનીકરણ કરાશે. ઘોડાસર,ઇસનપુર, લાંભા, વટવા અને દાણીલીમડા વોર્ડમાં ખારિકટ કેનાલની કામગીરી કરાશે. ટીપી રોડ પરનાં દબાણમાં આવતા મકાનની ફાળવણી માટે રૂ100 કરોડની જોગવાઈ કરાઈ છે..તો બાપુનગરમાં રૂ10 કરોડના ખર્ચે નમો વન વિકસાવવામાં આવશે. સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરનાર ઝોનને રૂ1 કરોડની રકમ વધુ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે..જે વોર્ડમાં સફાઈ કામગીરી યોગ્ય કરશે તે વોર્ડને વધારાનાં રૂ1 કરોડ ચૂકવવામાં આવશે.





