• મેટર ડ્રાઇવ 1.0 (લિક્વિડ-કૂલ્ડ મોટર) અને મેટર ચાર્જ 1.0 (ડ્યુઅલ મોડ કન્વર્ટર) માટે પેટન્ટ અને આઈપીની ઘોષણા કરી
• નવેમ્બર 2022 માં તેની ઇલેક્ટ્રિક મોટરસાઇકલના લોન્ચની પણ જાહેરાત કરી
• તેના નવા એલિમેન્ટલ લોગોનું અનાવરણ કર્યું
અમદાવાદ, ભારત : 29 સપ્ટેમ્બર, 2022 :
ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ, Matter(મેટર)એ IIM-અમદાવાદ કેમ્પસમાં કેપિટલ ઇન્ક્યુબેશન ઇનસાઇટ્સ એવરીથિંગ (CIIE.Co) ખાતે ભારત અને વિશ્વ માટે ઇન-હાઉસ બિલ્ટ ટેક્નોલોજીનું નિદર્શન કરતા તેના પ્રથમ TechDay(ટેકડે)નું આયોજન કર્યું હતું.
પ્રદર્શિત કરવામાં આવેલી નવી ટેક્નોલોજી અને નવીનતાઓ તેની આગામી ઈલેક્ટ્રિક મોટરસાઈકલને ભારતીય બજાર માટે નવેમ્બર-2022માં લોન્ચ કરવા માટે પ્રોત્સાહક બની રહેશે, જે ખરેખર એક અદ્વિતીય અને બેનમૂન અનુભવ આપશે.
ભારતમાં EV ક્રાંતિના આગમન સાથે, આ ક્ષેત્ર તેની તકનીકી પ્રગતિ સાથે વિકસિત થયું છે, જેના કારણે OEMs માટે વાહનોના ઉત્પાદન માટે નવી દ્વાર ખૂલ્યાં છે. છેલ્લા ત્રણ વર્ષોમાં, મેટર દ્વારા ડ્રાઇવટ્રેન, ઇલેક્ટ્રોનિક્સ, બેટરી સિસ્ટમ્સ, ચાર્જર્સ અને કનેક્ટેડ અનુભવો જેવા મુખ્ય ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરીને ઇન-હાઉસ હાઇપર સ્કેલેબલ ટેક સ્ટેક બનાવવામાં આવ્યું છે.
પેટન્ટ અને આઈ.પી
મેટર એ 100+ થી વધુ આઈપી બનાવ્યા છે જેમાં 35+ પેટન્ટ એપ્લિકેશન્સ, 15+ ઔદ્યોગિક ડિઝાઇન એપ્લિકેશન્સ અને 60+ ટ્રેડમાર્ક્સનો સમાવેશ થાય છે. કંપની પાસે પાવરટ્રેન, કંટ્રોલ્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ અને વાહન એન્જિનિયરિંગ સહિતના તમામ વાહન ડોમેન્સમાં મજબૂત પેટન્ટ પાઇપલાઇનમાં છે.
મેટરના વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ અભિગમને કારણે બે પેટન્ટ આપવામાં આવી છે. જેમાં પ્રથમ મેટર ડ્રાઈવ 1.0 (લિક્વિડ-કૂલ્ડ મોટર) માટે અને બીજી ડ્યુઅલ મોડ કન્વર્ટર માટે પેટન્ટ આપવામાં આવી છે. આ મંજૂર પેટન્ટ્સ ઉપરાંત, મેટર દ્વારા ડ્રાઇવ 1.0, પાવર પેક, ચાર્જર, કંટ્રોલ્સ અને અન્ય સંબંધિત તકનીકો માટે બહુવિધ પેટન્ટ એપ્લિકેશન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
નવો લોગો
કંપનીએ તેના નવા લોગો અને બ્રાન્ડની ઓળખનું અનાવરણ કર્યું છે. નવો લોગો મુખ્ય મૂલ્યો, વધતી જતી શક્તિ, પ્રગતિ અને ભવિષ્યના નિર્માણની ઇચ્છાનું પ્રતીક છે જે તકનીકી અને ઇકોલોજીકલ બંને રીતે જવાબદાર છે. લોગોમાંનો M એ 4 આર્મ્સ(ભુજા) વચ્ચેના માર્ગને રજૂ કરે છે – ટેક્નોલોજી કે જે મંત્રમુગ્ધ કરી દે છે, જીવનને સરળ બનાવવા માટે નવીનતા, દોષરહિત ડિઝાઇન અને સારી ઉર્જા માટે રહેલ કવચ, પછી ભલે તે ગમે તે હોય.
Matter(મેટર)ના સ્થાપક અને ગ્રુપ CEO મોહલ લાલભાઈએ જણાવ્યું કે, “ઈલેક્ટ્રિક વાહનોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આપણે નવું વિચારીએ, પ્રગતિની જરૂરિયાતને ડીકોડ કરીએ અને ઉત્પાદનના વિકાસ માટે ટેક્નોલોજીનો લાભ લઈએ તે ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. આજે મારી માટે ગર્વની વાત એ છે કે અમારી ઇનોવેશન કલ્ચરે ઇલેક્ટ્રીક વાહનના બહુવિધ ડોમેન્સમાં મુખ્ય ચાવીરૂપ ટેકનોલોજીને સક્ષમ કરી છે. અમારી આવનારી ઈલેક્ટ્રિક મોટરસાઈકલ એક એવી પ્રોડક્ટ છે જે ઘરની અંદર વિકસિત કોર ટેક્નોલોજી પર બનેલી છે. જે નવા યુગની ગતિશીલતા અને વિશેષ અનુભવના યુગની શરૂઆત કરશે અને ટકાઉ અને સંશોધનાત્મક ભારત માટે ભવિષ્યની રૂપરેખા નિર્ધારિત કરશે.”
Matter(મેટર)ના સ્થાપક અને ગ્રુપ CTO કુમાર પ્રસાદ ટેલિકેપલ્લીએ જણાવ્યું હતું કે, “ટેક્નોલોજી અને નવીનતા એ ભવિષ્યની પ્રાથમિક જરૂરિયાત છે અને તે મોબિલિટી સેક્ટરને સતત બદલી રહ્યા છે. મેટર એ EV ઇકોસિસ્ટમમાં સલામતી, સુરક્ષા, વિશ્વસનીયતા અને પ્રદર્શન પર મજબૂત ભાર સાથે નોંધપાત્ર તકનીકી પ્રગતિ કરી છે. ભવિષ્યના વાહનો વધુ સ્માર્ટ અને ડેટા આધારિત હશે અને ટેક્નોલોજી એડવાન્સમેન્ટ્સ અસંખ્ય શક્યતાઓના નવા દ્વાર ખોલશે તેમજ સતત નવા અનુભવ પ્રસ્તુત કરશે. “
આ વિઝન દ્વારા સંયુક્ત અને એક ચોક્કસ ધ્યેય દ્વારા સંચાલિત, મેટર તેના અનુભવ અને ભાવિ તકનીકી ઉકેલોનો ઉપયોગ કરીને દરેક વ્યક્તિને સ્વચ્છ વિકલ્પ આપવા સાથે સશક્ત બનાવવા માટે ગર્વ અનુભવે છે.
મેટર નવેમ્બર 2022માં તેની પ્રથમ ઈ-મોટરસાઈકલ લોન્ચ કરશે.