- CLAT માટે સૌથી વધુ પરિણામ આપતા ‘ઈકોચિંગ’ સેન્ટરના 11 વિદ્યાર્થીએ ગુજરાતના ટોપ 100માં સ્થાન હાંસલ કર્યું
- કાયદાના ક્ષેત્રમાં ખુબ સારી તકો રહેલી છે અને અમારી સંસ્થાની મદદથી વિદ્યાર્થીઓ આજે મોટી કંપનીઓમાં આઈઆઈટીની સમકક્ષ સેલેરી પેકેજ મેળવી રહ્યા છેઃ રોહન ગર્ગ, CLAT મેન્ટર
8 ડીસેમ્બર 2024, અમદાવાદ:કોમનલો એડમિશનટેસ્ટ(CLAT)ની તૈયારી કરાવતી ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા ઈકોચિંગ (Ekoching) ગર્વ સાથે જણાવી રહી છે કે ‘ઈકોચિંગ’ના વિદ્યાર્થીએ CLAT-2024ની પ્રવેશ પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ગુજરાતના ટોપ 10માં ઈકોચિંગના 5વિદ્યાર્થી એ બાઝી મારીછે. આ સાથેસંસ્થાના 250થી વધુ વિદ્યાર્થીએ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે.
ગુજરાત બેઝ્ડ એડ્યુટેક ‘ઈકોચિંગ’ એ ખુબ ઓછા સમયમાં કાયદાના ક્ષેત્રમાં પોતાના વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્થાન પર પહોંચતા કર્યા છે. 3 વર્ષ પહેલા ઈકોચિંગની શરૂઆત કરી ત્યારથી ગુજરાતના ક્લેટ ટોપર આસંસ્થામાંથી બહાર નીકળ્યા છે. ‘ઈકોચિંગ’ના ગુજરાતમાં હાલ પાંચ સેન્ટર છે. વસ્ત્રાપુર, નવરંગપુરા, સાઉથ બોપલ, ચાંદખેડા અને ગાંધીનગર. કોચિંગના ક્ષેત્રમાં 10થી 20 વર્ષના અનુભવી મેન્ટર વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન પુરું પાડે છે.

દેશમાંરહેલી 26 નેશનલ લો યુનિવર્સિટી (NLU)માં પ્રવેશ માટે કોમનલો એડમિશન ટેસ્ટ (CLAT)નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. હાલના સમયમાં હરિફાઈ એટલી વધી છે કે CLATની પ્રવેશ પ્રક્રિયા માંદેશભરમાંથી 70,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એન એલ યુમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ દેશની ટોપ લોફર્મ, કોર્પેરેટર લિગલ ડીપાર્ટમેન્ટ, કાયદાના ક્ષેત્રમાં કાર્ય કરી શકે છે. આ ઉપરાંત તેઓ લીગ લકન્સન્ટન્ટ, જર્નાલિઝમ અને પોલિસી મેકિંગમાં પણ યોગદાન આપી શકે છે. હાલના સમયમાં વિવિધક્ષેત્રમાં કાયદા નિષ્ણાંતોની માગ પણ વધી રહી છે. CLATના મેન્ટરશ્રી રોહન ગર્ગ જણાવે છે કે, 2009માં માત્ર 8 હજાર વિદ્યાર્થીઓ ક્લેટની પ્રવેશ પરીક્ષા આપતા હતા આજે આ આંકડો 70 હજારને પાર કરી ગયો છે. હાલમાં એન એલ યુમાં પ્રવેશ માટે કટ્ટર હરિફાઈ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી ગુજરાતમાં ટોપર આપી રહી છે. ‘ઈકોચિંગ’માં દરેક વિદ્યાર્થીનું પર્સનલ મેન્ટરિંગ કરવામાં આવે છે. કાયદાનું ક્ષેત્ર હવે ખુબ વિશાળ બની ગયું છે. જેથી જાગૃતિ ફેલવાવની જરૂરી છે. આક્ષેત્રમાં ખુબ સારી તકો રહેલી છે. અમારી સંસ્થાની મદદથી જે વિદ્યાર્થીઓ CLAT પાસ કરીને એન એલ યુમાં પાસઆઉટ થયા છે તેઓ ખુબ સારા સેલેરી પેકેજ પણ મેળવી રહ્યા છે.