ગુજરાત કેન્સર સોસાયટી સંચાલિત કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર, વાસણા અને જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ દ્વારા 6 જાન્યુઆરી 2024 ના રોજ ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. કૅન્સર પીડિત બાળકોને પતંગ અને ફીરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોએ પતંગ ઉડાવ્યા, પોષ્ટિક આહાર કર્યો, તેમજ વિવિધ રમતો રમી. ઉપરાંત બાળકોએ ડાંસ કરીને આ ઇવેન્ટનો આનંદ ઉઠાવ્યો. આ ઇવેન્ટમાં ગુજરાત કેન્સર સોસાયટીના ટ્રસ્ટી શ્રી. ક્ષિતશ મદનમોહન, શ્રી. કૌશિક પટેલ, શ્રી. દિવ્યેશ રાડિયા, શ્રી. બિપીનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા, તેમના માર્ગદર્શન હેઠળ આ ઇવેન્ટની ઉજવણી કરવામાં આવી. તેઓ એ પણ બાળકો સાથે પતંગ ઉડવાની મજા માણી હતી.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.