- કોલેજ મિત્રો દ્વારા કરવામાં આવેલ મજાક લે છે જોખમી વળાંક
- એક જવાબદાર નાગરિક તરીકે આ યંગસ્ટર્સ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે?
3જી માર્ચ 2023, ગુજરાત: પરિમલ પટેલ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ ક્રાઇમ થ્રિલર ગુજરાતી ફિલ્મ “હેલ્લો”નું તાજેતરમાં જ ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું આવ્યું હતું. યંગસ્ટર્સને આકર્ષતી આ ફિલ્મ આજથી સિનેમાઘરોમાં રજૂ થઇ ગઈ છે. ઘણું બધું સસ્પેન્સ દર્શાવતું આ ટ્રેલર દર્શકોને ઘણું જ પસંદ આવ્યું હતું.. પોતાના નાઈટ સ્ટે દરમિયાન કોલેજના 3 ટીનેજર્સ પ્રેન્ક કરવાનું નક્કી કરે છે અને રેન્ડમલી લોકોને ફોન કરીને કહે છે કે, “અમે તમને જાણીયે છીએ અને અમને એ પણ ખબર છે કે તમે શું કર્યું છે.” તેમની આ મજાક ખૂબ જ જોખમી વળાંક લે છે અને પછી શું થાય છે એ આ ફિલ્મ નિહાળ્યા પછી જ ખબર પડશે.
દર્શન પંડ્યા, માઝેલ વ્યાસ તથા આયુષી ધોળકિયા આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. દર્શન પંડ્યા કે જેમણે રામસેતુ અને પરમાણુ જેવી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે.. દર્શન પંડ્યા એ આ અંગે જણાવ્યું હતું કે, “ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હંમેશાથી નવોદિત કલાકારોને આવકારે છે. મારી આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે અને હું ખૂબ જ ઉત્સાહી છું. યંગસ્ટર્સ ગ્રુપ હંમેશા મસ્તી- મજાક કરતાં રહે છે, પરંતુ જયારે તેઓને જવાબદારી નિભાવવાની આવે અને પરિસ્થિતિનો સામનો કરવામાં આવે ત્યારે કેવી રીતે તેઓ આગળ પગલાં ભારે છે તે મુખ્ય રીતે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. મેં અગાઉ હિન્દી સિનેમામાં કામ કર્યું છે, મને હંમેશાથી મારી માતૃભાષાની ફિલ્મમાં કામ કરવું હતું અને “હેલ્લો” ફિલ્મ થકી મારું આ સપનું સાકાર થઈ રહ્યું છે. અલગ વિષય- વસ્તુ દર્શાવતી આ ફિલ્મ દર્શકોને જરૂરથી પસંદ આવશે.”
જયેશ મોરે ઉપરાંત ફિલ્મમાં દર્શન પંડ્યા, માઝેલ વ્યાસ, રિષભ જોશી, નીલ ગગદાની, આયુષી ધોળકિયા અને નિધિ શેઠ પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. પરિમલ પટેલ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મના ડાયરેક્ટર નીરજ જોશી છે તથા કો- પ્રોડ્યુસર્સ રોમલ પટેલ અને દર્શિલ પટેલ છે. એક્શન દર્શાવતી આ ફિલ્મમાં એક્શન હનીફ શેખ એ શીખવી છે. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. પાર્થ ભરત ઠક્કરે ફિલ્મનો અવ્વલ દરજ્જાનો બેક ગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે. ભૂમિ ત્રિવેદીના કંઠમાં એક ગીત પણ છે.
ક્રાઇમ, થ્રિલર,એક્શન વગેરેનું મિશ્રણ ધરાવતી આ ફિલ્મ સિનેમાઘરોમાં પ્રસ્તુત થઈ ગયેલ છે.