Gujarat Headline News

જે.જી.આઈ.એસ દ્વારા બે દિવસિય કાર્નિવલનું આયોજન


જે.જી.આઇ.એસ ફીટ ફીએસ્ટા, એક્સ્ટેન્શન્સ અને અરીના ઑફ ક્રિએશન એન્ડ ઇનોવેશનનું આયોજન
પ્રથમ દિવસે ધોરણ ૯ થી ૧૨ અને આઇબીડીપીના વિધાર્થીઓ દ્વારા ફેટ ફીએસ્ટા હતો યોજવામાં આવ્યો હતો
ઓપન હાઉસમાં વૈજ્ઞાનિક તર્કબદ્ધતા, અંકગણિત અને સાહિત્ય ના વિષયો નું પ્રદર્શન રાખવામાં આવેલ
આઇબીડીપી ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન નું કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું


અમદાવાદની જે .જી.ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બે દિવસિય કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં વિધાર્થીઓ દ્વારા ફીટ ફીએસ્ટા, એક્સ્ટેન્શન્સ અને અરીના ઑફ ક્રિએશન એન્ડ ઇનોવેશન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.


અમદાવાદની જે .જી.ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધોરણ ૯ થી ૧૨ અને આઇબીડીપી ના વિધાર્થીઓ દ્વારા ફેટ ફીએસ્ટા યોજવામાં આવ્યો હતો , જેને અંતર્ગત રમતો રાઈડસ, ખાણી- પીણી ના સ્ટોલ્સ, હાથવણાટ ના સ્ટોલ્સ, કલાત્મક વસ્તુઓના સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા. આમાંથી થયેલ નફા માંથી એક હિસ્સો સમાજ કલ્યાણ માટે ફાળવવામાં આવ્યો હતો.


દ્વિતીય દિવસ પ્રિ-પ્રાઇમરી ના વર્ગો દ્વારા એકસ્પ્રેશન્સ અને અરીના ઑફ ક્રિએશન એન્ડ ઇનોવેશન દ્વારા વિવિધ પ્રવૃતિઓ ના માધ્યમ થી વિદ્યાર્થીઓ ની શૈક્ષણિક આવડતો દર્શાવામાં આવી હતી.ઓપન હાઉસમાં વૈજ્ઞાનિક તર્કબદ્ધતા,અંકગણિત અને સાહિત્યના વિષયોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું .

ધોરણ ૫ થી ૮ ના વિધાર્થીઓ દ્વારા વૈજ્ઞાનિક અને તાર્કિક સમજશક્તિ સાથે સાઇન્સ ઇઝ ફન એન્ડ મેથમેજિકા રજૂ કરવામાં આવ્યું હતું.


ફ્યુચર ઝોન માં ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ દ્વારા નવીન વિષયો જેવા કે વિજ્ઞાન અને તકનીકી જ્ઞાન ધંધાર્કીય અને આર્થિક સૂઝબૂઝનું જ્ઞાન આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ એન્ડ ઇન્ટરનેટ આઇ.ટી) રજૂ કરવામાં આવ્યા હતો.
ફન ઝોન માં ધોરણ ૯, ૧૧ અને આઇબીડીપી ના વિધાર્થીઓ દ્રારા તાર્કિક રમતો રાઇડ્સ તેમજ હાથવણાટ ના કલાત્મક સ્ટોલ્સ નું આયોજન હતું.

આઇબીડીપી ના વિદ્યાર્થીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદના સહયોગ થી સમાજસેવા માટે રક્તદાન નું કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.