hits logo
Gujarat Top Stories Uncategorized

હિન્દુસ્તાન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (HITS) ઓનલાઈન એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જાહેર કરી- HITSEEE 2022 & HITSCAT 2022

· 10 સ્કૂલ્સ ઉદ્યોગ સાથે સુસંગત અને સુગમ અભ્યાસક્રમ ધરાવતા 100થી વધુ પ્રોગ્રામ ઓફર કરે છે
અમદાવાદ, તા.29 એપ્રિલ, 2022: હિન્દુસ્તાન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (HITS) તરફથી ઓનલાઈન એન્જિનિયરિંગ પ્રવેશ પરિક્ષા- HITSEEE 2022 & HITSCAT 2022 ની તારીખો જાહેર કરવામાં આવી છે, જેમાં લિબરલ આર્ટસ અને સંલગ્ન સાયન્સ, સ્કૂલ ઓફ લૉ અને અન્ય પ્રોગ્રામ્સનો HITSEEE 2022 સમાવેશ થાય છે. શૈક્ષણિક વર્ષ 2022-2023 માટેની ઓનલાઈન એન્જીનિયરિંગ પ્રવેશ પરિક્ષા બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબકકો 25 મે, 2022થી 30 મે 2022 સુધીનો રહેશે. બીજા તબક્કાની પ્રવેશ પરિક્ષા 16 જૂન, 2022થી 18 જૂન, 2022 સુધી યોજાશે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીને વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.
પ્રથમ તબક્કાનાં અરજીપત્રો સુપરત કરવાની છેલ્લી તારીખ 23 મે, 2022 રહેશે. અને બીજા તબક્કા માટે 12 જૂન 2022 રહેશે. પરિણામો તા. 20 જૂન, 2022ના રોજ જાહેર કરવામાં આવશે અને કાઉન્સેલિંગની વ્યવસ્થા તા.24 જૂન, 2022થી 30 જૂન, 2022 સુધી કરવામાં આવી છે.
1995માં શરૂ થયેલી હિન્દુસ્તાન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (HITS) ડીમ્ડ યુનિવર્સિટી બનનાર છે, જે એન્જિનિયરિંગ ટેકનોલોજી, મેનેજમેટ, આર્કિટેકચર, લિબરલ આર્ટસ, એપ્લાઈડ સાયન્સિસ, ડિઝાઈન, સંલગ્ન હેલ્થ સાયન્સિસ અને લૉ જેવાં ક્ષેત્રોમાં વિવિધ પ્રકારના અંડરગ્રેજયુએટ પ્રોગ્રામ, પોસ્ટ ગ્રેજયુએટ, ડિપ્લોમા પ્રોગ્રામ્સ ઓફર કરે છે. આ સંસ્થા પ્રતિષ્ઠિત હિન્દુસ્તાન ગ્રુપની સંસ્થાઓનો હિસ્સો છે, કે જે ભારતના અને વિદેશના 18,000થી વધુ લોકોની શૈક્ષણિક જરૂરિયાતો પૂર્ણ કરે છે.
HITS 10 સ્કૂલ્સ મારફતે ઉદ્યોગ સાથે સુસંગત અને સુલભ અભ્યાસક્રમ ધરાવતા 100થી વધુ પ્રોગ્રામ્સ અને એડઓન માઈનોર્સ અને સર્ટિફિકેશન ઓફર કરે છે. સંસ્થા ઈન્ડસ્ટ્રી 4.0 રેડી પ્રોગ્રામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ક્લિન એનર્જી, સાયબર સિક્યોરિટી, એવોનિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને મશીન લર્નીંગ જેવા સ્પેશ્યાલાઈઝડ વિષયોમાં એન્જિનિયરિંગની ડીગ્રી ઓફર કરે છે કે જે આ ઉભરતાં ટેકનોલોજીકલ ક્ષેત્રોમાં કુશળ માનવબળની વધતી જતી જરૂરિયાત પૂર્ણ કરે છે.
આ ઉપરાંત HITS તરફથી અભ્યાસનાં તમામ ક્ષેત્રોમાં પ્રોજેકટ આધારિત લર્નિંગની શરૂઆત કરવામાં આવી છે. આનાથી વિદ્યાર્થીઓ સંશોધન અંગે મૂળભૂત છતાં સુસંકલિત અભિગમ ધરાવતું વાતાવરણ પ્રાપ્ત થશે, જે આધુનિક ઉદ્યોગો માટે જરૂરી અદ્યતન ટેકનોલોજીસનો પરિચય કરાવશે.
હિન્દુસ્તાન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ વિદ્યાર્થીઓ માટે ડો. કેસીજી વર્ગીસ સ્કોલરશિપ પ્રોગ્રામ રજૂ કર્યો છે, જે 3 કેટેગરીમાં ઓફર કરવામાં આવે છે. જેમાં HITSEEE & HITSCAT વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવતી (1) મેરીટ સ્કોલરશિપ, -ટ્યુશન ફી વેઈવર સ્કીમ (2) આર્થિક રીતે નબળા હોય તથા શારીરિક રીતે ચેલેન્જડ તેમજ ભૂતપૂર્વ સૈનિકોનાં બાળક હોય તેમને તથા રમતો અને રાજય તથા રાષ્ટ્રીય સ્તરે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઝળકી ઉઠનાર વિદ્યાર્થીઓને મેરીટ કમ મીન્સ સ્કોલરશીપ આપવામાં આવે છે.
HITSને ભારત સરકારના નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ (NAAC) તરફથી 3.3/4ના ગુણાંક સાથે A ગ્રેડનું એક્રિડિટેશન આપવામાં આવ્યુ છે.ભારત સરકારના નેશનલ બોર્ડ ઓફ એક્રિડિટેશને 3.3/4.0 ના ગુણાંક સાથે ભારત સરકારના અનેક વિશેષાધિકાર ઉપરાંત કેટેગરી 2ની શિક્ષણ સંસ્થા જાહેર કરવામાં આવી છે. HITSને નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશને એકેડેમિક ડિજિટાઈઝેશન અંગેના અભ્યાસના ઉત્કૃષ્ટ વાતાવરણ માટે QS I – Gauge E Lead for E – જાહેર કરવામાં આવી છે. HITSને ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કીંગ્ઝમાં સસ્ટેનેબેલ ડેવલપમેન્ટ ગોલ બાબતે ટોચની શિક્ષણ સંસ્થા જાહેર કરાઈ છે. એજ્યુકેશન વર્લ્ડ મેગેઝીને HITSને ઓલ ઈન્ડિયા પ્રાઈવેટ એન્જીનિયરીંગ રેન્કીંગ 2020-21માં 10મું સ્થાન આપ્યું છે. HITSને સંસ્થાકિય ઈનોવેશન સેલની પ્રવૃત્તિઓ માટે ભારત સરકારના MHRDની HEIC દ્વારા ઓલ ઈન્ડિયા અંડર પ્રાઈવેટ યુનિવર્સિટી કેટેગરીમાં ઈનોવેશનની સિધ્ધિઓ (ARIIA) બાબતે, ભારત સરકારના શિક્ષણ વિભાગ તરફથી ટોચની શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને પણ “ઈનોવેશન એન્ડ આંત્રપ્રિનિયોર્શીપ ડેવલપમેન્ટ” માટે અટલ રેન્કીંગમાં 25મો રેન્ક આપવામાં આવ્યો છે. તાજેતરમાં લૉકડાઉન દરમ્યાન HITSને સૌથી વધુ ઓનલાઈન અભ્યાસક્રમો શિખવવા બદલ વિશ્વ વિક્રમ પ્રાપ્ત થયો છે (4,359 વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમને 2,20,745 લેશન પૂરા કર્યા હતા, જેની ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવાઈ છે).

For more information please visit www.hindustanuniv.ac.in

Leave a Reply

Your email address will not be published.