jain press conference
Gujarat Top Stories

મહાવીર જયંતિ પર્વ નિમિત્તે મહાવીર દર્શન માં જૈન શ્વેતામ્બર તેરાપંથ સભા અમદાવાદ દ્વારા મુનિ શ્રી ના સાનિધ્યમા જ્યોતિષ અને વાસ્તુ વિજ્ઞાન નું મહત્વ સમજાવવામાં આવશે

જૈન શ્વેતામ્બર તેરાપંથ સભા અમદાવાદ  દ્વારા મહાવીર જયંતિ પર્વ નિમિત્તે રાજ ભવન અમદાવાદ ખાતે તારીખ 14 એપ્રિલ ના રોજ મુનિ શ્રી કુલદીપ કુમાર જી અને મુનિ શ્રી મુકુલ કુમાર જી દ્વારા ભગવાન મહાવીર ના જીવન થી પ્રેરાઈ ને જ્યોતિષ અને વાસ્તુ વિજ્ઞાન વિશે માહિતી પ્રદાન કરશે. આ સમગ્ર કાર્યક્રમ માં જૈન તેરાપંથ સભા અમદાવાદ ના અધ્યક્ષ શ્રી અશોક જી શેઠિયા અને મંત્રી શ્રી સુનિલ જી બોહરા દ્વારા જાણકારી આપવામાં આવી હતી.


2621 મી મહાવીર જયંતિ નું આયોજન મુનિ શ્રી કુલદીપ કુમાર જી સ્વામી ના સાનિધ્યમાં રાજ ભવન ખાતે થવા જઈ રહ્યું છે. ભગવાન મહાવીર એક વિલક્ષણ મહાપુરુષ અને મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા અને તેમના આદર્શો ની અને એમની વાણી માં છુપાયેલ રહસ્યોની જ્યોતિષ અને વસ્તુ વિજ્ઞાન ના સંદર્ભ માં વિશેષ રૂપે ચર્ચા અને પ્રવચન કરવામાં આવશે અને એવા સૂત્રો ની જાણકારી આપવામાં આવશે જેના થકી વ્યક્તિ તેમના જીવનમાં આવનારી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ જેમકે માનસિક, શારીરિક, આર્થિક કે ભાવનાત્મક સમસ્યાઓનું સમાધાન બતાવવામાં આવશે અને તેના સૂત્ર પણ આપવામાં આવશે અને જ્યોતિષ અને વાસ્તુના સંદર્ભ માં કાર્યક્રમો થશે અને તેનું પ્રથમ ચરણ ભગવાન મહાવીર ની વાણી ના રૂપ માં આવતીકાલે મુનિ શ્રી ના સાનિધ્યમાં આયોજન થવા જઈ રહ્યું છે.

તેરાપંથ ધર્મ સંઘ આચાર્ય શ્રી મહાશ્રમણજી ના નિર્દેશ અનુસાર સમગ્ર ભારત દેશમાં તેમના માર્ગદર્શનમાં વિવિધ રૂપમાં અહિંસા, અનેકાંત, આદ્ય સિદ્ધાંતો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે અને દેશભર માં ભગવાન મહાવીર ના રૂપમાં તેમના જીવન ને સમજવાનો સાર્થક પ્રયાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.