આજના ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ સંચાલિત સન ૨૦૨૨-૨૩ તથા ૨૦૨૩-૨૪ (બે વર્ષ)ના પુરસ્કાર વિતરણ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે માનનીયશ્રી પરિમલભાઈ નથવાણી હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાન પરિમલભાઈ નથવાણીનું સંસ્થા, હોદ્દેદારો અને ખેલાડીઓ તથા આમંત્રીત મહેમાનો દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.

આ સમારંભમાં માનનીયશ્રી જયભાઈ શાહએ ક્રિકેટ ક્ષેત્રે કરેલ કામગીરી અને તેઓનો ક્રિકેટ ક્ષેત્રે આપેલ યોગદાનને સૌએ તાળીઓના ગળગાળાટથી બિરદાવેલ હતી અને તેઓશ્રીએ ક્રિકેટ અને ક્રિકેટરોની સગવડમાં વધારો કરેલ છે. સી.બી.સી.એ.ને માર્ગદર્શન તેમજ સંપૂર્ણ સાથ અને સહકાર તેઓ તરફથી મળી રહેલ છે.

આ સમારંભમાં માનનીયશ્રી નરહરીભાઈ અમીને પણ હાજરી આપેલ હતી. આ સમારંભમાં મુખ્ય મહેમાનશ્રી પરિમલભાઈ નથવાણીએ ખેલાડીઓ અને આમંત્રીત મહેમાનોને ખૂબજ પ્રોત્સાહિત કર્યા હતા. અને તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.


સન ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ના તમામ વિજેતા ટીમો અને ખેલાડીઓની યાદી આ સાથે સામેલ કરેલ છે.