Business Gujarat Headline News Top Stories

2025 વોલ્વો XC90 ફેસલિફ્ટ અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં લોન્ચ, કિંમત રૂ. 1.03 કરોડ

અમદાવાદ, 2025: સ્વીડિશ પ્રીમિયમ કાર નિર્માતા વોલ્વોએ તેની ફ્લેગશિપ 2025 Volvo XC90 ફેસલિફ્ટ ભારતીય બજારમાં રૂ. 1.03 કરોડ (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમતે લોન્ચ કરી છે. આ નવું મોડલ જૂના વર્ઝન કરતાં થોડું વધુ કિંમતી છે અને તેમાં અનેક ડિઝાઇન તથા ટેકનોલોજીકલ અપગ્રેડ કરવામાં આવ્યા છે.

આ વખતે XC90 સંપૂર્ણપણે નવી ડિઝાઇન અને સારી ટેકનોલોજી સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. વધુમાં, તેમાં 2.0-લિટરનું નવું ‘મિલર એન્જિન’ પણ આપવામાં આવ્યું છે, જે તેને પહેલા કરતા વધુ શક્તિશાળી બનાવે છે. તેમાં ક્રોમ એલિમેન્ટ સાથે નવી ડિઝાઇનની ગ્રીલ છે. તેની બંને બાજુ આકર્ષક LED હેડલાઇટ્સ છે અને વધુ આધુનિક થોર હેમ્પર્ડ શેપના LED DRL છે. તેના બમ્પરને અપડેટ કરવામાં આવ્યું છે.

સાઇડ પ્રોફાઇલમાં ટ્રેડિશનલ પુલ-ટાઇપ ડોર હેન્ડલ્સ, બોડી કલર્ડ આઉટસાઇડ રીઅરવ્યુ મિરર્સ (ORVm) અને સિલ્વર રૂફ રેલ્સ છે. આ કારમાં નવા 21-ઇંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. પાછળના ભાગમાં, નવા ડિઝાઇન કરેલા બમ્પરમાં નવા ડિઝાઇન કરેલા LED ટેલલાઇટ એલિમેન્ટ સાથે આડી લેઆઉટમાં સ્થિત ક્રોમ સ્ટ્રીપ છે.

ભારતમાં લોન્ચ થયેલ XC90 હવે હળવા હાઇબ્રિડ ‘મિલર એન્જિન’ સાથે આવે છે. આ B5 એન્જિન ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમથી સજ્જ છે અને 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ દ્વારા પાવર ટ્રાન્સફર કરે છે. આ SUV 2.0-લિટર, ચાર-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે જે 246.5 bhp પાવર અને 360 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ હળવા હાઇબ્રિડ એન્જિનને 48-વોલ્ટ ઇલેક્ટ્રિક મોટર સાથે જોડી દેવામાં આવ્યું છે, જે તેને વધુ કાર્યક્ષમ બનાવે છે.

SUVનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 238 mm છે, પરંતુ એર સસ્પેન્શન સાથે તે 267 mm સુધી વધી જાય છે. તેની લંબાઈ 4,953 મીમી, પહોળાઈ 1,931 મીમી અને ઊંચાઈ 1,773 મીમી છે. સાઇડ મિરર્સ સાથે તેની કુલ પહોળાઈ 2,140 mm છે, અને વ્હીલબેઝ 2,984 mm આપવામાં આવ્યો છે.

આ SUVમાં 12.3-ઇંચ ડ્રાઇવર ડિસ્પ્લે, 11.2-ઇંચ ફ્રીસ્ટેન્ડિંગ ટચસ્ક્રીન અને 19-સ્પીકર બોવર્સ અને વિલ્કિન ઓડિયો સિસ્ટમ જેવા ફીચર્સ મળશે. તેમાં કલર્ડ હેડ-અપ ડિસ્પ્લે, વેન્ટિલેશન અને મસાજ ફંક્શન સાથે પાવર્ડ સીટો, પેનોરેમિક સનરૂફ, સેકન્ડ અને થર્ડ રો પેસેન્જર માટે એસી વેન્ટ સાથે 4-ઝોન ઓટો એસી જેવી સુવિધાઓ આપી શકાય છે.

વોલ્વોએ SUV ની રાઇડ ગુણવત્તામાં પણ સુધારો કર્યો છે. તેમાં ફ્રીક્વન્સી સિલેક્ટિવ ડેમ્પિંગ ટેકનોલોજી, વધુ સારું સાઉન્ડ ઇન્સ્યુલેશન અને વધુ સ્ટોરેજ વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે. તેના આંતરિક ભાગમાં સોનેરી હેડલાઇનિંગ, ગ્રે એશ ડેકોર, ચારકોલ ફિનિશ્ડ સ્ટીયરિંગ વ્હીલ, ક્રિસ્ટલ ગિયર શિફ્ટ, નપ્પા લેધર અપહોલ્સ્ટરી, એક્સક્લુઝિવ ટેક્સટાઇલ ફ્લોર મેટ્સ અને એલુમીનેટેડ  સિલ મોલ્ડિંગ્સ જેવા લકઝરી એલિમેન્ટ્સ છે.

વોલ્વો હંમેશા સલામતી માટે જાણીતી રહી છે અને XC90 માં પણ આ વાત ધ્યાનમાં રાખવામાં આવી છે. સેફ્ટી માટે, કારમાં મલ્ટીપલ એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, હિલ ડિસેન્ટ કંટ્રોલ અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવા ફીચર્સ આપી શકાય છે. આ ઉપરાંત, કારમાં લેવલ-2 એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) પણ આપી શકાય છે, જેમાં લેન કીપ આસિસ્ટ અને ક્રુઝ કંટ્રોલ ઉપલબ્ધ થઈ શકે છે. 2025 વોલ્વો XC90 માં પાર્ક આસિસ્ટ ફંક્શન સાથે આગળ, પાછળ અને બાજુના પાર્કિંગ સેન્સર હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.