વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે
આજે કર્ણાવતી ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં મુખ્યત્વે કુંભમેળા સંદર્ભે તેમજ સરકારી નિયંત્રણ થી મંદિરો ને મુક્ત કરવાં સહિતના સાંપ્રત વિષયને લઈને પત્રકારો સાથે વાત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે 13 જાન્યુઆરીથી મહાકુંભનો પ્રારંભ થશે જેમાં 20 કરોડથી પણ વધારે હિન્દુ સમાજ પોતાની જાતિ, વંશ ,મતાંતર ભૂલી ગંગાના સંગમમાં ડૂબકી લગાવી વિશ્વને સમરસતાનો સંદેશ આપશે, વસંત પંચમી તથા મહાશિવરાત્રીના દિવસે ત્રણ કરોડથી પણ વધારે શ્રદ્ધાળુ સ્નાન કરવા આવે તેવી સંભાવના છે, આ માટે તેમને રહેવા જમવાની વ્યવસ્થા ભારત ભરમાંથી સેવાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે, કુંભ સ્નાન તે હિન્દુ ધાર્મિકતા અધ્યાત્મિકતા નો મોટો પર્વ છે, કુંભ તે હિન્દુ ધર્મનું માર્ગદર્શન એકત્રિકરણ, ઉપાસનાનું મોટું પર્વ છે, વી.એચ.પી અનેક વર્ષોથી કુંભમેળામાં પોતાનું કાર્ય કરી રહ્યું છે, તેમ જ પ. પુ. સંતોના માર્ગદર્શન મંડળની સૂચના મુજબ હિંદુ સમાજલક્ષી કાર્ય અને વ્યવસ્થાઓ કરી રહ્યું છે. 25 જાન્યુઆરી સંતોના કેન્દ્રીય માર્ગદર્શન મંડળની બેઠક કુંભમાં પૂર્ણ થશે, જેમાં હિંદુ સમાજની સાંપ્રત પરિસ્થિતિ, હિન્દુ સમાજ સામે આવી રહેલી ચૂનોતી અને હિન્દુ સમાજને આજની આવશ્યકતા, સંતો અને ધર્મચાર્ય આ વિષય ઉપર ચર્ચા કરશે ,મત-મતાતર, વિશ્વમાં ભોગવાદ ની પરિસ્થિતિ, હિન્દુ પરિવાર તૂટવા ,હિન્દુ યુવાનો ડ્રગ્સ જેવા વ્યસનોના રવાડે ચડી જવા, ગૌહત્યા તેમજ ક્રિશ્ચન મશીનરી દ્વારા મતાંતર, તથા ષડયંત્ર પુર્વક રીતે હિન્દુ સમાજને જ્ઞાતિ જાતિ પંથ સંપ્રદાયના નામે તોડવા સંઘર્ષ કરાવો વગેરે વિષયોનું ચિંતન કરવામાં આવશે.
આ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા અખંડિતતા કેવી રીતે બની રહે, તથા હિન્દુ સમાજ ચૂનોતી અને પડકારો સામે કેવી રીતે ઉભો રહેશે, વગેરે વિષય ઉપર ચિંતા થશે આ કુંભમાં હજારો યુવા સંતોનું પણ સંમેલન થશે હજારો સાધ્વીજીઓનું પણ સંમેલન થશે ,વી.એચ.પી દ્વારા દેશના દરેક રાજ્યોમાં સંતોનો પ્રવાસની યોજના બનાવવામાં આવશે કુંભ થયેલી ચર્ચા ફક્ત ચર્ચા ના રહી જતા ઘરે ઘરે સંતો પહોંચી હિંદુ સમાજની સાંપ્રત પરિસ્થિતિની ચર્ચા કરશે ગૌરક્ષા વિષય ઉપર પણ સંમેલન યોજવામાં આવશે ગૌરક્ષા ગૌસંવર્ધન, ગૌઆધારિત ખેતી વિષય ઉપર વિશેષ ચર્ચા અને ચિંતા કરવામાં આવશે॰ ભારતમાં 11 કરોડ જનજાતિ સમુદાય 700 થી વધારે જનજાતિ છે જેમને વી.એચ.પીના પ્રયાસથી કુંભમાં સ્નાન કરવાનું પ્રારંભ ર્ક્યુ છે.
જેમાં પ. પુ. સંતો સાથે નિશ્ચિત દિવસોમાં કુંભસ્નાનની યોજના બનાવવામાં આવશે દક્ષિણ ભારત પૂર્વતર ભારત ,નાગાલેન્ડ, ત્રિપુરા,અરુણાચલ પ્રદેશ ના તથા બૌદ્ધ સંતો પણ કુંભમેળામાં સ્નાન કરવા આવશે તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે, તથા વિશ્વના 30 દેશો સહિત ભારતના દરેક રાજ્યમાંથી હજારો વીએચપીના કાર્યકર્તાઓ કુંભ સ્નાન તથા વ્યવસ્થામાં જોડાશે. તે ઉપરાંત બાંગ્લાદેશની સાંપ્રત પરિસ્થિતિ, અને સ્વામિ ચીનમયાનંદજી ની ધરપકડને વખોડતા મિલિન્દજીએ સ્વામીજી અને ત્યાં વસતા હિંદુઑ ની રક્ષા માટે યુ.એન અને ભારત સરકારને તાત્કાલિક પગલાં ભરવા વિનતિ કરી છે. વધુમાં વાત કરતાં તેમણે જણાવાયું હતું કે દેશા સ્વતંત્ર થયું છે પણ આજના દિવસે પણ હિંદુ મંદિરો સ્વતંત્ર થયા નથી, હિંદુ મંદિરો પર સરકારી નિયંત્રણો હટાવીને મંદિરોને મુક્ત કરવાં માટેની અમે વર્ષોથી માંગણી કરી રહ્યા છે, જેના અનુસંધાને હવે મંદિરો ની સરકારી નિયંત્રણ થી મુક્ત કરાવવા માટેની પ્રથમ મુવમેંટ વિહિપ દ્વારા 5 જાન્યુઆરી ના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડાથી શરૂ કરવાં જઈ રહ્યું છે જેમાં 13 હજાર ગામડાઓમાં થી લખોની સંખ્યામાં હિંદુ સમાજનો સંમેલન મળવા જઈ રહ્યું છે જેમાં દેશ આઝાદ થયા હોવા છતાં પણ હજુ હિન્દુ મંદિર ઉપર સરકારના નિયંત્રણ છે તેને મુક્ત કરવા માટેની ચર્ચા અને આગામી યોજના નક્કી કરવાંમાં આવશે.