Gujarat Header Slider Top Stories

11મી જાન્યુઆરી ના રોજ કુશાભાઉ કમ્યુનિટી હોલ CTM ખાતે મફત મેડિકલ કેમ્પ અને ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રક્ટીશનર્સ એસોસિએશનના ડૉક્ટર સેમિનાર યોજાયો

11મી જાન્યુઆરી : અમદાવાદ: 600થી વધુ દર્દીઓ એ આ કેમ્પમાં લાભ લીધા ઇલેક્ટ્રો હોમિયોપેથી એ ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ, વૈજ્ઞાનિક અને નિર્દોષ સારવાર પદ્ધતિ છે. મોર્ડન મેડિસિનમાં અસાધ્ય કહેવાતા ઘણા બધા રોગોની સરળ તેમજ સચોટ સારવાર આ પદ્ધતિ દ્વારા શક્ય છે. શ્રી હર્ષ મૌર્ય – નેશનલ પ્રેસિડેન્ટ એ જણાવ્યું કે અમારું એસોસિએશન 1998 ની સાલથી ઇલેક્ટ્રો હોમિયોપેથી ના પ્રચાર પ્રસાર અને તેના વિકાસ માટે નાના-મોટા મફત સારવાર કેમ્પો તેમજ પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરીને જનતા જનાર્દનની સેવા કરી રહ્યુ છે.

આ સારવાર પદ્ધતિના જનક ડોક્ટર કાઉન્ટ સીઝર મૈટી સાહેબ ના 216 માં જન્મદિવસની ઉજવણીની નિમિત્તે અમે એકવાર ફરી એક વિશાળ મફત નિદાન અને સારવાર કેમ્પ તેમજ પ્રશિક્ષણ શિબિર નુ આયોજન કરવા જઈ રહ્યા છીએ. જેની વિગત નીચે મુજબ છે.

1. આ સારવાર કેમ્પમાં 700 કરતા પણ વધુ દર્દીઓની બીમારીઓ નું મફત નિદાન કરી ઇલેક્ટ્રો હોમિયોપેથિક દવાઓ પણ મફત આપવામાં આવશે.

2. પ્રશિક્ષણ શિબિરમાં (સેમિનાર) માં આખા ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોમાંથી લગભગ 400 જેવા ઇલેક્ટ્રો હોમિયોપેથિક ચિકિત્સકો હાજરી આપશે.

૩. આ શૈક્ષણિક સેમિનારમાં ઇલેક્ટ્રો હોમિયોપેથી માં પ્રેક્ટિસ, માર્ગદર્શન તેમજ રોગો ઉપર સારવાર વિશે પ્રશિક્ષણ આપવામાં આવશે.

4. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ના તારીખ 25 નંબર 2003 ના आहेश संध्या .R 14015/25/96-U&H(R)Dated 25 November 2003 अने तारी 5 मे 2010 ના આદેશ સંખ્યા V.25011/276/2009-HR ના આધારે સમસ્ત ભારતમાં ઇલેક્ટ્રો હોમીપેથીનું પ્રચાર પ્રસાર શિક્ષણ તેમજ પ્રેક્ટિસ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.