Gujarat Uncategorized

ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે.. નું ટ્રેલર લૉન્ચ કરાયું

BY DARSHANA JAMINDAR

  • 8 જુલાઇના રોજ“સૈયર મોરી રે..” ફિલ્મ થશે રીલિઝ
  • ગ્રામ્ય વિસ્તારમાં પાંગરતી પ્રેમ કહાનીને રજૂ કરે છે ફિલ્મ

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કેટલાક વણસ્પર્શ્યાવિષયને આવરી લઇ નવા ઉદાહરણો પુરા પાડી રહી છે. આ ગુજરાતી ફિલ્મોની યાદીમાં હવે અપકમિંગ ગુજરાતી ફિલ્મ “સૈયર મોરી રે..”નું નામ જોડાવા જઇ રહી છે. “સૈયર મોરી રે..” ફિલ્મનું હાલમાં જ રજૂ કરાયેલા ટીઝરે દર્શકો તરફથી ખૂબ જ બહોળો પ્રતિસાદ મેળવ્યો છે. ત્યારે ખૂબ જ આતુરતાથી રાહ જોવાઇ રહેલા ફિલ્મ“સૈયર મોરી રે..”ના ટ્રેલરને આજે લૉન્ચ કરવામાં આવ્યું, જેને ગુજરાતી સિનેમાના જાણીતા નામો દ્વારા ખૂબ જ વખાણવામાં આવી રહ્યું છે.

ગુજરાતના સૌથી યંગ પ્રોડ્યુસર્સ કારિયા બંધુ પૈકી એક એવા જય કારિયા ઓસ્ટ્રેલિયામાં ગાયક તરીકે જાણીતા છે, જ્યારે મીત કારિયા આંતરરાષ્ટ્રીય બેકગ્રાઉન્ડ ધરાવે છે જેઓએ પોતાની આગામી ફિલ્મ “સૈયર મોરી રે..”ના ટ્રેલર લૉન્ચ પ્રસંગે જણાવ્યું હતુ કે “સૈયર મોરી રે..” ફિલ્મને પ્રોડ્યુસ કરવા પાછળનો હેતુ આજની યુવા પેઢીને આ ફિલ્મના માધ્યમથી ગુજરાતી લાગણીઓ અને પરંપરા સાથે પરિચય કરાવી તેની મહત્વતાનો સંદેશ પહોંચાડવાનો રહેલો છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અર્બન અને રૂરલ ફિલ્મો વચ્ચે સેતુ તરીકેની અનોખી ઓળખ બનાવનાર પ્રોડક્શન હાઉસ‘કે બ્રધર્સ મોશન પિક્ચર્સ’ના બેનર હેઠળ નિર્મિત “સૈયર મોરી રે..” ફિલ્મને વિશાલ વાડા વાલા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. તો ફિલ્મના રાઇટર કપિલ સાહેત્યા છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી આગવી ઓળખ ઉભી કરનાર મયુર ચૌહાણ ઉર્ફે માઇકલ અને યુક્તિ રાંદેરિયા મુખ્ય પાત્રમાં જોવા મળશે. તો ફિલ્મમાં મેહુલ દેસાઇ, મયુર સોનેજી, મેહુલ ભિલ, જાહ્નવી પટેલ સહિતના અન્ય કલાકારો વિવિધ પાત્રોમાં જોવા મળશે. સંગીતકાર કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિત ફિલ્મને સંગીત આપ્યું છે, જેમાં જાણીતા ગાયક જીજ્ઞેશ કવિરાજ, ઉમેશ બારોટ, અભય જોધપૂરકર, ઈશાની દવે સહિતના ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે.

“સૈયર મોરી રે..”ના ટ્રેલર લૉન્ચ પ્રસંગે ગુજરાતના સૌથી યુવા પ્રોડ્યુસર મીત કારિયા અને જય કારિયા, ડાયરેક્ટર વિશાળ વાડા વાલા,કલાકારો મયુર ચૌહાણ, યુક્તિ રાંદેરિયા સહિતના ફિલ્મ સાથે સંકળાયેલાલોકો ઉપસ્થિત રહ્યાં હતા.

“સૈયર મોરી રે..” ફિલ્મ ગ્રામીણ વિસ્તારમાં પાંગરતા પ્રેમની કથા લઇને આવે છે. જેમાં ફિલ્મના નાયક હરી અને નાયિકા લીલાની પ્રેમ કહાણી છે. ફિલ્મ “સૈયર મોરી રે..” ફિલ્મ 8 જુલાઇના રોજ સમગ્ર ગુજરાતમાં રીલિઝ થવા જઇ રહી છે. 

Leave a Reply

Your email address will not be published.