અમદાવાદ, ફેબ્રુઆરી, 2025: અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને સત્તાવાર રીતે લોંચ કર્યો હતો. સકલ એપાર્ટમેન્ટનું રિડેવલપમેન્ટ વર્ષો જૂના રેસિડેન્શિયલ કોમ્પલેક્સને પ્રીમિયમ હાઇ-રાઇઝ ડેવલપમેન્ટમાં પરિવર્તિત કરશે, જેમાં ચાર બિલ્ડિંગ 12 માળ અને ચાર બિલ્ડિંગ 13 માળની છે.
આ પ્રોજેક્ટ 246 વર્તમાન રહેવાસીઓ માટે લાઇફસ્ટાઇલ અપગ્રેડ સુનિશ્ચિત કરશે, જેઓ પ્રોજેક્ટ પૂર્ણ થવા ઉપર વધુ વિશાળ અને આધુનિક ઘર પ્રાપ્ત કરશે. જીવન ધોરણમાં સુધારો કરવાની સ્વરા ગ્રૂપની કટીબદ્ધતાના ભાગરૂપે 1 બીએચકે ઘર માલિકોને 2 બીએચકે યુનિટ અપાશે તેમજ 2 બીએચકે ધરાવતા ઘર માલિકોને 3 બીએચકેમાં અપગ્રેડ મળશે. આ પ્રોજેક્ટમાં ક્લબહાઉસ, જિમનેશિયમ, ગાર્ડન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, સમર્પિત પાર્કિંગ સહિતની અત્યાધુનિક સુવિધાઓ પ્રદાન કરાશે, જે ઘર માલિકોને ભવ્ય અને ઉત્કૃષ્ટ જીવનશૈલીનો અનુભવ પ્રદાન કરશે.
સમગ્ર પ્રોજેક્ટ 13,300 ચોરસ યાર્ડમાં ફેલાયેલો છે, જે નારણપુરામાં સૌથી મોટા ખાનગી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૈકીનો એક છે. આ પ્રોજેક્ટનું બાંધકામ ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની આશા છે, જેમાં કુલ 376 રેસિડેન્શિયલ યુનિટ હશે. આ પ્રોજેક્ટ વિશે પ્રતિક્રિયા આપતાં સ્વરા ગ્રૂપના સ્થાપક અને ચેરમેન કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ આધુનિક, સુઆયોજિત રેસિડેન્શિયલ સ્પેસ વિકસિત કરવાના અમારા અમારા વિઝનને અનુરૂપ છે, જે રહેવાસીઓની જીવનશૈલીમાં નોંધપાત્ર ઉમેરો કરે છે.
અમારામાં વિશ્વાસ કરવા બદલ અમે સકાલ એપાર્ટમેન્ટના તમામ સદસ્યોના આભારી છીએ. તેમને રિડેવલપમેન્ટ માટે સહમત કરવામાં અમને દોઢ વર્ષનો સમય લાગ્યો અને આ પ્રોજેક્ટની કામગીરી શરૂ થવા અંગે અમે ઉત્સાહિત છીએ. અમદાવાદ વર્ષ 2036માં ઓલમ્પિકનું આયોજન કરવા માટે સજ્જ બની રહ્યું છે ત્યારે શહેરના વિકાસમાં પ્રોજેક્ટ રિડેવલપમેન્ટનું યોગદાન ખૂબજ ઉપયોગી બની રહેશે. અમે શહેરના બદલાતા લેન્ડસ્કેપમાં અમારું યોગદાન આપવા માટે કટીબદ્ધ છીએ.
આ પ્રસંગે એમએલએ જીતુ પટેલ (ભગત) તથા અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલા, આમંત્રિત મહેમાનો તેમજ સકલ એપાર્ટમેન્ટના સદસ્યોની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટનું હોર્ડિંગ લોંચ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે સ્વરા ગ્રૂપે અમદાવાદ શહેરના મુખ્ય વિસ્તારોમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે તથા શહેરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં નવા બેંચમાર્ક સ્થાપિત કર્યાં છે.
છેલ્લાં સાત વર્ષમાં કંપનીએ પાલડી, ઉસ્માનપુરા, આંબાવાડી, નવરંગપુરા અને પરિમલ જેવાં વિસ્તારોમાં સાત પ્રોજેક્ટ્સ હાથ ધરીને 1,000થી વધુ ઘરોની ડિલિવરી કરી છે, જેમાં 2 બીએચકે યુનિટથી લઇને લક્ઝુરિયસ 4 બીએચકે યુનિટ સામેલ છે. આ ઉપરાંત વધુ પાંચ પ્રોજેક્ટ્સની કામગીરી પૂર્ણતાને આરે છે તથા ચાર ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને પાંચ વધુ પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે, જે શહેરના ઝડપથી વિકસતા રિયલ એસ્ટેટ માર્કેટમાં સ્વરા ગ્રૂપની ઉપસ્થિતિને વધુ મજબૂત કરશે.