ઓછો હયાતિ દર, વધુ ઉપચાર સંબંધી ગૂંચ અને સંભાળનો ઉચ્ચ એકંદર ખર્ચ અપૂરતા અને અપરિપક્વ કેન્સરના ઉપચારનાં ગંભીર પરિણામો છે. વૈશ્વિક સ્તરે વહેલા નિદાનને મહત્ત્વપૂર્ણ જાહેર સ્વાસ્થ્ય નીતિ બનાવીને વહેલામાં વહેલા સુચારુતા તબક્કામાં ઉપચાર શરૂ કરીને કેન્સર હયાતિ દર વધારી શકાય છે. ઘણા બધા કેન્સર માટે ઘટના અને મોર્ટાલિટી દર તપાસના પ્રયાસોને લીધે મુખ્યત્વે ઓછો થયો છે. દર વર્ષે 4થી ફેબ્રુઆરીના રોજ દુનિયાભરના લોકો વર્લ્ડ કેન્સર ડે પર રોગ વિશે ચર્ચા કરવા અને આ બીમારીની વહેલી ઓળખ, ઉપચાર અને તેની નાબૂદીમાં તેઓ કઈ રીતે મદદરૂપ થઈ શકે તે વિશે ચર્ચા કરવા એકત્ર આવે છે.
આ વર્ષે વર્લ્ડ કેન્સર ડે 4 ફેબ્રુઆરી, 2023ના રોજ આવતો હોઈ સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અને સર્જન હેલ્થ કેફેના સેંકડો સ્વયંસેવકોની સમર્પિતતા અને ટેકાને લીધે ભવ્ય સફળ બની રહેવાની આશા છે. આ સમયે નિષ્ણાત વક્તાઓ ડો. દર્શના ઠક્કર (વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ), ડો. નેહા શાહ (હેડ રેડિયોલોજી અને ઈમેજિંગ, સ્ટર્લિંગ હોસ્પિટલ્સ), ડો. પૂજા નંદવાની પટેલ (હેડ રેડિયેશન ઓન્કોલોજી- સ્ટર્લિંગ હોસ્પિટલ્સ) અને ડો. જયેશ પ્રજાપતિ (કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજી, સ્ટર્લિંગ હોસ્પિટલ) કેન્સરના ઉપચાર અને પ્રતિબંધને આલેખિત કરશે. તેઓ ખાસ એ અધોરેખિત કરશે કે મેમોગ્રાફીથી લક્ષણો પ્રત્યક્ષ દેખાવા પૂર્વે જ કેન્સર હોઈ શકે છે તેવા સ્તનના વિકારોની વારૃંવાર શોધ કરી શકે છે. તેઓ કેન્સરને સાજો કરવા, તેને ફરીથી ઉદભવવાનું નિવારવા અને તેની વૃદ્ધિ રોકવા અને ઘટાડવા માટે રેડિયેશન થેરપીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે પણ જણાવશે. મુખ્ય વક્તાઓ ઈમ્યુનોથેરપી, કેમોથેરપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનાં સાધનો અને ગાંઠના નિદાન અને ઉપચાર વઇશે પણ ચર્ચા કરશે. મુખ્ય હેતુ સ્તન કેન્સરની સફળતાનું મહત્ત્વપૂર્ણ ઘટક વહેલું નિદાન છે તે સૂચવવાનું છે.
ડો. સિમરદીપ સિંહ ગિલે (એમડી એન્ડ એમ્પ, સીઈઓ, સ્ટર્લિંગ હોસ્પિટલ) જણાવ્યું હતું કે “કેન્સરનું નિદાન વહેલા તબક્કામાં થવા પર સફળ ઉફચારની ઉત્તમ તક આપે છે. દરેક વ્યક્તિની કેન્સરને કારણે આવતા ભાવનાત્મક અને શારીરિક ફેરફારોનો સામનો કરવાની પોતાની રીત હોય છે. જોકે આરંભમાં કેન્સરનું નિદાન થાય ત્યારે શું કરવું જોઈએ એ જાણવાનું મુશ્કેલ બની શકે છે. કેન્સરનું નિદાન કાયમી ધોરણે વ્યક્તિનું જીવન બદલી શકે છે. અમને આશા છે કે આ એકત્રિત પ્રયાસો થકી કેન્સરની સંભાળમાં અંતર દૂર કરવાની જરૂર પ્રત્યે વૈશ્વિક જાગૃતિ ફેલાશે.”
ડો. નેહા શાહ (હેડ, રેડિયોલોજી અને ઈમેજિંગ, સ્ટર્લિંગ હોસ્પિટલ્સ) કહે છે, “આ એકત્રિત પ્રયાસો કેન્સર સંભાળ અને સંશોધનમાં વૈવિધ્યતાને પ્રમોટ કરવા અને તેમાં ભંડોળ આપવા માટે છે. મોટા ભાગની મહિલાઓ સ્તન કેન્સરનું વહેલું નિદાન કરવા માટે મેમોગ્રામ્સ પર આધાર રાખે છે. આમ છતાં ઘણી બધી મહિલાઓ તેની અવગણના કરે છે અથવા તેને ટાળે છે. તમારા ડોક્ટર તમારી ઉંમરને આધારે દર એક કે બે વર્ષે મેમોગ્રામ કરાવીને સમયાંતરે તમારા સ્તનની તુલના કરી શકે છે. ઉપરાંત અન્ય પરીક્ષણો માઈક્રોસ્કોપિક ટિશ્યુ વિકારો શોધવામાં મદદ કરી શકે છે, જે કેન્સરનું વહેલું સૂચન કરી શકે.”
ડો. પૂજા નંદવાની પટેલ (હેડ, રેડિયેશન ઓન્કોલોજી- સ્ટર્લિંગ હોસ્પિટલ્સ) કહે છે, “આ કાર્યક્રમ મહિલાઓને તેમના સ્વાસ્થ્યને અગ્રતા આપવા અને જાગૃતિ સત્રમાં હાજરી આપવા અનુરોધ કરવા તૈયાર કરાયો છે. આને કારણે સામાન્ય કેન્સર અને તેમના પ્રતિબંધ સંબંધમાં તેમને વધારાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. કેન્સર મૃત્યુનું મુખ્ય કારણ બની શકે છે. આથી આ ઉપક્રમનો મુખ્ય હેતુ આ રોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે અને તેની સાથે સંકળાયેલી સામાજિક આભડછેટ દૂર કરવાનો છે. “
ડો. જયેશ પ્રજાપતિ (કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજી સ્ટર્લિંગ હોસ્પિટલ) કહે છે, “પરીક્ષણોથી સ્વસ્થ લોકોમાં પણ લક્ષણો ઉદભવે તે પૂર્વે કેન્સર હોય તો જાણવા મળી શકે છે. વહેલું નિદાન લક્ષણાત્મક દર્દીને શોધી કાઢે છે. મોટા ભાગના લોકોને કેન્સરના નામથી પણ ડર છે. ઘણા બધા કેન્સર હવે રોકી શકાય છે. ટેકનોલોજી, નિદાન સાધનો અને જેનેટિક પરીક્ષણોએ કેન્સરના ઉપચારમાં સુધારણા લાવી દીધી હોઈ કોષો કેન્સરયુક્ત બને તે પૂર્વે વહેલું નિદાન કેન્સરના દર્દીઓમાં મરણાધીનતા ઓછી કરવામાં મદદ કરી શકે છે.”
સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડો. દર્શના ઠક્કર કહે છે, “કેન્સર પ્રત્યે જનજાગૃતિ વધારવા દુનિયાભરમાં વર્લ્ડ કેન્સર ડે મનાવવામાં આવે છે. આ દિવસે આ જીવન જોખમી રોગ સાથે સંઘર્ષ કરતા લોકોમાં સહાનુભૂતિ કેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. આ જીવલેણ રોગને દુનિયામાંથી નાબૂદ કરવા અને આ દુનિયાને બહેતર અને સ્વસ્થ રહેવાલાયક સ્થળ બનાવવા માટે બધા જ એકત્ર આવે છે. આનો હેતુ વહેલું નિદાન, ઉપચાર અને અન્ય પાસાંઓ સહિત કેન્સર પ્રત્યે લોકોને માહિતગાર કરવાનો અને જાગૃતિ વધારવાનો છે.”
કેન્સર વિશે આપણી પાસે હવે અગાઉ કરતાં વધુ માહિતી છે. 2030માં સંશોધકોનું માનવું છે કે આ રોગથી લાખ્ખો લોકો જીવ ગુમાવી શકે. આથી બેચેની દૂર કરવા, જ્ઞાન વધારવા, ખોટી માન્યતાઓ દૂર કરવા અને ખોટી આદતો અને પરિપ્રેક્ષ્ય બદલવા આ જાગૃતિ સત્ર જનતામાં કેન્સર પ્રત્યે સાક્ષરતા વધારશે અને મૂંઝવણો દૂર કરશે એવી અપેક્ષા છે.