Gujarat Headline News Recipe Top Stories

સૃષ્ટિ સંસ્થા ખાતે વીસરાતી વાનગીઓની હરીફાઈ યોજાઈ

સૃષ્ટિ સંસ્થા દ્વારા વીસરાતી વાનગીઓની વિશિષ્ટ હરીફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વીસરાઈ રહેલી વાનગીઓને પુનઃ લોકભોગ્ય બનાવવાના ખાસ હેતુથી આ હરીફાઈ સૃષ્ટિ  સંસ્થા ખાતે યોજાઈ.  સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં આપણે ઘઉં ચોખા અને મકાઈથી વિશેષ કોઈ અનાજ ખાતા નથી! ત્યારે આ હરીફાઈમાં 59 મહિલાઓ વિશિષ્ટ ફૂડ ફોર્મ્યુલેશન રજૂ કરી એક નવી દિશા ચીંધે છે.

સૃષ્ટિ પરિસર ખાતે યોજાયેલ આ હરીફાઈમાં 59 બહેનોએ અપ્રચલિત અનાજ અને અપ્રચલિત વનસ્પતિઓમાંથી પરંપરાગત વાનગીઓ બનાવીને રજૂ કરી. 

આ હરીફાઈના જજ તરીકે  (1) દિવ્યા ઠકકર  (2) જિગીષા મોદી (3) આરતી ઠકકર એ સેવાઓ આપી હતી.

હરિફાઈમાં ત્રણ સહભાગીઓ ને મુખ્ય વિજેતા જ્યારે બે સહભાગીઓ આશ્વાસન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.

1) હાર્દિક કુમાર ભટ્ટ,

     વાનગી:  કાંચનારના ફૂલ નું શાક,  વેજીટેબલ બાજરીની ઢોકળી, 

2)  નીના નરેશ દેસાઈ 

       લોલ પંજાબી વાનગી, દેશી ચણા ના લાડુ, 

       વરિયાળી અને મગજતરી ના  બીજની ચીકી

         રાગી બીલીપત્ર, અને તુલસી સુખડી,

3)    બંસી ઠાકર, 

        કોચિયા, મગના વાનવા, મિઠા જળ, ટીખટ, તુજુકી ડીપ 

         પ્રોત્સાહક વિજેતા

4)     જસવંત ભાઈ પ્રજાપતિ 

         ચા ખાંડ વગર ની ચા, શેરડીની ગેનરી ચા, 

5)     વિભા ચાપેનેરિયા, 

          રાગી અખરોટ અને ખજૂરની બરફી,  ગ્લુટેન ફ્રી મોમોજ

          ગ્લ્યુટન ફ્રી ડમપ્લિગ 

*આ હરીફાઈ માં જોવા મળેલ વાનગીઓ*

બાજરીનો હલવો, બાજરી અને સરગવાની સિંગમાંથી કબાબ, સરગવાના ફૂલમાંથી જ્યુસ, રાગી કેળામાંથી ડાર્ક ચોકલેટ, કપુરીયા ખીચિયા, બાજરીની ખીચડી, જુવારના મુઠીયા, રાગીના લાડુ, બાજરી જુવારનો ખીચડો, રવૈયા લીલી ડુંગળીનું શાક, દેશી કાવો, લીલી હળદરનું શાક, ખજૂરનું શાક, રાગી ગાજરનો હલવો, મખાનામાંથી લાડુ,  વિવિધ જાતની ઘેંશ,  મૂંગડો, ગુંદાની સુખડી, થેગની ઘેંશ, કોઠંબાની કાચરી, જુવાર કેક વિથ શંખપુષ્પી, રબડી, રાગીની ખાંડવી, મીલેટ મંગલમ સિઝલર, જુવાર કોદરી વેજ, રાગી મનચુરીયન, કોદરી બાજરીનો કબાબ, જુવાર રાગીના વડા, થાલીપીઠ, આથેલો ગુંદર પાક, દાલમા, ઝુલખા ભાખર, રાગીની સુખડી, કઢી ખીચડી, કોદો મિલેટ,  ઢોકળા રાગી ની સ્મુધી, ગુલાબના લાડુ , કાચનારના ફૂલ નું શાક, લીલા ચણાની મીઠાઈ, જાસુદ પાક, કોદરીના ઢોકળા, લીલા પાંખનું જાદરિયું, આંબલીના પાનની ચટણી, લીલી હળદર ભાખરી, તુરીયાના છાલની ચટણી, આમળાના પેઠા,  મેથીની બરફી; જેવી વાનગીઓ રજૂ થઈ હતી.

સાત્ત્વિક વીસરાતી વાનગીઓનો 22 મો મહોત્સવ તા. 28થી 31 ડિસેમ્બર 2024 દરમ્યાન સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ માં 400 વાનગીઓ રજૂ થવાની છે.  શહેરમાંથી પચાસ હજારથી વધુ લોકો સ્વાદ માણવા પધારશે. વિસરાતી વાનગીઓના મહોત્સવ માં 90  જેટલા ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો  પોતાના ખેતરમાં ઉગાડેલ બિન રાસાયણિક ખેત ઉત્પાદનોનું વેચાણ કરશે. અહીં બાળકોના સર્જનાત્મક વિચારોની હરીફાઈ નું પણ આયોજન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત અનેક બાળ રમતોનું આયોજન કર્યું છે. ગુજરાત ઉપરાંત અન્ય આઠ રાજ્યોના સ્ટોલ પણ અહી હશે.

Leave a Reply

Your email address will not be published.