ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાનના પ્રચારને માત્ર હવે એક દિવસ બાકી રહ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓ મતદારો સ્ટારપ્રચારકો મેદાને ઉતારી રહ્યા છે. સુરત પૂર્વ બેઠકના પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલને મેદાને ઉતાર્યા હતા. પરેશ રાવલે હિન્દુત્વના મુદ્દાને આગળ કરી કોંગ્રેસ અને આપને બેફામ રીતે આડે હાથ લીધા હતા. ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલ આજે ચૂંટણી પ્રચાર અર્થે સુરતમાં આવ્યા હતા. સુરતમાં 159 સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં જાહેર સભા સંબોધી હતી. જેમાં તેના તમામ વક્તવ્યમાં માત્ર હિન્દુત્વનો જ મુદ્દો ગુંજ્યો હતો. પરેશ રાવલે હિન્દુત્વના મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. જાહેર મંચ પરથી જણાવ્યું કે અત્યાર સુધી હિન્દુ દેખાયા નહીં ને હવે ભાજપને જોઈ કોંગ્રેસને હિન્દુ યાદ આવી રહ્યા છે. તેમના પક્ષના રાષ્ટ્રીય નેતા પ્રખર હિન્દુ હોવાનો ડોહળ કરી રહ્યા છે. આ સાથે રાહુલ ગાંધીને આડે હાથ લેતા વધુમાં જણાવ્યું હતું કે હમણાં જે ભાઈ 25000 રૂપિયાના બુટ પહેરી યાત્રા કરી રહ્યા છે,તેમને મોદીએ તાત્કાલિક જ હિન્દુ બનાવી દીધા છે.
હાસ્ય તુક્કા સાથે કહ્યું ઇન્સ્ટન્ટ ટુ મીનીટ મેગી અને ઇન્સ્ટન્ટ કોફીની જેમ રાહુલ ગાંધીને ઇન્સ્ટન્ટ હિન્દુ બનાવી દીધા. એ ભાઈએ હિન્દુ બનવા માટે એક મંદિરમાં પૂજા જનોઈ જનોઈ પહેરી, તેને જનોઈ પહેરીને બ્રાહ્મણ બનીને હિંદુ બની જવાતું હશે એમ લાગ્યું પરંતુ એ ભાઈને ખબર નથી કે જનોઇ યજ્ઞો પવિત્ર થી અપાય છે અને તેને કપડાની અંદર પહેરવાની હોય છે અને આ ભાઈએ તો કપડાની ઉપર જ પહેરીને હિન્દુ બનવાનું પણ અપમાન કર્યું છે. તે ઉપરાંત દેશમાં 370 કલમ હટાવી, મંદિરો યાત્રાધામોના વિકસિત કર્યા જેવા હિન્દુત્વના મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી.