અમદાવાદ : ખરીદારીમાં હેન્ડલુમ સિલ્ક સાડીઓનો ઘણો જથ્થો એક જ સ્થળે પ્રાપ્ત કરવા માટે સીમા હોલ, 100 ફૂટ રોડ, આનંદ નગર, સેટેલાઈટ ખાતે સિલ્ક ઇન્ડિયા પ્રદર્શન તેમજ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.16 જાન્યુઆરી સુધી સવારે 10:30થી રાત્રે 8:30 વાગ્યા સુધી સિલ્ક ઇન્ડિયામાં દેશભરના અલગ-અલગ સ્થાનોથી લોકપ્રિય મનગમતી સાડીઓ તેમજ ડ્રેસ મટીરીયલ ઉપલબ્ધ છે. અલગ ડિઝાઇન પેટર્ન, કલરનો ઘણો સંગ્રહ અહીંયા ઉડીસા આર્ટ એન્ડ ક્રાફ્ટ દ્વારા આયોજિત ભવ્ય પ્રદર્શન તેમજ સેલમાં દેશના વિવિધ પ્રદેશ, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકપ્રિય એવા લગ્ન પ્રસંગનું પ્રદર્શન શરૂ થયું છે. અહીંયા જોવા મળતી સાડી, ડ્રેસ મટીરીયલ બેજોડ અને મનને નિભાવનારી છે. બનારસી સિલ્ક સાડી, તમિલ કોયમ્બતુર સિલ્ક, કાંજીવરમ સાડી, કર્ણાટકથી બેંગલુરુ સિલ્ક, કેપ અને જોર્જટ સાડી, કોલકાત્તાની બોલુચરી, આંધ્રપ્રદેશની કલમકારી, પોચમપલ્લી, મંગલગીરી ડ્રેસ મટેરીયલ, પશ્ચિમ બંગાળની કાંથા વર્ક સાડી, રાજસ્થાની બ્લોક હેન્ડપ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ, જયપુરી કુર્તી, બ્લોક પ્રિન્ટ, સાંગનેરી પ્રિન્ટ, કોટાટોડીયા ખાદી સિલ્ક તેમજ કોટન ડ્રેસ મટીરીયલ મળશે.
વિવિધ સામાજિક પ્રસંગોમાં, લગ્નમાં મહિલાઓ દ્વારા અહીં સિલ્ક સાડીઓની ખરીદી થઇ રહી છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકાશે. વર્તમાન વાતાવરણ મુજબ કાશ્મીરી સ્ટોલ પર ગરમ કપડા તેમજ રાજસ્થાનના સ્ટોર પર જયપુરી રજાઈ, ધાબડા ઉપલબ્ધ છે. આયોજનના સ્થળ પર પાર્કિંગ ફ્રી છે. શહેરના સીમા હોલ, 100 ફૂટ રોડ, આનંદ નગર, સેટેલાઈટ ખાતેના સિલ્ક ઇન્ડિયા પ્રદર્શનમાં છત્તીસગઢના કોસા સિલ્ક, મલબરી રો સિલ્ક, બ્લોક પ્રિન્ટ સાડી, બાંધણી, પટોળા, કચ્છ એમ્બ્રોડરી, ગુજરાતી મિરર વર્ક તેમજ ડિઝાઇન કુરતી, કશ્મીરની તબી સિલ્ક, પશ્ચિમની સાલ, ચિનાન સિલ્ક સાડી, ઉત્તર પ્રદેશની તચોઇ બનારસી, જામદાની જામાવાર, બ્રોકેટ ડ્રેસ મટીરીયલ લખનવી, ચિકન પશ્ચિમ બંગાળની શાંતિ નિકેતન કાંથો સાડી, બાલુચરી, નિમજરી સાડી, પ્રિન્ટેડ સાડી, ધાકઇ જામદની તેમજ મહારાષ્ટ્રની લોકપ્રિય પૈઠણી સાડીઓ ઉપલબ્ધ છે.