- જીવનમાં પરિસ્થિતિઓનો સામનો કરવાની ચાવીરુપ સાબિત થનારું “કુછ ઔર” પુસ્તક વાચકોને ડગલે અને પગલે એકલતામાં સહારો બનશે
- એકલતાના સમયને સુખી જીવનમાં કેવી રીતે રૂપાંતરિત કરવું તેનો માર્ગ બતાવનારું પુસ્તક
લેખિકા શિખા સિંઘવીનું પ્રથમ પુસ્તક “કુછ ઔર”, જે વાચકોને એકલા રહેવાની સંભાવનાઓ માટે ઘણું બધું શિખવે છે અને એકલતાના જીવનને સુખી જીવન કેવી રીતે બનાવવું તે બતાવે છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એ.એમ.એ.) ખાતે એક કાર્યક્રમમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
પ્રખ્યાત વકીલ ડૉ.એમ.એમ. સિંઘી, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિન્દીના અમદાવાદ કેન્દ્રના રીજનલ ડિરેકટર, ડૉ. સુનિલકુમાર, નૂતન ભાષા સેતુના ચીફ એડિટર સંતોષકુમાર સુરાના અને પ્રખ્યાત હિન્દી લેખક ડૉ. પ્રણવ ભારતી, બીએમ સિંઘવી વિપિન માલૂ અને પીયૂષ માલૂ દ્વારા “કુછ ઔર”ની શરૂઆત કરવામાં આવી હતી. પુસ્તક વિમોચન પ્રસંગે સાહિત્ય જગતના અનેક ખ્યાતનામ લેખકો તથા હસ્તીઓ હાજર રહી હતી.
ડૉ એમ.એમ. સિંઘીએ પુસ્તક વિમોચન સમયે જણાવ્યું હતું. “હું કુછ ઔર લખવા માટે શ્રીમતી શિખા સિંઘવીને અભિનંદન આપું છું. જે સુંદર અને સરળ શબ્દોમાં જીવનના મહત્વપૂર્ણ પાસાઓ પ્રસ્તુત કરે છે. પુસ્તક વાચકો માટે ખૂબ ઉપયોગી પણ છે અને તેમને ભાવનાઓ તરફ લઇ જતા એક સંદેશો પણ આપે છે.
વિપિન માલૂ અને પિયુષ માલૂએ જણાવ્યું હતું કે, “કુછ ઔર” વાચકોના હૃદય સાથે સીધું જોડાયેલું પુસ્તક છે. એકલતા એ જીવનની કઠોર વાસ્તવિકતા છે અને શ્રીમતી શિખા સિંઘવીએ તેની સાથે જોડાયેલી લાગણીઓને પુસ્તકમાં સંપૂર્ણ રીતે કેપ્ચર કરી છે,”
જીવન એ લાગણીઓથી ભરેલી સફર છે. આપણે એકબીજાના સબંધો સાથે જોડાયેલા છીએ. દરેક વ્યક્તિ માટે સૌથી પડકારજનક ક્ષણોમાંની એક ક્યારેક કોઈક સંજોગોવસાત જીવનસાથીથી અલગ થવું છે. “કુછ ઔર” પુસ્તકમાં એકલતાના સમયે સામનો કરતી વખતે પણ જીવનને લગતી વાત રજૂ કરી છે. કાલ્પનિક પાત્રો નીલુ અને કિશનની બે મનમોહક વાર્તા દ્વારા પુસ્તકની અંદર સમજાવાયું છે. જેમાં કેવી રીતે વ્યક્તિ એકલવાયા જીવનને સુખી જીવનમાં પરિવર્તિત કરી શકે છે.
પોતાના અનુભવ વિશે જણાવતાં શ્રીમતી શિખા સિંઘવીએએ જણાવ્યું હતું કે,“કુછ ઔર”નો વિચાર મારા મગજમાં લાંબા સમયથી હતો અને હું ખુશ છું કે આખરે મેં મારા વિચારો કાગળ પર મુક્યા. હું મારા સંપાદક અને પ્રકાશકનો તેમના સતત માર્ગદર્શન માટે અને મારા પરિવારનો પુસ્તક લખવા માટે તેમના સમર્થન અને પ્રેરણા માટે આભારી છું. કુછ ઔર સાથે, મેં લોકોને એકલતાનો સામનો કરવામાં મદદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મને ખાતરી છે કે વાચકો નીલુ, કિશન અને પુસ્તકના અન્ય પાત્રોને સારી રીતે સમજી શકશે,”એકલા રહેવાની શક્યતા માટે વાચકોને તૈયાર કરતી વખતે, પુસ્તકનો હેતુ તેમને તેમના વ્યક્તિત્વને સ્વીકારવા અને તેઓને ગમતું જીવન બનાવવા માટે પ્રેરણા આપવા અને પ્રોત્સાહિત કરવાનો પણ છે. તેમાં પણ કવિતાઓનો સંગ્રહ પણ શામેલ છે. જે લાગણીઓને વધુ સારી રીતે સમજાવશે અને વાચકો પર ઉંડી છાપ છોડશે.
જોધપુરના વતની અને હવે અમદાવાદમાં સ્થાયી થયેલા સાહિત્યિક વિદ્વાન, શ્રીમતી શિખા સિંઘવીને હંમેશા લેખનનો અતૂટ શોખ હતો. તેમના શબ્દો સાથે તેમના જીવનની જટિલતાઓને પણ સમજાવે છે. આ સાથે વ્યક્તિના અનુભવમાં ઉંડા ઉતરે છે અને વાચકોને તેમની આસપાસની દુનિયાની નવી સમજણ અને પ્રશંસા સાથે છોડી દે છે. તેમના લેખન તેમના પોતાના અવલોકનોનું પ્રતિબિંબ છે અને લેખન શૈલી વર્ણનાત્મક અને અભિવ્યક્ત છે. પુસ્તક એક વાસ્તવિક ભાવનાત્મક સફર છે જે વાચકોને સમજણની ભાવના સાથે જોડશે.