અમદાવાદ વર્લ્ડ હેરિટેજ ડે પર ક્વિઝમાં, અમદાવાદની ઝેબર, નવરંગ, જ્ઞાનદા સહિતની સ્કુલના 100 જેટલા સ્ટુડન્ટસે ભાગ લીધો હતો. આ બાળકોને વિશાલાના સુરેન્દ્ર પટેલ દ્વારા મ્યુઝિયમ અંગે પણ જાણકારી અપાઈ હતી. આ અંગે વાત કરતાં વિશાલાના સુરેન્દ્ર પટેલે કહ્યું કે, ‘આપણે જો આપણો વારસો સ્ટુડન્ટસને નહી આપીએ તો કલ્ચરને લઈને આવતી કાલ ચિંતાજનક છે. ફોરેનના દેશોમાં જે તે દેશ કે શહેરની સંસ્કૃતિ બાળકો જાણે તે માટે સેમિનાર અને ક્વિઝ થાય છે પણ હજુ ભારતમાં આ ઓછુ ચલણમાં છે. તેમાં પણ અમદાવાદ તો 612 વર્ષ જૂનું છે અને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે તે સ્થિતીમાં આપણા બાળકોને આપણા સિટીનો ઈતિહાસ ખબર હોય તે જરૂરી છે.’
વિશાલા પરિસર ખાતે સિટીની ૧૦ સ્કૂલોના ૧૦૦ વિદ્યાર્થીઓ માટે ‘હેરિટેજ ટ્રેઝર હંટ’ અને હેરિટેજ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.’ ટ્રેઝર હંગ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓને વિશાલા પરિસર ખાતે રાખવામાં આવેલા જૂના વાસણો અને જૂની વસ્તુઓને શોધી કાઢવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો.
આ સાથે ગુજરાત અને અમદાવાદના ભવ્ય વારસા વિશે વિદ્યાર્થીઓ જાણે તે માટે હેરિટેજ ક્વિઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ વિશે વાત કરતા ૧૯૭૮માં સ્થપાયેલી વિચાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સુરેન્દ્ર પટેલે કહ્યું કે, ‘વિશાલા ખાતે ૪૨ વર્ષથી વિચા૨ ધાતુપાત્ર સંગ્રાલય આવેલું છે.જેમાં ધાતુના વાસણોના ભવ્ય વારસાની ઝાંખી થાય છે. વિદ્યાર્થીઓ હેરિટેડ ડે પર આ વિશે જાણે અને પ્રેક્ટિકલ નોલેજ દ્વારા માહિતી મેળવે તે માટે અમે હેરિટેજ ટ્રેઝર હંટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.