Business Gujarat Headline News Top Stories

લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 B1 દ્વારા રોહિત મહેતા લાયન્સ સપ્તાહ ઉજવણી

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B1 ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દક્ષેશ સોની, ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન્સ ક્વેસ્ટ – શ્રીમતી રૂપા શાહ અને જિલ્લા કેબિનેટ સચિવ શ્રી કેતન પંચાલની હાજરીમાં તેમના ચાલી રહેલા લાયન્સ ક્વેસ્ટ પ્રોગ્રામ વિશે કેટલીક રસપ્રદ માહિતી શેર કરી હતી.

લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B1 કૌશલ્ય શૈક્ષણિક સેતુ અભિયાન અંતર્ગત, રોહિત મહેતા લાયન્સ કવેસ્ટ વીક સેલિબ્રેશન ના ભાગરૂપે સાર્વજનિક માધ્યમિક શાળા સરખેજમાં તા12/9/24 ના રોજ લાયન્સ ક્વેસ્ટ અવેરનેસ રેલી સ્કિટ અને વેલેડિકટરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 671 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મલ્ટીપલ કાઉન્સિલ ચેરમેન લાયન શ્રી સુનિલભાઈ ગુગલીયા તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દક્ષેશભાઈ સોની દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુથ આઇકોન શ્રી ચિરંજીવભાઈ પટેલ દ્વારા ભારતના યુવાધન એવા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધન કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ MP ફાઇનાન્સ સર્વિસના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિહીરભાઈ પરીખે વિદ્યાર્થીઓને સફળતાની ગુરુ ચાવી આપી હતી.

શ્રી સરખેજ કેળવણી મંડળના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ અને કવેસ્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી મિલનભાઈ દલાલે આર્શીવચન પાઠવીને દીક્ષાંત સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન લાયન્સ કવેસ્ટના ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન લાયન શ્રી રૂપાબેન શાહ દ્વારા કુનેહપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.