કોવિડ-19 મહામારીના કારણે માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું જનજીવન જાણે કે અટકી પડ્યું. જેનાથી સૌથી વધુ પ્રભાવિત જો કોઈ હોય તો તે છે વિદ્યાર્થી સમુદાય. મોટાભાગની શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય હજુ ઠપ છે. કે.આઈ.આઈ.ટી. ડીમ્ડ યુનિવર્સિટી ‘ન્યૂ નોર્મલ’ને અનુકૂળ થનાર પહેલી સંસ્થા હતી. આ લોકડાઉનની શરૂઆતથી જ 50 દેશોમાં પોતાના 30 હજાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગોનો પ્રારંભ કરનાર દેશની પહેલી યુનિવર્સિટી છે. કે.આઈ.આઈ.ટી.એ ઉચ્ચ ટેકનોલોજી અને સારી ઈન્ટરનેટ બેન્ડવિડ્થના કારણે પરીક્ષાઓ, દીક્ષાંત સમારોહ, સેમિનાર, વર્કશોપ વગેરે જેવી તમામ શૈક્ષણિક પ્રક્રિયાઓ વર્ચ્યુઅલી સુચારૂ રીતે ચલાવી.
વર્ષ 1992માં એક પ્રતિષ્ઠિત વ્યાવસાયિક શિક્ષણ કેન્દ્ર સ્વરૂપે કે.આઈ.આઈ.ટીની સ્થાપના પ્રખ્યાત શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર પ્રોફેસર અચ્યુત સામંતે કરી હતી. જોકે, તેને 1997માં ઉચ્ચ શિક્ષણ કેન્દ્ર તરીકે પણ ખોલવામાં આવી હતી. જેને આધાર વર્ષ માનવામાં આવે છે. વર્ષ 2001માં ડિગ્રી એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓની પહેલી બેચ પાસ આઉટ થઈ હતી. કે.આઈ.આઈ.ટી પોતાની સ્થાપના બાદ કેમ્પસ પ્લેસમેન્ટમાં ખૂબ જ સફળ ટ્રેક રેકોર્ડ માટે જાણીતી છે. આ પ્રવૃત્તિને જાળવી રાખતાં તેણે 2019-20ના સ્નાતક બેચ માટે ઉત્કૃષ્ટ કેમ્પસ પ્લેસમેન્ટ પ્રાપ્ત કર્યું છે.
મહામારીની સ્થિતિ વચ્ચે પણ યુનિવર્સિટી પોતાના વર્ષ 2020-21ના પાસ આઉટ બેચ માટે રેકોર્ડ કેમ્પસ પ્લેસમેન્ટ પ્રાપ્ત કરવામાં સફળ રહી. આ પ્રક્રિયા જે પહેલી જુલાઈથી ઓનલાઈન શરૂ થઈ હતી, પહેલેથી જ કે.આઈ.આઈ.ટી ડીમ્ડ યુનિવર્સિટીના સ્કૂલ્સ ઓફ ટેકનોલોજી (એસ.ઓ.ટી)ના લગભગ 80 ટકા યોગ્ય વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સફળ રહ્યા છે.
કોવિડ-19ની નિરાશાને દૂર કરતા વર્ષ 2021 પાસિંગ આઉટ બેચ માટે કેમ્પસ પ્લેસમેન્ટ માટે 90 કંપનીઓએ ઓનલાઈન 3500 જોબ ઓફર આપી છે. 2500 એસ.ઓ.ટી. વિદ્યાર્થીઓને પહેલેથી જ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં રાખવામાં આવ્યા છે. એક હજારથી વધુ વિદ્યાર્થીઓના હાથમાં અનેક ઓફરો છે. વિદ્યાર્થીઓને 30 લાખ રૂપિયા, 24 લાખ રૂપિયા અને 19 લાખ રૂપિયાના ઉંચા સેલેરી પેકેજ સાથે નોકરીની ઓફર મળી છે. જોકે, સરેરાશ સેલેરી 6 લાખ રૂપિયા છે. કંપનીઓ સાથેની પ્રતિબદ્ધતાના આધારે કે.આઈ.આઈ.ટી 2021ના એપ્રિલ સુધીમાં વધુ 700 વિદ્યાર્થીઓની નિયુક્તિ માટે પ્લેટમેન્ટ મેળવવા તૈયાર છે.
ભલે કેમ્પસ પ્લેસમેન્ટ ઓનલાઈન આયોજીત કરાઈ રહ્યા હોય પરંતુ છેલ્લા શૈક્ષણિક સત્રની તુલનામાં કે.આઈ.આઈ.ટીએ પોતાનો રેકોર્ડ સારો બનાવ્યો છે. કે.આઈ.ટી. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને કે.આઈ.આઈ.ટી. સ્કૂલ ઓફ લો માં કેમ્પસ પ્લેસમેન્ટ હજી શરૂ થયું છે અને આશા છે કે આ બંને સ્કૂલ દર વર્ષની જેમ 100 ટકા સફળતા પ્રાપ્ત કરશે.
કે.આઈ.આઈ.ટીમાં પ્લેસમેન્ટની સફળતાથી માતા-પિતા અને વિદ્યાર્થી ખુબ ખુશ છે. કોવિડ-19 મહામારી ફેલાયા બાદ વિદ્યાર્થીના માતા-પિતા અને વાલી પોતાના બાળકોના ભવિષ્ય અંગે નિરાશ થઈ ગયા હતા. ખાસ કરીને કેમ્પસ પ્લેસમેન્ટ મુદ્દે. લાંબા સમય સુધી લોકડાઉનના કારણે સંપૂર્ણ કોર્પોરેટ જગતને ઓછા કર્મચારીઓ અને ત્યાં સુધી કે મોટા પાયે છંટણીનો સહારો લેવાના કારણે નોકરીઓનું દ્રશ્ય ધૂંધળું લાગી રહ્યું હતું. જોકે, તમામ અવરોધો છતાં કે.આઈ.આઈ.ટી 2020-21ના પોતાના સ્નાતક બેચ માટે ખૂબ જ સારું કેમ્પસ પ્લેસમેન્ટ આપ્યું છે. આ બધું સંસ્થાપક પ્રોફેસર અચ્યુત સામંતના નેતૃત્વના કારણે સંભવ થયું છે. જેમણે કોર્પોરેટ જગતમાં કે.આઈ.આઈ.ટીની એક મજબૂત બ્રાન્ડિંગ અને એક અસાધારણ સક્રિય શિક્ષણ અને પ્લેસમેન્ટ સેલ ઉભુ કર્યું છે.
કે.આઈ.આઈ.ટીએ 195 આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે શૈક્ષણિક ટાઈ-અપ કર્યું છે. જે વિદેશમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ અવસર આપે છે. કે.આઈ.આઈ.ટી ઉચ્ચ અભ્યાસ માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં દર વર્ષે લગભગ 500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્લેસમેન્ટની સુવિધા આપે છે. જાણીતા શિક્ષણવિદ્,ઉદ્યોગપતિઓ અને પ્રમુખ હસ્તીઓ કે.આઈ.આઈ.ટીની મુલાકાત કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ તમામ મહાનુભાવો સાથે ચર્ચા કરવી, તેઓના સંસર્ગમાં આવવું આ બધી જ પ્રક્રિયાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અપાર સંભાવનાઓનો માર્ગ તૈયાર કરી આપે છે. એક જ મંચ પર એક સાથે અનોખા અને નવિનતાના અહેસાસ સાથે વિદ્યાર્થીઓની મુલાકાત 22 નોબેલ પુરસ્કાર વિજેતાઓ સાથે કરાવવામાં આવી. આ તમામ વિજેતાઓ દવા, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિકાસ શાસ્ત્રથી લઈને અર્થશાસ્ત્ર સુધીના વિષયો પર પોતાનું જ્ઞાન વહેંચ્યું અને પ્રવચન પણ આપ્યું.
ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓ, ઉત્કૃષ્ટ શિક્ષણવિદ અને સંશોધન પર કે.આઈ.આઈ.ટી.ના ફોકસનો સકારાત્મક પ્રભાવ દર્શાવે છે. હાલ લગભગ 100 સંશોધન અને પરામર્શ યોજનાઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફંડિંગ એજન્સીઓ દ્વારા ફંડ મેળવે છે. યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોએ લગભગ 12 હજાર શોધપત્ર વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રિકાઓમાં પ્રકાશિત કરી છે. 4500થી વધુ શોધપત્રોને આંતરરાષ્ટ્રીય ડેટાબેઝમાં સ્કોપસ જેવા ઉચ્ચ પ્રશસ્તિ પત્રની યાદીમાં સામેલ કરાયા છે.
ખરા અર્થમાં વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્કૃષ્ટ શિક્ષણવિદ્ અને સંશોધન પર કે.આઈ.આઈ.ટીનું ધ્યાન વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત એકમો દ્વારા ઉચ્ચ ગ્રેડમાં પ્રતિબિંબિત થાય છે. તેને ભારત સરકાર દ્વારા એક ‘ઈન્સ્ટીટ્યૂશન ઓફ એમિનેન્સ’ સ્વરૂપે માન્યતા અપાઈ છે. આ એન.એ.એ.સી. દ્વારા ‘એ’ ગ્રેડમાં અને એન.બી.એ.દ્વારા એન્જિનિયરીંગ પ્રવાહ માટે ટીયર 1 (વોશિંગટન એકોર્ડ)માં માન્યતા પ્રાપ્ત છે. તેના બી.ટેક.પ્રોગ્રામ્સને પ્રતિષ્ટિત ઈન્સ્ટીટ્યૂશન ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (આઈ.આઈ.ટી), યૂ.કે. દ્વારા માન્યતા મળેલી છે.
કે.આઈ.આઈ.ટી.ને ભારત સરકારની અટલ રેન્કિંગ ઓફ ઈન્સ્ટીટ્યૂશન્સ ઓન ઈનોવેશન અચીવમેન્ટ્સ (એ.આર.આઈ.આઈ.એ.)2020માં ભારતના સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રથમ સ્થાન છે.