અમદાવાદમાં નારાયણી હાઇટ્સ હોટેલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ વર્ષનો સૌથી મોટો કાર્યક્રમ ગુજરાતના અમદાવાદ શહેરમાં 9મી એપ્રિલ 2022ના રોજ ગ્રાન્ડ બિઝનેસ બ્યુટી એવોર્ડ્સ યોજાવા જઈ રહ્યો છે.
જેમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતી બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા અને બોલિવૂડ અભિનેત્રી અને નાગીન-6 સીરીયલની લીડ એક્ટર મહેક ચહલ તેમજ ગુજરાતી અભિનેત્રી મમતા સોની, રિતિકા જીલ્કા અને અન્ય ઘણા બોલિવૂડ સ્ટાર્સ સાથે જ ગુજરાતી કલાકારોનો કાફલો એક જ સ્થળે ઉપસ્થિત રહેશે.
આ શો નું આયોજન ભારતની પ્રસિદ્ધ ગ્રાન્ડ બ્યુટી એવોર્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ ના ડિરેકટર મોનીકા શર્મા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના એવોર્ડ શો અને બ્યુટી ફેશન શૉ નું આયોજન આ કંપની દ્વારા કરવામાં આવ્યું છે અને જેને અલગ અલગ બૉલીવુડ કલાકારોના કાફલા સાથે સફળતાપૂર્વક સંપન્ન કર્યા છે.
આ શૉ ના આયોજક મોનીકા શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતમાં તેમના શો ને હંમેશા ખૂબ સારો આવકાર મળે છે અને ગુજરાતી લોકો પણ ફેશન પ્રત્યે ખૂબ જ રુચિ ધરાવે છે જેના દ્વારા અમારા આ પ્રકારના સાહસને પ્રોત્સાહન મળે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના શૉ દ્વારા બ્યુટી અને મેકઅપ ઇન્ડસ્ટ્રીના કલાકારોને એવોર્ડ આપી તેમના સન્માન કરવામાં આવશે જેથી તેઓને આગળ વધવાની પ્રેરણા સાથે સફળતા પણ મળી રહે.
ગ્રાન્ડ બ્યુટી એવોર્ડને અમદાવાદના જાણીતા આસીમા ગ્રૂપ, એલેક્સ મોડલિંગ એજન્સી, જ્યોતિ ફાઉન્ડેશન, ઝેડ પ્લસ ગ્રૂપ અને મીડિયાનો સપોર્ટ મળી રહ્યો છે.
આગામી 9 એપ્રિલે શહેરના નારાયણી હાઇટ્સ ખાતે મલાઈકા અરોરા, મહેક ચહલ અને અન્ય બૉલીવુડ અને ગુજરાતી મનોરંજન જગતના જાણીતા ચહેરાઓ વચ્ચે આ કાર્યક્રમનું જોરશોરથી સ્વાગત કરવામાં આવશે.