લાઇફ ફિટનેસ પ્રોએ સંપૂર્ણ શારીરિક પરિવર્તન અથવા ફિટનેસનું સર્વોચ્ચ સ્તર હાંસલ કરનાર 10 સદસ્યોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં
અમદાવાદ, 14 જુલાઇ, 2022: અમદાવાદના હજારો લોકોને ફિટનેસને નવા સ્તરે લઇ જવામાં મદદરૂપ બનનાર દેશના સૌથી મોટા જીમ લાઇફ ફિટનેસ પ્રોએ શ્રેણીબદ્ધ કાર્યક્રમોના આયોજન સાથે તેની ચોથી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી હતી.
લાઇફ ફિટનેસ પ્રો 150 વર્કઆઉટ સ્ટેશનથી સજ્જ છે અને તેણે પાંચ પુરુષ અને પાંચ મહિલાઓ એમ કુલ 10 સદસ્યોને એક વ્યાપક પ્રોગ્રામ બાદ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે. આ યાદીમાં સાક્ષી મુંદ્રા, રિતુ શાહ, ક્રિષ્ના મોદી, દિવ્ય શિકારી, ગોલ્ડી અરોરા, સુનિલ પટણી,વત્સલ શર્મા, હર્ષદ સોની, મહેન્દ્રસિંહ ચૌહાણ અને મિત્તલસિંહ ચાવડા સામેલ છે.
આ પ્રસંગે લાઇફ ફિટનેસ પ્રોના માલીક અજય કદમે જણાવ્યું હતું કે, અમારા 10,000થી વધુ સદસ્યો છે, જેમાંથી અમે 10 વ્યક્તિઓને અમારા બ્રાન્ડ એમ્બેસેડર અથવા ફિટનેસ આઇકોન તરીકે પસંદ કર્યાં છે. આ સદસ્યોએ શિસ્તબદ્ધ અભિગમ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્ટિફાઇડ ફિટનેસ ટ્રેનર્સ અને કોચના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન અથવા ફિટનેસનું સર્વોચ્ચ સ્તર હાંસલ કર્યું છે. તેઓ અમારી ચાર વર્ષની સફરના મહત્વપૂર્ણ હિસ્સા રહ્યાં છે અને અમારું માનવું છે કે તેમની ફિટનેસની સફર અંગે વધુ જાણકારી આપવી જરૂરી છે.

પોતાની વર્ષગાંઠની ઉજવણી કરતાં ક્લબ દ્વારા ફ્રી સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદસ્યોની સાથે-સાથે ફિટનેસમાં રૂચિ ધરાવતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં 10 બ્રાન્ડ એમ્બેસેડર્સે સહભાગીઓ સાથે તેમની ફિટનેસ ટીપ્સ શેર કરી હતી તથા વર્કઆઉટના મહત્તમ લાભો મેળવવા માટે નિયમિત કસરતને વળગી રહેવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે પર્સનલ ફિટનેસ ફંડા શેર કરવાની સાથે-સાથે લાઇફ ફિટનેસ પ્રોના નિષ્ણાંત ટ્રેનર્સ અને કોચનો આભાર વ્યક્ત કર્યો હતો કે જેમની મદદથી તેમણે ફિટનેસનું સર્વોચ્ચ સ્તર હાંસલ કરવામાં સફળતા મળી છે.
લાઇફ ફિટનેસ પ્રો ખાતે ટ્રેનર દિક્ષિત પંચાલે જણાવ્યું હતું કે, લાઇફ ફિટનેસ પ્રો અદ્યતન ઉપકરણો તથા કુશળ અને અનુભવી ફિટનેસ ટ્રેનર્સ, બેસ્ટ વર્કઆઉટ માટે અનુકૂળ માહોલ પ્રદાન કરે છે. અમે અમારા સદસ્યોના સહયોગ બદલ તેમના આભારી છીએ કે જેના પરિણામે આજે લાઇફ ફિટનેસ પ્રો ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશનું સૌથી મોટું જીમ બન્યું છે.

આ પ્રસંગને ખાસ બનાવવા માટે લાઇફ ફિટનેસ પ્રો દ્વારા જીમમાં આંગણવાડીના 100 બાળકોને આમંત્રિત કરાયા હતાં, જેમાં તેમને સ્કૂલ બેગ, કમ્પાસ બોક્સ, પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી વિતરિત કરાઇ હતી.
31,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું લાઇફ ફિટનેસ પ્રો અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે. 20 ટ્રેનર્સ અને કોચ ઉપરાંત ક્લબ પાસે ઇન-હાઉસ સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ પણ છે. સ્ટુડિયો વર્કઆઉટ સાથે એરોબિક, ઝુમ્બા, ટેબલ, કોર અને યોગની મદદથી શરીર અને મન ઉપર સકારાત્મક પરિણામો પ્રાપ્ત