એક્ઝિબિશનમાં જ્યોતિષાચાર્યો,વાસ્તુશાસ્ત્રીઓ તેમજ અકલ્ટ સાયન્સના નિષ્ણાંત જાણકારો માર્ગદર્શન આપશે
પરંપરા એક્ઝિબિશનનાં સ્થાપક શ્રીમતી હેતલબેન શાહ ફરી એકવાર લઈને આવી રહ્યા છે અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે તા.27 થી 29 સપ્ટેમ્બર,2024ને શુક્રવાર થી રવિવારના રોજ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની દુનિયાને લગતું એક અદ્ભૂત એક્ઝિબિશન “એસ્ટ્રોફેસ્ટ”નું શુભારંભ કરવામાં આવ્યું હતું.જ્યાં ભારતભરના જુદા-જુદા શહેરો દિલ્હી, કોલકત્તા, લખનઉ, જયપુર, હરિદ્વાર, પુના,મુજ્જફ્ફરનગર,મુંબઈ, અમદાવાદ,વડોદરા,ગાંધીનગર,રાજકોટ,ખંભાત,કોલ્હાપુર શહેરોના જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સહીત વિવિધ શાસ્ત્રોના જાણકાર જેમાં એસ્ટ્રોલોજર રેકી હિલ, સાત્વિક ક્રિયા વિશેષજ્ઞ, ન્યૂમોરોલોજીસ્ટ, ટેરોકાર્ડ રિડર, પેંડુલમ હિલર,સાઉન્ડ હિલર એક્સપર્ટ,રુદ્રાક્ષ,ક્રિસ્ટલ અને જેમ્સ સ્ટોનના ડીલર,વાસ્તુ વિશેષજ્ઞ,એક્યુપ્રેશર સ્પેશિયાલિસ્ટ અને એવા ઘણાં બધાં જ્યોતિષાચાર્યો અને વાસ્તુશાસ્ત્રીઓ તેમજ એકષ્ટ સાયન્સના નિષ્ણાંત જાણકારો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
દરેક સમસ્યાઓનું સચોટ નિરાકરણ આપણા વિવિધ વૈદિક શાસ્ત્રોમાં રહેલું છે.આ વૈદિક શાસ્ત્રોમાં જેવાકે જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરે અન્ય શાસ્ત્રો માર્ગદર્શન બનીને આપણી સમસ્યાઓનું નિદાન કરવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે.આજની દોડધામભરી જીંદગીમાં અનેક શારીરિક, માનસિક,આર્થિક સમસ્યાઓથી પરેશાન લોકો રાહત મેળવવા માટે કોઈને કોઈ વસ્તુનો સહારો લે છે, આવા લોકોને મદદરૂપ અને માર્ગદર્શન આપવા પરંપરા એક્ઝિબિશનના સ્થાપક શ્રીમતી હેતલબેન શાહે તા.27 થી 29 સપ્ટેમ્બરના રોજ સવારે 11 થી રાત્રીના 9 વાગ્યા સુધી સિંધુ ભવન હોલ, સિંધુ ભવન રોડ ખાતે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અંગેનું એક “એસ્ટ્રોફેસ્ટ” એક્ઝિબિશનનું આયોજન કર્યું છે.
આ પરંપરા એક્ઝિબિશનનું ઉદ્ઘાટન આજ રોજ સવારે 11 કલાકે ગુજરાતનાં ખ્યાતનામ સાહિત્યકાર શ્રી યોગેશ ગઢવી અને પરંપરા સંસ્થાનાં સ્થાપક શ્રીમતી હેતલબેન શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો, મહાનુભાવો,જ્યોતિષાચાર્યો. વાસ્તુશાસ્ત્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ એક્ઝિબિશનમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને લગતા ભારતનાં વિશિષ્ટ મહાનુભાવોમાં રેકી એક્સપર્ટ શ્રી વિશાલ ગોહિલ અને શીતલ ગોહિલ, હરિદ્વારના પ્રખ્યાત સાધક અને નાડી વિશેષજ્ઞ શ્રી ગજેન્દ્રકુમાર સૈની, દિલ્હીના વૈદિક વૃક્ષ એસ્ટ્રો શ્રી ડો. કનૈયાજી ગૈલોરા,દિલ્હીનાં સાત્વિક તંત્ર વિષેશજ્ઞ શ્રી ડો.ગણેશ દુબેજી તેમજ રહસ્મય જ્યોતિષ વિજ્ઞાનના જાણકારો વિશેષરૂપે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.આ ત્રિ-દિવસીય “એસ્ટ્રોફેસ્ટ” એક્ઝિબિશનમાં દરરોજ જાહેર જનતા માટે યોગ,અલગ-અલગ વિષયો પર ટોક શો અને યોગ પ્રાણ વિદ્યા સંસ્થાનાં માધ્યમથી ક્રિસ્ટલ હિલિંગ દ્વારા રોગોની સારવાર તથા માનિસક શાંતિ માટેનો ફ્રી વર્કશોપ રાખવામાં આવેલ છે જયારે તા.30.09.2024ના સોમવારના રોજ શ્રી ડો.ગણેશ દુબેજી દ્વારા સાત્વિક તંત્ર પર વર્કશોપનું આયોજન કરાયું છે.