Gujarat Headline News Top Stories

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ આજે ભાવનગરના તળાજા અને મહુવામાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો

BY DARSHANA JAMINDAR

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે રોડ શોમાં ભાગ લીધો હતો.
27 વર્ષથી પીડિત જનતા જાગી જાય છે અને પછી 27 વર્ષનો હિસાબ 27 મિનિટમાં કરી દે છે: ભગવંત માન
આ લોકો પૂછે છે કે મફત સુવિધાઓ માટે પૈસા ક્યાંથી આવશે? પૈસા એ લોકોના ખિસ્સામાં જ છે, તેમને જેલમાં મોકલીશું અને પૈસા તેમની પાસેથી જ આવશે: ભગવંત માન
અન્ય પક્ષના લોકો સારું કામ નથી કરતા, પરંતુ અમે તેમને આ રીતે ઘરમાં બેસીને જોઈ શકતા નથી, તેથી મારે રાજકારણમાં આવવું પડ્યું: ભગવંત માન
સામાન્ય ઘરના દીકરા-દીકરીઓ પણ ખુરશી પર બેસી શકે છે, પહેલા કોઈ વિકલ્પ નહોતો પણ હવે આમ આદમી પાર્ટીના રૂપમાં વિકલ્પ છે: ભગવંત માન
આઝાદીને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી લડી રહી છેઃ ભગવંત માન
જ્યારે બાળકો સરકારી શાળામાંથી ભણીને ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, ત્યારે હું માનીશ કે આઝાદી આવી ગઈ છે: ભગવંત માન
જ્યારે તમે વોટ આપવા જાઓ, ત્યારે એ ન જોતા કે કોઈ બટન કમળનું છે કે પંજાનું છે કે ઝાડુનું છે, એ તમારી કિસ્મતનું બટન છે:ભગવંત માન
અમે સર્વેમાં નથી આવતા, સીધા સરકારમાં આવીએ છીએઃ ભગવંત માન
પંજાબમાં અમે વીજળી ફ્રી કરી નાંખી, 50 લાખ ઘરોનું વીજળીનું બિલ શૂન્ય આવે છે: ભગવંત માન
જનતા 24 કલાક ટેક્સ ભરે છે, તો તિજોરી કેવી રીતે ખાલી થાય છે? તેમના પોતાના સબંધીએ માટે તિજોરીઓ કેમ ખાલી નથી?: ભગવંત માન
જ્યારે તમે મતદાન કરવા જાઓ અને ઝાડૂૂનું બટન દબાવો તો સમજવું કે આજે મેં રાજકીય ગંદકી સાફ કરી દીધી છેઃ ભગવંત માન


અમદાવાદ/ભાવનગર/ગુજરાત
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ આજે ભાવનગરના તળાજા અને મહુવામાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગી ચુક્યા છે. આમ આદમી પાર્ટીની વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ પ્રજાની ભલાઈ માટે પ્રજા સુધી પોતાની વાત પહોંચાડવા માટે દિવસ રાત કાર્ય કરી રહ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી રોડ શો, વિજય સંકલ્પ યાત્રા, તિરંગા યાત્રા, પરિવર્તન યાત્રા, ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન, જનસભા અને પદયાત્રા જેવા વિવિધ કાર્યક્રમો પાર્ટી દ્વારા આયોજીત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમોનાં માધ્યમથી અરવિંદ કેજરીવાલજીની ગેરંટીની માહિતી જનતા સુધી પહોંચાડવા આવી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. ભગવંત માનજીએ આજે ​​ભાવનગરના તળાજા અને મહુવા ખાતે આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો. આ રોડ શોમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.


જનતા 24 કલાક ટેક્સ ભરે છે, તો તિજોરી કેવી રીતે ખાલી થાય છે? તેમના પોતાના સબંધીએ માટે તિજોરીઓ કેમ ખાલી નથી?: ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ રોડ શોમાં હજારો લોકોને સંબોધતા કહ્યું કે, જનતા 24 કલાક ટેક્સ ભરે છે, સૂતી વખતે પણ ટેક્સ ભરે છે, તો તિજોરી કેવી રીતે ખાલી થાય છે? પોતાના સંબંધીઓ માટે તિજોરીઓ કેમ ખાલી નથી થતી? શું આ માટે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝે લડાઇ લડી હતી કે, અંગ્રેજો જતા રહે અને આપણાવાળા લૂંટવા માટે આવી જાય. આ તેમના સપનાની આઝાદી નથી, તેમના સપનાની આઝાદી આવશે, જે દિલ્હી અને પંજાબમાં થયું તે ગુજરાતમાં પણ થશે. આ લોકો કહે છે કે ડબલ એન્જિન છે, જ્યારે એક જ એન્જિન સારું છે તો ડબલ એન્જિનની શું જરૂર છે? ગુજરાતને ડબલ એન્જિનની નહીં પણ નવા એન્જિનની જરૂર છે. જો એન્જીન પ્રમાણિક હોય અને ડબ્બામાં લૂંટ થતી હોય તો આવા એન્જીનનું શું કરવું? એન્જીન ઈમાનદાર છે અને ડબ્બા પણ ઈમાનદાર હોય તેવી આમ આદમી પાર્ટી સરકાર બનાવીશું.


આઝાદીને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી લડી રહી છેઃ ભગવંત માન
પંજાબમાં અમે વીજળી ફ્રી કરી નાંખી, 50 લાખ ઘરોનું વીજળીનું બિલ શૂન્ય આવે છે. બીજી પાર્ટીના લોકો કહેતા હતા કે આ લોકો વીજળી ફ્રી કરશે, શિક્ષણ ફ્રી કરશે, હોસ્પિટલમાં સારવાર ફ્રી આપશે તો પૈસા ક્યાંથી આવશે? મને ખબર હતી કે પૈસા ક્યાંથી આવશે, પણ મેં તેમને કહ્યું નહીં. હવે હું કહેવા માંગુ છું કે પૈસા તેમના ખિસ્સામાં છે, તેમને જેલમાં મોકલવામાં આવશે અને તેમની પાસેથી પૈસા આવશે. જ્યારે બાળકો સરકારી શાળામાંથી ભણીને ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, ત્યારે હું માનીશ કે આઝાદી આવી ગઈ છે. નહિંતર, સ્વતંત્રતા તેમની લાલ બત્તીની ગાડીમાં જ રહી ગઈ છે. આઝાદીને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી લડી રહી છે.
જ્યારે તમે વોટ આપવા જાઓ, ત્યારે એ ન જોતા કે કોઈ બટન કમળનું છે કે પંજાનું છે કે ઝાડુનું છે, એ તમારી કિસ્મતનું બટન છે:ભગવંત માન
આજે હું તમને સૌને સૌથી મહત્વની વાત જણાવવા માંગુ છું કે, ચૂંટણીના દિવસે જ્યારે તમે વોટ આપવા જશો, ત્યારે એ ન જોતા કે કોઈ બટન કમળનું છે કે પંજાનું છે કે ઝાડુનું છે. બસ એ જો જો કે તે બટન તમારા અને તમારા બાળકોના ભવિષ્યનું બટન છે. જો તમે ખોટું બટન દબાવી દીધું તો તમારા અને તમારા બાળકોના બીજા 5 વર્ષ બરબાદ થઈ જશે. જેવી રીતે પાછલા 27 વર્ષ બરબાદ થઇ ગયા. અમે તમને ગેરંટી આપીએ છીએ કે જો તમે ઝાડુ વાળું બટન દબાવ્યું તો તમારી અને તમારા બાળકોની કિસ્મત ચમકી જશે.
27 વર્ષથી પીડિત જનતા જાગી જાય છે અને પછી 27 વર્ષનો હિસાબ 27 મિનિટમાં કરી દે છે: ભગવંત માન
હું એક સ્કૂલ ટીચરનો દિકરો છું. મને ખબર નહોતી કે હું ક્યારેય મુખ્યમંત્રી બની શકીશ. હું વ્યવસાયે પ્રખ્યાત કલાકાર હતો. આમ તો મારે કોઇ જરૂર નહોતી, આ મોટા લોકોની સામે પડવાની. પરંતુ હું દેશ માટે આ બધું કરી રહ્યો છું. બીજી પાર્ટીવાળા સારું કામ નથી કરતા, પરંતુ આપણે આવી રીતે જ ઘરમાં બેસીને તેમને જોઈ શકતા નથી. એટલા માટે જ રાજનીતિમાં આવવું પડ્યું. ખરાબ લોકો ત્યાં સુધી ખરાબ રહે છે, જ્યાં સુધી સારા લોકો તેમની વિરુદ્ધ ઉભા ન થાય, જાગે નહીં. થોડા વર્ષો સુધી જનતા શાંતિથી બેસી શકે છે, ધીરજ રાખી શકે છે અને દિલ પર પથ્થર મૂકીને જીવી શકે છે. પરંતુ 27 વર્ષથી પીડિત જનતા જાગી જાય છે

Leave a Reply

Your email address will not be published.