કેન્સર અને તેના નિવારણ, ડિટેક્શન અને સારવાર વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર એ બધા માટે ભયજનક રોગ છે, પરંતુ ડૉક્ટરોના યોગ્ય નિદાન અને સારવાર તથા દર્દીઓના લડાયક વૃત્તિથી તેને હરાવી શકાય છે. આવા ઘણા કિસ્સાઓને ખરેખર કેન્સર ચમત્કાર (Cancer Miracle) તરીકે ઓળખવામાં આવે છે. જે લોકો આ લડાઈમાં જીતે છે તેઓ કેન્સર વિજેતા કહેવાય છે. આવા 200 વિજેતાઓએ આ વિશ્વ કેન્સર દિવસે નરોડા શેલ્બી હોસ્પિટલ્સમાં ડોકટરો સાથે તેમની જીતની ઉજવણી કરી. શેલ્બીની કેન્સર નિષ્ણાતોની ટીમ આ અનોખી ઘટનામાં ભાગ બની હતી. આ ટીમમાં ડો. ભાવેશ પારેખ, હેડ, શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ડો. અભિષેક જૈન, સિનિયર થોરાસિક કેન્સર સર્જન, ડો. ધર્મેશ પંચાલ, સિનિયર કેન્સર સર્જન, ડો. નિશાંત સંઘવી, કેન્સર સર્જન, ડો. અંકિત ઠક્કર, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ અને ડો. હિરક વ્યાસ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ સામેલ હતા.
એકઠા થયેલા કેટલાક કેન્સર વિજેતાઓ પાસે કેન્સર સામેની તેમની જીતની કેટલીક અનોખી સફળતાની વાતો હતી. આવા એક દર્દી 69 વર્ષના છે જેમણે બે વાર કેન્સરને હરાવ્યો છે. તેમની સારવાર શેલ્બી હોસ્પિટલ્સના સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. ભાવેશ પારેખ દ્વારા કરવામાં આવી હતી. ડો. પારેખે જણાવ્યું હતું કે, “તેમને 1992 માં જીભના કેન્સરનું પ્રથમ વખત નિદાન થયું હતું. તેમનું ઓપરેશન ડો. ભાર્ગવ મહારાજા દ્વારા કરવામાં આવ્યું હતું જેઓ શેલ્બીના સિનિયર કેન્સર સર્જન છે. તેઓ 28 વર્ષ સુધી કેન્સર મુક્ત હતા, સામાન્ય જીવન જીવતા હતા. કમનસીબે 2020માં તેમને 66 વર્ષની વયે ફેફસાંનું સ્ક્વામસ સેલ કેન્સર થયું. આ કેસમાં પડકાર એ હતો કે તેમનું કાર્ડિયાક ફંક્શન માત્ર 40% ના ઇજેક્શન ફ્રેક્શન સાથે સામાન્ય કરતા ઓછું ચાલતું હતું, પરંતુ શેલ્બી ખાતે અમારા દ્વારા તેમની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી અને હવે તેઓ કેન્સર મુક્ત છે. તેઓ હંમેશા સકારાત્મક હતા અને તેઓ એક વાસ્તવિક વિજેતા છે જેણે બે વાર કેન્સરને હરાવ્યું છે.”
નરોડા શેલ્બી હોસ્પિટલ્સના સી એ ઓ ડો. રાકેશ શાહે જણાવ્યું હતું કે, “નરોડા શેલ્બી એ પૂર્વીય અમદાવાદમાં એક વ્યાપક કેન્સર કેર સેન્ટર છે જેમાં મેડિકલ ઓન્કોલોજી, સર્જીકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી સેવાઓ એક છત નીચે ઉપલબ્ધ છે. અમારા કેન્સર સારવાર કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 25000 થી વધારે દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. અમે પુરાવા આધારિત દવા, ક્લિનિકલ કુશળતા, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દયાળુ ટીમ ઓફર કરીને ન્યાયપૂર્ણ સંભાળ આપવા અને આ તફાવતને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. કેન્સર સામેની લડાઈમાં અમે અમારા દર્દીઓની સાથે ઊભા છીએ.”