આપણા દેશમાં હજારો વર્ષોથી વિશ્વશાંતિ , વિશ્વકલ્યાણ , માનવતાવાદ અને સહઅસ્તિત્વ જેવા આધ્યાત્મિક અને નૈતિકમુલ્યો આધારિત સમાજ અને રાજ્યવ્યવસ્થા રહેલા છે . ભારતમાં આદિ – અનાદિ કાળથી ધર્મસત્તા અને રાજસત્તા રથના બે પૈડાંની જેમ , પક્ષીની બે પાંખોની જેમ અને રેલગાડીના બે પાટાની જેમ હંમેશાં સાથે રહેલા છે . આવી ધર્મસત્તા અને રાજ્યસત્તા આધારિત સમાજવ્યવસ્થા સતયુગથી શરૂ કરી આઝાદી ( ૧૯૪૭ ) સુધી ઓછાવત્તા પ્રમાણમાં આપણા દેશમાં અમલમાં રહી હતી . ૧૯૫૦ માં ભારતનું નવું બંધારણ અમલમાં આવ્યું.
આ વખતે ભારતના નાનાં – મોટા ૫૬૨ જેટલાં રજવાડાઓનું વિલીનીકરણ થતાં રાજાઓની રાજસત્તાઓ ગઇ અને સમાજની લોકસત્તા અમલમાં આવતાં ભુતપૂર્વ રાજાઓ રાતો રાત સામાન્ય નાગરિક બની ગયા . તે સાથે જ સનાતન ધર્મના ધર્મગુરૂઓની ધર્મસત્તાનો પણ છેદ ઉડી ગયો તેમજ આધુનિક વ્યવસ્થામાં તેમનું સ્થાન અને ભુમિકા પણ ધીરે ધીરે ચાલ્યા ગયા . પરંતુ લોકહૃદયમાં તેમનું સ્થાન યથાવત ચાલુ રહેતાં ધર્મગુરૂઓને આની ખબર પડી નહીં . પરંતુ સચ્ચાઈ એ છે કે આપણાં હિન્દુસંતો રાષ્ટ્ર નિર્માણમાં અને સમાજ વ્યવસ્થામાં તેમનું સ્થાન અને ભુમિકા દિન – પ્રતિદિન ગુમાવતા જાય છે. એટલું જ નહિ , એમની વિટંબણાઓમાં વધારો થતો જાય છે.
ગાંધીજીની કલ્પનાના રામ રાજ્ય અને ભારતીય બંધારણના માર્ગદર્શક સિધ્ધાંતોમાં જણાવેલ સંપૂર્ણ ગૌવધ પ્રતિબંધ અમલમાં લાવવાનું સ્વપ્ન રોળાઇ રહ્યું છે . ઉલ્ટાનું દિન – પ્રતિદિન ગૌવધનું પ્રમાણ વધતું જાય છે અને ગૌચરો ઘટતા જાય છે . મોટા હિન્દુ મંદિરોને મળતુ દાન હિન્દુસંતો તથા દિન્દુધર્મના સંરક્ષણ અને સંવર્ધન માટે વાપરવાના બદલે હજયાત્રા , મદરેસાઓ એન વકફબોર્ડ માટે વપરાય છે . હિન્દુધાર્મિક સ્થાનોમાં સરકારી દખલ વધતી જાય છે . હિન્દુસંતો અને ધર્મસ્થાનો ભયમાં રહે છે . સંસ્કૃત ભાષા હજુ પણ રાષ્ટ્રભાષા બની શકેલ નથી . આનાથી વિપરીત દુનિયાભરમાં ધર્મનિરપેક્ષતાનો ઢોલ વગાડતાં વિર્ધમીઓએ ચાલાકી પૂર્વક તેમની ધર્મસત્તાઓ ચાલુ રાખી છે . કેથોલીક ખ્રિસ્તીઓએ નામદાર પોપની સત્તા હેઠળ વેટીકન સીટી નામનો યુનોની માન્યતા પ્રાપ્ત સ્વતંત્ર દેશ બનાવ્યો અને ધર્મસત્તા સાથે રાજસત્તા પણ ચાલુ રાખી.
પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓએ ઇંગ્લેન્ડની રાણીને રાજસત્તાના વડા ઉપરાંત ખ્રિસ્તી ધર્મના સંરક્ષક અને સંવર્ધક બનાવ્યાં . શિયા મુસ્લિમોએ પણ ઇરાનમાં મુસ્લિમ ધર્મસત્તાના વડાને રાષ્ટ્રપ્રમુખથી ઉપર રાખ્યાં . એજ રીતે સુન્ની મુસ્લિમોએ પણ સાઉદી અરેબિયામાં રાજાની સત્તા ચાલુ રાખી તેમને ધર્મના પણ વડા બનાવી સમગ્ર વિશ્વના સુન્ની મુસ્લિમોના સંરક્ષક અને સંવર્ધક બનાવ્યાં . આમ વિધર્મીઓએ ચાલાકી પૂર્વક પોતાની ધર્મસત્તાને અને રાજસત્તાને ચાલુ રાખી છે . પરંતુ છેલ્લા ૭૫ વર્ષથી “ ધર્મનિરપેક્ષતાના ” ઓથા નીચે ભારતને આ અધિકારથી વંચિત રાખવામાં આવેલ છે . તેમ કરી આ દેશને ધર્મવિહીન અર્થાત્ નીતિ વિહીન રાખવામાં આવેલ છે . આજે એક અબજ કરતાં વધારે હિન્દુઓ ધરતી પર રહે છે પણ તેમની પાસે કોઇ ધર્મસત્તા નથી , તેમની પાસે પોતાનો કોઈ દેશ નથી કે પોતાની રાજસત્તા નથી કેમ કે ભારત અને ભારતની રાજસત્તા બંને ધર્મ નિરપેક્ષ છે.
સ્વામી વિવેકાનંદએ કહ્યું છે કે , જ્યારે એક હિન્દુનું ધર્મ પરિવર્તન થાય છે ત્યારે તે એક હિન્દુ જ ઓછો નથી થતો પરંતુ સમાજનો એક દુશ્મન વધે છે . એક અંદાજ પ્રમાણે આઝાદી પછી માત્ર ૭૫ વર્ષમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યા ૩૦ ટકાથી ઘટીને ૯ ટકા થઇ અને પાકિસ્તાનમાં ૨૭ ટકાથી ઘટીને ૨ ટકા જેટલી થઇ ગઇ છે. ત્યાં હિન્દુઓ ભયના ઓથાર નીચે જીવે છે અને આપણે કઇ કરી શકતા નથી. જ્યારે ભારતમાં આ જ સમયગાળા દરમિયાન મુસ્લિમોની સંખ્યા ૯ ટકાથી વધીને ૧૫ ટકા જેટલી થઇ ગઇ છે.એટલે કે ૩ કરોડ માંથી ૩૦ કરોડ થઈ ગયા છે. આ અસંતુલન દિન – પ્રતિદિન વધતુ જાય છે. જો આ પ્રમાણે ચાલુ રહેશે તો ભારતને મુસ્લીમ દેશ બનતા કોઈ અટકાવી નહી શકે. તે જ પ્રમાણે ૨૦૦ વર્ષના અંગ્રેજોના શાસન દરમ્યાન જેટલા હિન્દુઓ ખ્રિસ્તી ન બન્યા એટલા આઝાદી પછી બન્યા છે.
છેલ્લા ૭૫ વર્ષમાં પુર્વોત્તરનાં ૩ રાજ્યો નાગાલેન્ડ , મેઘાલય અને મિઝોરામમાં ખ્રિસ્તી બહુમતી રોજ્યો બની ગયા છે.જેમાં લઘુમતી હિન્દુઓને જીવવુ મુશ્કેલ પડી રહ્યું છે . કાશ્મીર , પ.બંગાળ અને કેરાલાના હિન્દુઓની બેહાલીથી આપણે વાકેફ છીએ.એક અનુભવ સિધ્ધ સત્ય છે કે ભારતવર્ષના જે ભૂ – ભાગમાં હિન્દુઓની સંખ્યા ઓછી થઇ છે તે ભૂભાગ આપણાથી છૂટા પડી અલગ દેશ બની ગયા છે . એક સમયે અફઘાનિસ્તાન થી ઇન્ડોનેશિયા સુધી બૃહદ ભારત ગણાતો હતો . તેમાંથી ટુકડા થઈ ૧૭ અલગ દેશ થઇ ગયા. આવા કેટલાંક દેશ તો આપણા કટ્ટર દુશ્મન પણ બની ગયાં છે . આપણે હજુ સુધી હિન્દુ રાષ્ટ્રીય અસ્મિતાનું નિર્માણ કરી શક્યા નથી કે કોમન સીવીલ કોડનો અમલ કરી શક્યા નથી કે ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરી શક્યા નથી.
દેશ દિશાવિહિને બની અફઘાનિસ્તાન ના રસ્તે જઇ રહ્યો છે . આવું ચાલ્યા કરશે તો રહ્યો સહ્યો દેશ પણ આપણા હાથમાં નહીં રહે . આ બધી સમસ્યાઓનો એકજ જવાબ છે અને તે છે હિન્દુ ધર્મ સત્તાનું નિર્માણ . લોકશાહી શાસનપ્રણાલીમાં બધા રાજકીય પક્ષો મંતબેંકના કુટીલ રાજકારણથી પ્રેરાઇને હિન્દુ સમાજને વિવિધ સંપ્રદાયો અને જ્ઞાતિઓમાં વેરવિખેર કરતાં જાય છે . અત્યારે હિન્દુ સમાજ ૨૦ હજાર જેટલાં વિવિધ મત – પંથ – સંપ્રદાયમાં ઉભો વેતરાઇ ગયો છે અને ૩૦ હજાર જેટલી જ્ઞાતિઓના વાડામાં આડો વેતરાઇ ગયો છે . રાજસત્તા દ્વારા વિવિધ કાયદાઓ ઘડી સ્થિતિ સુધારવા પ્રયત્નો થતા હોવા છતાં ૭૫ વર્ષ પછી પણ દિન – પ્રતિદિન સ્થિતિ બગડતી જાય છે.દેશને સંપ્રદાયવાદ અને જાતિવાદનાં વિષચક્રમાંથી મુક્ત કરવાનો ઈલાજ પણ ધર્મસત્તા પાસે જ છે .