અમદાવાદ 18 ઓગસ્ટ 2023: અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલ રેડિશન બ્લુ ખાતે “આયના કુકરી ક્લબ અને સુગર ઈન કનેક્ટ – દેશ કા રંગ ” દ્વારા 18 ઓગસ્ટના રોજ થાઈલેન્ડના કેક આર્ટિસ્ટ શેફ ઓપલ દ્વારા આંતરરાષ્ટ્રીય કેક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યૂ ટ લેડી ફિગ્યુરીન સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાવર અરેન્જમેન્ટ્સ શીખવાડવામાં આવ્યા હતા. આ સાથે હોમ બેકર્સ અને બેકરી ઉદ્યોગમા નામ ધરાવનાર લોકોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ વિશે વિગતસર વાત કરતા આયના કુકરી ક્બના ફાઉન્ડર બેલા મણિયારે જણાવ્યું હતું કે, “ગુજરાત સહીત દેશભરમાંથી વર્કશોપ શીખવા અને એવોર્ડસ માટે નોંધપાત્ર સંખ્યામાં નોમિનેશન નોંધાયા હતા જેમાંથી 250 જેટલા લોકોએ ભાગ લીધો હતો. મારો પ્રયાસ દર વખતે એક નવા વિકલ્પ સાથે ઈવેન્ટ યોજવવાનો રહ્યો છે જેથી મેમ્બર્સ મહિલાઓ કંઈક નવુ શીખી શકે અને પગભર બની શકે.
આ ઈવેન્ટની શોભા વધારવા મુખ્ય અતિથિ તરીકે મુંબઈના ચોકલેટીયર શેફ વરુણ ઇનામદાર સાથે રેશ્મા સોની અને મયુર નાયક ઉપસ્થિત રહ્યા હતા. ભારત દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી રૂપે આંતરરાષ્ટ્રીય કેક આર્ટિસ્ટ ઓપલ લિપકોર્ન ખાસ થાઈલેન્ડથી પોતાનું હુનર દર્શાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જીનું કેક સ્ટેચ્યુ બનાવી સાથે લઈ આવ્યા હતા.