Business Gujarat Headline News Top Stories

જીપીબીએસ 2025 બિઝનેસ એક્સ્પોની નિકોલ, અમદાવાદ ખાતે પ્રમોશનલ ઈવેન્ટ યોજાઈ

• સરદારધામ દ્વારા આયોજિત “જીપીબીએસ બિઝનેસ એક્સ્પો 2025” 9 થી 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે

• પ્રમોશનલ ઈવેન્ટમાં પ્રકાશભાઈ વરમોરા તથા શૈલેષભાઇ સગપરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી

અમદાવાદ :સરદારધામ આયોજિત “ઓનિક્સ જીપીબીએસ 2025” દેશ કા એક્સ્પોનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહીત સમગ્ર ગુજરાતના વેપાર- ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. માનનીય મુખ્યમંત્રી થી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ ગત મહિને જ યોજાયો હતો. તાજેતરમાં જ આ એક્સ્પોને અનુલક્ષીને નિકોલ, અમદાવાદ ખાતે એક પ્રમોશનલ ઇવેન્ટ યોજાઈ હતી. GPBSના પ્રેસિડેન્ટ શ્રી ગોવિંદભાઇ વરમોરા (સનહાર્ટ સીરામીક), વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિલેશ જેતપરિયા (મોરબી) તથા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જશવંતભાઈ પટેલ (ગાંધીનગર) તથા એક્સ્પોના કન્વીનર શ્રી સુભાષભાઈ ડોબરિયા ઉપસ્થિત રહ્યાં હતા.

કાર્યક્રમની શોભા વધારવા માટે પ્રેઝન્ટર તરીકે શ્રી પ્રકાશભાઈ વરમોરા (ચેરમેન એમેરિટસ- વરમોરા ગ્રુપ & MLA ધ્રાંગધ્રા- હળવદ) તથા શૈલેષભાઈ સગપરીયા (લેખક અને પ્રેરક વક્તા) સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. જાન્યુઆરી, 2025માં 1,00,000 + સ્કવેર મીટર એક્ઝિબિશન એરિયામાં યોજાનાર આ બિઝનેસનાં મહાકુંભ સમાન એક્સ્પોમાં 1600થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે. દેશ- વિદેશના મળીને 10,00,000થી પણ વધુ લોકો આ એક્સ્પોની મુલાકાત લેશે. “GPBS 2025 – દેશ કા એક્સ્પો”માં ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગોને વેગ મળશે. એક્સ્પોની આ પાંચમી એડિશન છે. આ બિઝનેસ એક્સ્પોમાં દેશ જ નહીં વિદેશના સર્વે સમાજનાં ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ ભાગ લેશે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન 2026 અંતર્ગત સરદાર ધામ દ્વારા 2018 થી GPBS એક્સ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સર્વ સમાજના ઉદ્યોગપતિ દ્વારા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન થકી મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે GPBS દેશ કા એક્સ્પો આયોજિત કરાય છે.

આ એક્સ્પોમાં FMCG, સોલાર, એન્જીનીયરીંગ, બેન્કિંગ, એજ્યુકેશન એમ દરેક સેક્ટરના ઉદ્યોગપતિઓ ભાગ લઇ રહ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એક્સ્પો થકી ઘણાં ઉદ્યોગોને વેગ મળશે તેની અમને સંપૂર્ણ આશા છે.આ બિઝનેસ ઍસ્કપો થકી દેશની જીડીપીમાં પણ વધારો થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં જીપીબીએસના બિઝનેસ એક્સ્પોની શરૂઆત મહાત્મા મંદિર ખાતેથી થઇ હતી, ત્યારબાદ 2020 હેલિપેડ ગ્રાઉન્ડ- ગાંધીનગર ખાતે, 2022માં સરસાણા એક્ઝિબિશન સેન્ટર- સુરત ખાતે અને 2024માં નવા રિંગરોડ- રાજકોટ ખાતે પણ આ બિઝનેસ સમિટ યોજાઈ હતી.એક્સ્પોમાં દેશના ટોચના બિઝનેસ સ્પીકર અને મોટીવેશનલ સ્પીકર્સ પણ નવા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દેશ કા એક્સ્પોમાં વિવિધ દેશોના જુદા-જુદા ધંધાઓ સાથે સંકળાયેલા અનેક લોકો આ એક્સ્પોની મુલાકાત લેશે.

જેને લઈને સમગ્ર ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર સ્થાન મળશે. આમ આ એક મલ્ટી કેટેગરી એક્સ્પો કહી શકાય. દેશ કા એક્સ્પોનું મુખ્ય લક્ષ્ય દેશના ઉદ્યોગો અને બ્રાન્ડ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોચાડવાનું છે. જેનાથી ઉદ્યોગોમાં હરણફાળ ક્રાંતિ આવશે અને સર્વાંગી વિકાસ પણ થશે. દેશ- વિદેશના ઉદ્યોગપતિઓ, એક્ઝિબિટર્સ, ઇન્ટરનેશનલ એક્ચ્યુઅલ બાયર્સ અને મોટી સંખ્યામાં વિઝિટર્સને એકસાથે એક મંચ પર લાવી દરેક ભારતીય ગર્વ લઇ શકે તે પ્રકારનો આ એક્સ્પો છે. દેશના યુવાધન અને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગકારોને આ બિઝનેસ એક્સ્પો થકી સંપૂર્ણ માર્ગદર્શન મળી રહેશે. ખાસ કરીને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને પણઅહીં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આમ, GPBS એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરેક માટે એક ઉત્તમ તક રહેલી છે. GPBS એટલે વેપાર ઉદ્યોગનો મહાકુંભ.

Leave a Reply

Your email address will not be published.