હાલ ૨૦ ઉમેદવાર પસંદગી ૨૦ ઉમેદવારોના નામ જાહેર
અમદાવાદ 15 સપ્ટેમ્બર 2022: જન સેવા ડ્રાઈવર પાર્ટી ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માહિતી અપાઈ કે હાલ 20 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, એ પ્રથમ તબક્કામાં ૨૦ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ આર. તિવારીએ જણાવ્યું કે તેમની જન સેવા ડ્રાઈવર પાર્ટી ચૂંટણીમાં મોંઘવારી, આરોગ્ય, શિક્ષણ અને ડ્રાઈવરોની અનેકો કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવા જેવા મુદ્દા ઉઠાવશે.
તેમણે જણાવ્યું કે તેમની પાર્ટી અમદાવાદની ૧૪, ઉત્તર ગુજરાતની ૬ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. અમારી પાર્ટી ડ્રાઈવરો અને અસંગઠિત ક્ષેત્રના લોકોને સસ્તું ભોજન આપશે. ટ્રાફિક પોલીસની હેરાનગતિ દૂર કરશે. ઓટો, ટેકસી, ટેમ્પો, ડ્રાઈવરોને સી.એન.જી કરમુક્ત કરી સસ્તું કરવામાં આવશે. ડ્રાઇવિંગ લાયસન્સ પર ૧૫ લાખનો વીમો કરવામાં આવશે, ડ્રાઈવર અને તેમના પરિવારોને હિતને ધ્યાનમાં રાખી ડ્રાઈવર આરોગ્ય બનાવવામાં આવશે, શહેરમાં રહેતા ગરીબ પ્રજાનો મ્યુનિસિપલ ટેક્સ સંપૂર્ણ માફ કરવામાં આવશે. ગુજરાતમાં તમામ સરકારી વિભાગોમાં કામ કરતા તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. અને બધા સરકારી વિભાગોમાં તમામ ખાલી બેઠકો ઉપર નવી ભરતી કરવામાં આવશે. ટેકસી, ટેમ્પો, ઓટો વાહનનો નવું નોંધણી ૩ વર્ષ સુધી મોકુફ રાખવામાં આવશે. ઉમેદવારોના નામ જાહેર કર્યા પછી અમોએ ગુજરાતના તમામ ડ્રાઈવરો સાથે પ્રચાર અને જાન સંપર્ક તેજ કરીશું