7 એપ્રિલ, 2025ના રોજ ગ્વાલિયા SBR ખાતે, ગ્વાલિયાનાં સંચાલક જય શર્મા અને USA બ્લુબેરી કોન્સ્યુલેટના સહયોગથી ખાસ બ્લુબેરી ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વિશિષ્ટ ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ બ્લુબેરી પ્રોડક્ટ્સ તથા તેના આધારિત યુનિક અને નવીન સ્વીટ્સનું ખાસ પ્રદર્શન અને લોન્ચિંગ કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત મહેમાનોએ ખુબ જ પ્રશંસાપૂર્વક આવકાર્યું.
આ બ્લુબેરી ફૂડ ફેસ્ટિવલ અને ડિનર ઉપસ્થિત મહેમાનો માટે એક યાદગાર અને અનોખો અનુભવ સાબિત થયો. આ અવસરે ‘આયના કુકરી ક્લબ બાય બેલા મણિયાર’ દ્વારા ‘બેરિલિશિયસ બ્લિસ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રસિદ્ધ પેસ્ટ્રી શેફ મોનિલા સુરાના (ફ્લોરેન્સ અકાડેમી)એ ઉપસ્થિત 150થી વધુ હોમ શેફ્સ, ફૂડ બ્લોગર્સ અને ફૂડ ઇન્ડસ્ટ્રીના મહાનુભાવોને બ્લુબેરી આધારિત વિવિધ રેસિપીઝ જેવી કે બ્લુબેરી ચીઝકેક, ટાર્ટ, હમસ અને ક્રીમ ચીઝ ટોસ્ટ બનાવવી શીખવી. વર્કશોપનાં દરેક સત્રમાં શેફ મોનિલાની અનુભવી સ્ટાઇલ અને રસપ્રદ પ્રેઝન્ટેશનને ઉપસ્થિતોએ અત્યંત પસંદ કર્યું.

વિશેષરૂપે, યુએસએ બ્લુબેરી કોન્સ્યુલેટ તરફથી USHBC ના દેશ પ્રતિનિધિ રાજ કપૂર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે અમદાવાદનાં જાણીતા ફૂડ એન્ડ ટ્રાવેલ ક્રિટિક અનિલ મુલચંદાની એ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.