workshop on Design Thinking
Gujarat Top Stories

કેલોરેક્સ ગ્રૂપે eKal એકેડમી મારફતે ડીઝાઇન થિંકિંગ પર વર્ચ્યુઅલ વર્કશૉપ યોજી

નેપાળ સ્થિત વિજયા સામુદાયિક શિક્ષા સદન (VSSS)માંથી 48 સહભાગીઓએ આ વર્કશૉપમાં હાજરી આપી અને ઉપયોગી માહિતી મેળવી

અમદાવાદ, 24 જાન્યુઆરી, 2022: શનિવારના રોજ કેલોરેક્સ ગ્રૂપ દ્વારા સંચાલિત વર્ચ્યુઅલ પ્લેટફૉર્મ eKal એકેડમી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ડીઝાઇન થિંકિંગ પર એક વર્ચ્યુઅલ વર્કશૉપ યોજવામાં આવી હતી. eKal એ એક વર્ચ્યુઅલ લર્નિંગ પ્લેટફૉર્મ છે અને તે માહિતીપ્રદ અને પ્રેરક કાર્યક્રમોનું પ્રતિષ્ઠિત હૉસ્ટ છે, જે કેલોરેક્સ ગ્રૂપની સંસ્થાઓના છત્ર હેઠળ સંચાલન કરે છે.  કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રેનરો દ્વારા આ વર્ચ્યુઅલ સેશન હાથ ધરવામાં આવ્યું હતું અને નેપાળ સ્થિત વિજયા સામુદાયિક શિક્ષણ સદન (VSSS)ના 48 સહભાગીઓએ તેમાં હાજરી હતી.

આ વર્કશૉપે એક પરસ્પર સંવાદાત્મક પ્રક્રિયા તરીકે ડીઝાઇન થિંકિંગ પર પ્રકાશ પાડ્યો હતો, જેના ભાગરૂપે વ્યક્તિ સમસ્યાને સમજવા માંગે છે, પૂર્વ-કલ્પિત ધારણાઓ અને માન્યતાઓને પડકારે છે તથા સમસ્યાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે, વૈકલ્પિક વ્યૂહરચનાઓને ઓળખવાનો પ્રયત્ન કરે છે અને સમસ્યાઓનો ઉકેલ શોધવા માંગે છે. કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશલ સ્કુલના ટ્રેનરોએ આ વિષય પર વિસ્તારપૂર્વક રજૂઆત કરી હતી.

હૉસ્ટ સ્કુલના સંયોજકોની એક ટીમે સમજાવ્યું હતું કે, ડીઝાઇન થિંકિંગ, સમસ્યાને ઉકેલવાનો ઉકેલ-આધારિત અભિગમ પૂરો પાડે છે. તે વિચારવાનો અને કામ કરવાનો એક માર્ગ છે તેમજ વ્યાવહારિક પદ્ધતિઓનો સંગ્રહ છે.

ડીઝાઇન થિંકિંગ એ એક અભિગમ છે, જેને વિવિધ સમસ્યાઓને ઉકેલવા માટે સમગ્ર વિશ્વના વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રો અને સેગમેન્ટ્સ દ્વારા વ્યાપકપણે અપનાવવામાં આવેલ છે. આ ખાસ વર્કશૉપે યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) #14 એટલે કે લાઇફ બીલો વૉટર (જલીય જીવન) હેઠળના લક્ષ્યોને સંબોધિત કર્યા હતાં.

આ વર્કશૉપના ફેસિલિટેટરો ભાગ લઈ રહેલી ટીમને પડકારની ધારણા કરવામાં, કાર્યવાહી કરવા યોગ્ય ક્ષેત્રોને શોધવામાં તથા રચનાત્મક પરિણામો પર પહોંચવામાં મદદરૂપ થયાં હતાં. આ સેશનમાં પેડલેટ, ગૂગલ ફૉર્મ્સ અને મેન્ટિમીટર જેવા વિવિધ ઓનલાઇન પરસ્પર સંવાદાત્મક પ્લેટફૉર્મના એકીકરણ મારફતે એમ્પથીથી માંડીને પ્રોટોટાઇપ સુધીના ડીઝાઇન થિંકિંગના તમામ તબક્કાઓને આવરી લેવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published.