Gujarat Headline News Top Stories

કેન્સર ટ્ર્રીટમેન્ટમાં નવી દિશાના પગરણ


હવે આ રીતે પણ થશે કેન્સર ટ્રીટમેન્ટ


કેન્સર એ સામાન્ય ન હોય તેવા ખામીયુક્ત કોષો (સેલ્સ)ના સમાવિષ્ટથી બનતો સમુહ રોગ છે, જેમાં ખામીયુક્ત કોષો શરીરના વિવિધ ભાગોમાં ફેલાવાની કે હુમલો કરવાની શક્તિ ધરાવે છે. કેન્સરમાં જો સમયસર યોગ્ય સારવાર ન થાય તો જીવલેણ બની જાય છે અને તેથી જ કેન્સરમાં સારવાર ખૂબ જ મહત્વની બની જાય છે. કેન્સરની ઘણી સારવાર પદ્ધતિઓ કેન્સરના પ્રકાર અને કેન્સર કયા તબક્કામા આગળ વધ્યુ છે તેના પર નિર્ભર કરે છે. કેટલાક દર્દીઓને સારવારની કોઈ એક પદ્ધતિની જ જરૂર પડે છે, જેમાં કીમોથેરાપી અથવા સર્જરી કે રેડિએશન કોઈ પણ એક હોઈ શકે છે. પરંતુ મોટા ભાગના દર્દીઓને જુદી જુદી પદ્ધતિનો સમન્વય કરીને સારવાર આપવાની જરૂર પડે છે.


કીમોથેરાપી એ કેન્સરની સારવારમાં એક અભિન્ન અંગ છે અથવા તો મહત્વનો ભાગ ભજવે છે. કીમોથેરાપી દર્દીઓના રોગને ઓછો કરવા અથવા રેડિએશનની અસરને વધારવા અથવા ઓપરેશન પછી રોગ પાછો ના આવે તેના માટે કરવામા આવે છે. આ ઉપરાંત કીમોથેરાપી છેલ્લા સ્ટેજ (સ્ટેજ-4)ના દર્દીઓના રોગને ઓછો કરવા તેમજ કેન્સરથી થતી પીડાને ઘટાડવામા પણ મદદરૂપ થાય છે.


કેન્સર સેલ્સ ખૂબ જ ઝડપથી વધે છે અને તે શરીરના અન્ય સેલ્સ (કોષો) કરતા વધુ ઝડપથી બમણા થાય છે. કીમોથેરાપી એ એક એવા પ્રકારની દવા છે કે જે શરીરમાં ઝડપથી વધતા કોષોને મારવા માટે સક્ષમ હોય છે. વિવિધ કીમોથેરાપીની દવાઓ હાલ ઉપલબ્ધ છે એ દવાઓ સિંગલ ડ્રગ ટ્રીટમેન્ટ અથવા તો કોમ્બિનેશન ડ્રગ થેરાપી તરીકે ઉપયોગમાં લેવાય છે.
આમ, કીમોથેરાપી વિવિધ પ્રકારના અનેક કેન્સરની સારવાર માટે અસરકારક છે.પરંતુ તેમાં કેટલીક આડઅસરનું જોખમ પણ રહેલુ છે. ખાસ કરીને કીમોથેરાપીમાં એલોપેસીઆ અથવા વાળ ખરી જવા એ અનઈચ્છીત આડઅસર છે. વાળ ખરી જવા તે કીમોથેરાપીની સારવાર દરમિયાન દર્દીના જીવનનો ખૂબ જ કડવો અનુભવ હોય છે. ઘણીવાર દર્દી વાળ ખરવાને લઈને જીવન બચાવતી કીમોથેરાપી પણ લેવા માંગતા નથી અથવા તો ના પાડી દેતા હોય છે.


હવે કેન્સરના દર્દીઓને આ માનસિક યાતના સહન ના કરવી પડે તેના માટે નવી આધુનિક પદ્ધતિની શોધ થઈ છે. હવે એવુ ડિવાઈસ કે મશીન આવે છે જે કીમોથેરાપીમાં વાળ ખરી જતા બચાવે છે. આ મશીનને સ્કાલ્પ કૂલિંગ ડિવાઈસ કહેવાય છે. જે કૂલ કેપની મદદથી લોહીની નળીઓને સંકોચે છે અને પરિણામે વાળ તુટતા નથી કે કોષમાંથી છુટા પડતા નથી. આ ડિવાઈસ 50થી70 ટકા કેસોમાં ખૂબ જ અસરકાકર સાબીત થયુ છે. આ નવી પદ્ધતિ દર્દીઓને એક સકારાત્મક અભિગમ પુરો પાડે છે તેમજ સામાજિક સંકોચથી પણ બચાવે છે.


આજે કેન્સરની સારવારમાં આશાની નવી કિરણો દેખાય છે.તેમાં શ્રેષ્ઠ સારવારના ઘણાં સારા અવકાશ રહેલા છે. કેન્સરમાં સામાન્ય રીતે અપાતી જનરલાઈઝ્ડ સારવારને બદલે દરેક દર્દીને પોતાની જરૂરિયાત અને અનુકુળતા પ્રમાણે ટેઈલર મેડ( Tailor made) સારવાર આપવા સાથે એક નવા અભિગમ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ઓંકોલોજી એટલે કે કેન્સરની સારવારમાં વ્યક્તિગત ઉપચાર અથવા તો ચોક્કસ પ્રકારની દવાઓનો એક નવો અભિગમ ઉભરી રહ્યો છે. આ નવી પદ્ધતિમાં જીનેટિક અને મોલેક્યુલર ઈન્ફોર્મેશનના ઉપયોગ દ્વારા દરેક દર્દીને તેની જરૂરિયાત મુજબની અસરકારક સારવાર અપાય છે. આ જીરૂરિયાત મુજબનો દરેક દર્દી માટેનો વ્યક્તિગત અભિગમ તથા સારવાર, ઓછી આડઅસર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત માપદંડો સાથે વધુ અસરકારક સાબીત થશે.


ડૉ.આશિષ કૌશલ
એમડી ડીએમ ઈસીએમઓ
ડિરેકટર આગમ ક્લિનિક-કેન્સર સેન્ટર
સીનિયર કન્સલટન્ટ મેડિકલ ઓન્કોલોજી
કે.ડી હોસ્પિટલ, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published.