કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) એ વર્ષ 2020નો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વવિદ્યાલયે 17 નવેમ્બર 2020ના રોજ ટાઈમ્સ હાયલ એજ્યુકેશન (ટી.એચ.ઈ.) દ્વારા અપાતો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો છે. કે.આઈ.આઈ.ટી.ને વર્કપ્લેસ ઑફ ધ ઈયર (વર્ષનું કાર્યસ્થળ) વર્ગમાં વિજેતા જાહેર કરાયું. આ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરનાર આ ભારતની એકમાત્ર સંસ્થા છે. પોતાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને પ્રારંભિક પ્રગતિ અથવા તો વિકાસ અને પોતાની ઉદારતાપૂર્ણ વચનબદ્ધતા માટે તેને ઓળખ મળી છે. કે.આઈ.આઈ.ટી. પોતાના વિક્રેન્દ્રી શાસન માટે અલગ છાપ ધરાવે છે. જેમાં મુખ્ય કર્મચારીઓને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવે છે અને તેઓ કાર્યો પૂર્ણ કરી શકે તે પ્રકારની શક્તિ આપવામાં આવે છે. આ એકમાત્ર સેલ્ફ ફાઈનાન્સ વિશ્વવિદ્યાલય છે જે પરિવારવાદથી પર છે. તમામ વરિષ્ઠ અધિકારી સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ છે. કર્મચારી-અધિકારીઓની પસંદગી પ્રક્રિયા તદ્દન પારદર્શક છે. કર્મચારીઓ અને ફેકલ્ટીના તમામ સભ્યોએ તેનો બધો જ શ્રેય પોતાના સંસ્થાપક ડૉ.અચ્યુતા સામંતાને જ આપ્યો. ડૉ.સામંતાએ નાણાંકીય અને વહીવટી બંનેમાં સ્વતંત્રતા સાથે સંકોચ વિના કામ કરવાને પ્રણાલી પર બળ આપ્યું. તેમણે એક વાતાવરણ અને કાર્ય સુધારક પ્રણાલી બનાવી છે. જ્યાં ફેકલ્ટી અને કર્મચારી ઉન્મુક્ત મનથી પોતાની કામગીરી કરી શકે છે. પરિણામ સ્વરૂપ કે.આઈ.આઈ.ટી પોતાની સ્થાપનાના સમયથી જ વિદ્યાર્થી, માતા-પિતા, કર્મચારીઓ અને પર્યાવરણને અનુકૂળ પરિસર રહ્યો છે. આ નિર્ણાયક મંડળ અનેક અનુભવી વ્યક્તિઓને સાથે રાખીને બનાવવામાં આવ્યું છે. જેમણે દેશની સેંકડો સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યું અને વિદ્યાર્થી, શિક્ષકો, શોધકર્તાઓ અને સ્થાનીય સમુદાય વચ્ચે ગહન સર્વેક્ષણ કરવા ઉપરાંત કે.આઈ.આઈ.ટી.ને વિજેતા જાહેર કરાઈ..
Related Articles
Gujarat Formation Day celebrated today
Today, in Indian state of Gujarat, commemorating the formation of the state of Maharashtra from the division of the Bombay State on 1 May 1960. Gujarat formation Day is also known as Gujarat Gaurav Divas, commonly associated with parades and political speeches from ruling and opposition parties and ceremonies, in addition to various other public […]
Vadodara: BJP yuva morcha activist Kaushal Dave shot at Waghodia road
In Vadodara, BJP yuva morcha activist Kaushal Dave shot at Waghodia road. Dave successfully escapes unhurt after 3 rounds of firing on him. More details awaited.
Surendranagar: 15 Thalassemic children get Jaundice infection
Today in Surendranagar, in a pathetic situation more than 15 Thalassemic children get Jaundice infection through blood transfusions. Patients complaint of laziness of hospital staff. CU Shah Medical College and Hospital provides Free Blood to patients. Every Thursday patients are transfused with blood. As per source.