અમદાવાદ, 25 ડિસેમ્બર, 2021:બાળકોમાં આશા અને ઉમંગ ફેલાવવા માટે કેલોરેક્સ ગ્રૂપ દ્વારા સંચાલિત વિસામો કિડ્સ ફાઉન્ડેશને એક અઠવાડિયું ચાલનારું અભિયાન આરંભ્યું છે. વિસામો કિડ્સ ફાઉન્ડેશન એ કેલોરેક્સ ગ્રૂપ દ્વારા સ્થાપવામાં આવેલી એક સંસ્થા છે, જે વંચિત બાળકોના શિક્ષણ તથા રહેવા, જમવા અને સ્ટેશનરી સહિતના સંલગ્ન ખર્ચાઓ ઉઠાવીને તેમને સહાયરૂપ થાય છે. ‘બી એ વિસામો સેન્ટા’ નામના આ અભિયાનના ભાગરૂપે વિસામો કિડ્સ તેના વંચિત બાળકો માટે પાર્ટીઓનું આયોજન કરશે, તેમને સ્વાદિષ્ટ ભોજન અને ભેટસોગાદો આપશે તથા સમાજના લોકો, તેઓ ઇચ્છે તે રીતે આ પહેલમાં પોતાનું યોગદાન આપી શકે છે.
ક્રિસમસ અને કંઇક આપવાનો આનંદ એ પ્રેમ, આશા અને ઉલ્લાસને ફેલાવવા સાથે સંબંધિત છે, આથી આ અભિયાન નાના ભૂલકાંઓ માટે સેન્ટા ક્લૉઝ બનવાનો એક મોકો છે. 22 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનનો ઉદ્દેશ્ય વિસામો કિડ્સ માટે સમાજમાંથી નવા મિત્રો અને સમર્થકો મેળવવાનો છે. આ ઉજવણીનો હેતુ જરૂરિયાતમંદોને કંઇક આપવા અને તેમને મદદરૂપ થવાની ભાવનાથી સમુદાયના સભ્યોને એકજૂથ કરવાનો છે.
વધુ માહિતી માટે કૃપા કરીને 9825006905પર શ્રી ઉન્મેશ દિક્ષિતનો સંપર્ક કરો.