૨૭ અને ૨૮ માર્ચ દરમયાન બે દિવસીય હાઈ લાઈફ સંસ્કરણનું ફરી રજુઆત અને કેટલાક મહિલા સાહસિકોનું ખાસ સન્માન
અમદાવાદ, ૨૭ માર્ચ, ૨૦૨૩ : માર્ચ મહિનો એટલે કે વુમેન્સ ડે ની ખાસ ઉજવણી કરવાના મહિનો અને એટલે જ આગામી બ્રાઇડલ અને ઉનાળા સીઝનના ફેશન ટ્રેન્ડસના સાથે સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન દ્વારા કેટલાક મહિલા ઉદ્યોગસાહસિકો માટે એક સન્માન સત્રનું આયોજન કરવામાં આવ્યું. આગામી સીઝન માટેનું નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ટ્રેન્ડસ સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અમદાવાદમાં ફરી એક બાર પાછો આવી ગયા છે અને અમદાવાદના દ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું પ્રારંભ કરવામાં આવ્યું હતું . ૨૭ અને ૨૮ માર્ચ , ૨૦૨૩ દરમિયાન કોલકત્તા, દિલ્હી, મુંબઈ, દુબઇ, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાં થી ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શન્સનું રજુઆત આ એક્ઝિબિશનમાં કરવામાં આવશે.
૨૭ અને ૨૮ માર્ચ દરમયાન દ ગ્રાન્ડ ભગવતી ખાતે યોજાનાર આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન શહેરના કેટલાક જાણીતા મહિલા ઉદ્યોગસાહસિકોને એમના સિદ્ધિઓ માટે બિરદાવા આવ્યું હતું. રંગરીવા સ્ટુડિઓઝના ડિરેક્ટર – સુશ્રી RJ ભૂમિકા ત્રિવેદી, લાઇન્સ બિઝનેસ નેટવર્ક ચેરના સુશ્રી જુલી પંચાલ, ટોપ મોડેલ અને સામાજિક કાર્યકર્તા – સુશ્રી વિની શર્મા, મિસિસ ઈન્ડિયા લેગેસી ૨૦૨૦ના રનર ઉપ અને બ્રાન્ડ એમ્બેસેડર – શ્રીમતી વિશાખા રંજન, ફેશન જર્નાલિસ્ટ – સુશ્રી ધ્રુવી શાહ, સામાજિક ઉદ્યોગસાહસિક – શ્રીમતી જયા શ્રીવાસ્તવ, મોટીવેશનલ સ્પીકર અને લાઈફ કોચ – શ્રીમતી નૈસર્ગી શાહ, વાઇબ્રન્ટ એન્કર અને પૂર્વ મિસ ગુજરાત – વૈભવી શાહ, કરણ ફોઉંડેશનના રાખી વર્મા અને શ્રી ઓપ્ટીશિયન્સના ડિરેક્ટર અને લાયન્સ ગ્રુપમાં કાર્યરત શ્રીમતી તૃપ્તિ વ્યાસનું કાર્યક્રમમાં અભિવાદન કરવામાં આવ્યું હતું અને એમના દ્વારા હાઈ લાઈફના આ સંસ્કરણનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં તાજગીપૂર્ણ રીતે દેશભરના નવીન ડિઝાઇનર્સના દ્વારા પહેલા ક્યારેય ન જોયેલા સમર ડિઝાઇન ટ્રેન્ડસ જોવા માટે તૈયાર રહો. હાઇ લાઇફ એક્ઝિબિશન – અમદાવાદ ફેશન ડિઝાઈનરો અને રસિકો માટે હાઇ ફેશન ડિઝાઇન્સ અને કારીગરી, લક્ઝ એક્સેસરીઝ, જ્વેલરી, બ્રાઇડલ આઉટફિટ્સ અને વધુની સ્ટાઇલનું સાચું સેલિબ્રેશન છે. હાઈ લાઈફ પ્રદર્શનોની આ આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઈડલ વેર છે જે ગ્લિટ્ઝ, ટેન્ટાલાઈઝિંગ ટ્યુનિક, ચિક કેપ્સ, સેલિબ્રિટી સ્ટાઈલના જેકેટ્સ અને સિઝલિંગ સિલ્કમાં ડ્રેપ્સ, કન્ટેમ્પરરી કટ્સમાં ક્રેપ, પેસ્ટલ પ્રિન્ટ્સ અને એમ્બ્રોઈંગ એમ્બ્રો સાથે ગ્રેસનું મિશ્રણ કરે છે. આ આવૃત્તિ માં સમર ફ્યુઝન ફેવરિટમાં ટ્રેન્ડી ટ્વિસ્ટનો અનુભવ કરો!
તો આવો અને બ્રાઇડલ લાઈફ સ્ટાઈલ, ફેશન અને હૌટે કુટેરે શો હાઈ લાઈફ ફેશન એક્ઝિબિશનનું ૨૭ અને ૨૮ માર્ચ , ૨૦૨૩ દરમિયાન હોટલ દ ગ્રાન્ડ ભગવતી ખાતે મજા માણો.