અમદાવાદ : AMC એ રજૂ કર્યું રૂ 14 હજાર કરોડનું બજેટ, શહેરીજનોને મળશે આ ખાસ સુવિધાઓ!
AMC વર્ષ 2025-26 નું બજેટ કમિશનરે કર્યું રજૂ 2025-26 નાં બજેટમાં 3 હજાર 200 કરોડનો વધારો કરાયો વર્ષ 2025-26 નું 14 હજાર કરોડનું બજેટ રજૂ કરાયું વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદને અનુરૂપ બજેટ રજૂ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું 14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં મ્યુનિ. કમિશનર દ્વારા રૂ. 14,001નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. આ બજેટમાં ગત વર્ષના બજેટ કરતા રૂ. 3,200 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે મનપાનું બજેટ ડ્રાફ્ટ બજેટ રૂ. 10,801 હતું. જ્યારે આ વર્ષે 14,001 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

બજેટ મુજબ શહેરના 51 રોડ 227 કરોડના ખર્ચે વાઈટ ટોપિંગ બનશે. સાથે જ 108 રોડ ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવશે. ઉપરાંત 100 નવા ટ્રાફિક જંક્શન બનશે અને CG રોડ મ્યુનિસિપલ માર્કેટનું રી-ડેવલપમેન્ટ થશે. “સસ્ટેનેબલ અને પ્રોગ્રેસીવ” મથાળા હેઠળ મ્યુ. કમિશનર રજૂ કર્યું બજેટ કરવામાં આવ્યું છે. શહેરમાં આ વર્ષે નવા 22 ગાર્ડન શહેરમાં બનાવવામાં આવશે.

