અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરના જાણીતા કેફે અર્બન બંજારા ખાતે યોજાઇ ગયો. જેમાં ફિલ્મના કલાકારો હિતુ કનોડિયા, મોના થીબા કનોડિયા, અરવિંદ વેગડા, યોગેશ જીવરાણી, ભાવિકા ખત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મના પ્રોડ્યુસર મનીષ પટેલ, ડાયરેક્ટર અખિલ કોટક, તથા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ અને દિગ્ગજ કલાકારો જેવા કે મૌલિક ચૌહાણ, સપના વ્યાસ , દીપક અંતાણી, સુનીલ વિશરાણી, અત્રિશ ત્રિવેદી, પાર્થ માધુકૃષ્ણ, જય પંડ્યા , હર્ષિદા પાણખાણીયા, નીશીથ બ્રહ્મભટ્ટ, ધારેશ શુક્લા, હિતેશ ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. ઇન્ડસ્ટ્રીના આ નવતર કાર્યક્રમ દરમિયાન મીડિયા સમક્ષ પત્રકાર પરિષદમાં આવનાર ફિલ્મ વિશે ફિલ્મના કલાકારો દ્વારા માહિતી આપવામાં આવી હતી.
જેનું સંપૂર્ણ પ્રેસ અને મીડિયા મેનેજમેન્ટ શ્રી શારદા કોમ્યુનિકેશનના આનંદ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ શહેરના હાજર સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર સાથે ફિલ્મ વિશે વાતો કરવામાં આવી હતી. ત્યાર બાદ સહુ કલાકારો ફોટોશેશન કરવામાં આવ્યું હતું અને સાથે મળીને ડિનર લેવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારનો પ્રયોગ એક નવતર પ્રયોગ છે અને જેની ખાસી નોંધ લેવાઈ છે.