BY DARSHANA JAMINDAR
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સને ૨૦૨૩-૨૪ના બજેટ અંગેની અખબારી યાદી ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ એક અખબારી નિવેદનમાં જણાવે છે કેઃ-
ભારત સરકાર ધ્વારા આઝાદીના ૭૫માં વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ સને ૧૯૪૭ થી આ શહેરની પ્રજાને જાહેર પરિવહનની સેવા પુરી પાડતી હોવાથી અ.મ્યુ.ટ્રા.સ.ને પણ ૭૬ વર્ષ થતાં હોઈ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે એ.એમ.ટી.એસ. દ્વારા હાલની ૮૦૯ બસોમાં વધુ ૨૦૦ રેગ્યુલર બસો (ટેન્ડર કરેલ છે.)( ૮૦૯ + ૨૦૦+૧૦૦ ) રોડ ઉપર મુકીને નગરજનોને સારામાં સારી ફ્રીકવન્સી આપવાનો દ્રઢ નિર્ધાર કરેલ છે. આ પ્રસંગે સને ૨૦૨૩-૨૦૨૪ના વર્ષનું સુધારા સાથેનું બજેટ રજુ કરતાં હર્ષની લાગણી અનુભવી રહ્યો છું.
વર્ષ ૧૯૪૭માં ૧૧૨ બસો અને ૩૮ રૂટો સાથે શરૂ કરેલી આ પરિવહન સેવાનો વ્યાપ વધીને આજે ૮૦૯ બસો અને ૧૩૩ ઓપરેશનલ રૂટ સુધી પહોંચ્યો છે. અમદાવાદ શહેરનો વિસ્તાર ૪૬૬ ચો.કી.મી.થી વધીને ૪૮૦.૮૮ ચો.કી.મી. થયેલ છે. ઔડાના ગામો જેવાં કે નૈનપુર ચોકડી, બારેજડી, બાકરોલ, સાણંદ, મટોડા પાટીયા, સાઉથ બોપલ,મોટી ભોયણ,થોળ, ત્રિમંદિર, વહેલાલ ગામ, ડભોડાગામ વિગેરેગામડાઓમાં એ.એમ.ટી.એસ.ની બસ સુવિધા આપવામાં આવે છે. આવનાર દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન સરકારના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કહે છે તે કરે છે તેવા ઉદેશ્યથી પરિવહન સેવાનો વ્યાપ વધારીને કુલ ૧૧૦૯ બસો પૈકી અંદાજે ૧૦૦૧ બસો ઓનરોડ કરીને શહેરી જનોને વધુમાં વધુ કાર્યક્ષમ સેવા મળી રહે તેના માટે અમો કટિબધ્ધ છે.
- સને ૨૦૨૩-૨૦૨૪ના ટ્રાન્સપોર્ટમેનેજરશ્રી દ્વારા રજુ કરવામાં આવેલ કુલ બજેટ રૂા.પ૬૭ કરોડમાં ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા નીચે દર્શાવેલ રૂા.૭ કરોડના સુધારા સાથેનું કુલ બજેટ રૂા.૫૭૪ કરોડનું મંજુર કરવામાં આવેલ છે.
૧) ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજીત રૂા.૧૫ કરોડ મેળવીને અ.મ્યુ.ટ્રા.સ.ની પોતાની માલિકીની ૫૦ નવી બસો ખરીદવાનું ઠરાવવામાં આવે છે. આ બસોનું ગ્રોસ્ટ કોસ્ટ કી.મી.થી સંચાલન કરવામાં આવશે.
૨) ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂા.૧.૫ કરોડ મેળવીને અ.મ્યુ.ટ્રા.સ.ના અર્ચર, શ્રીનાથ, મેમ્કો, મિલ્લતનગર તમામ ડેપોમાં તેમજ પાલડી, વાસણા, વાડજ, અખબારનગર, નરોડા, સારંગપુર, મણિનગર, હાટકેશ્વર તમામ ટર્મિનસોમાં સોલાર પેનલ લગાવવાનું ઠરાવવામાં આવે છે. જેનાથી હાલના ઈલેકટ્રીક બીલમાં ઘટાડો થશે.
૩) અ.મ્યુ.ટ્રા.સ.ના પાલડી, વાડજ, અખબારનગર, નરોડા, સારંગપુર, મણિનગર, હાટકેશ્વર તમામ ટર્મિનસોમાં ટર્મિનસોમાં સી.સી.ટીવી કેમેરા લગાવવાનું ઠરાવવામાં આવે છે. આ માટે રૂ।. ૧ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે.
૪) અમદાવાદ શહેરના વિકાસને ધ્યાનમાં લઈ શહેરની ફરતે આવેલ સરદારપટેલ રીંગરોડ ઉપર બસોનું સંચાલન કરવામાં આવે છે. સરદારપટેલ રીંગરોડ ઉપર રૂટમાં બસ જાય ત્યારે ડેડ કી.મી.નું પ્રમાણ વધતું હોઈ સરદારપટેલ રીંગરોડની આજુ-બાજુમાં પૂર્વવસ્તારમાં એક અને પશ્ચિમ વિસ્તારમાં એક એમ બે પ્લોટ ડેપો માટે મેળવીને તેમાં જરૂરી સિવિલ કામો કરાવવાનું ઠરાવવામાં આવે છે. આ માટે રૂા.૪ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે.
૫) હાલમાં કુલ ૮૦૯ બસોના કાફલામાં ૧૦૦ ઈલેકટ્રીક બસો ઉપરાંત ચાલુ વર્ષે બીજી ૨૦૦ રેગ્યુલર બસોના ટેન્ડર કરવામાં આવેલ છે જે બસો આવવાથી અમદાવાદ શહેરના નગરજનોને કુલ૧૧૦૯ બસો દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવશે.
૬) અ.મ્યુ.ટ્રા.સ.ના દરેક ઝોન વાઈઝ કોઈપણ એક રૂટ ઉપર જયાં મહિલા પ્રવાસીઓ વધુ હોય ત્યાં પીકઅવર્સમાં મહિલા બસ શરૂ ક૨વામાં આવશે.
૭) અમદાવાદ શહેરની ફરતે આવેલ સરદારપટેલ રીંગરોડ ઉપર બીજા તબકકામાં અસલાલી થી સનાથલ, વૈષ્ણવીદેવી મંદિર થઈ ઝુંડાલ સુધીની બસ સેવા શરૂ કરવામાં આવશે.
૮) અ.મ્યુ.ટ્રા.સ.ની બસોમાં દિવ્યાંગ પ્રવાસીઓને વિનામુલ્યે પ્રવાસ ક૨વા દેવા માટે ફ્રી પાસ આપવામાં આવશે.
સંસદ સભ્ય, ધારાસભ્ય, મ્યુ.કાઉન્સીલરની ગ્રાન્ટમાંથી મીડી ડેકોરેટીવ બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે.
૧૦) મેટ્રો રેલના વસ્ત્રાલ, એપરેલપાર્ક, થલતેજ વિગેરે સ્ટેશનો ઉપર અ.મ્યુ.ટ્રા.સ.ની બસના મુસાફરોને કનેકટીવીટી મળે તે રીતના રૂટોનું આયોજન કરી બસો મુકવામાં આવશે.
૧૧) અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મોબાઈલ એપને એન.ઈ.સી. અને
જી.એન.એફ.સી. લીમીટેડ દ્વારા અપગ્રેડ કરવામાં આવશે જેના દ્વારા પ્રવાસી બસ સ્ટેન્ડ પરથી જ પોતાના મોબાઈલ દ્વારા કઈ બસ કયારે આવશે તેની જાણકારી મેળવશે તેમજ કોઈ ફરીયાદ પણ મોબાઈલ એપથી જ કરી શકશે.
૧૨) અમદાવાદ શહેર અને ઔડામાં હવે પછી પડતી ટી.પી.માં ટ્રાન્સપોર્ટ માટે પ્લોટ રીઝર્વ ક૨વા અંગેની બન્ને જગ્યાએ રજુઆત કરવામાં આવશે.
૧૩) સરદારપટેલ રીંગરોડ ઉપર જુદી-જુદી જગ્યાએ પી.પી.પી.ના ધોરણે બસ સ્ટેન્ડ મુકીને
આવક ઉભી કરવામાં આવશે.
૧૪) સ્ટીલના બસ શેલ્ટરો બનાવવા રૂ।. ૨ કરોડના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવશે.
આ વર્ષમાં ટ્રાન્સપોર્ટ સર્વિસની ઝીણામાં ઝીણી બાબતો પ્રત્યે ધ્યાન દોરી રચનાત્મક સૂચનો દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય શહેરી વિકાસ મંત્રીશ્રી, માનનીય મેયરશ્રી, મા. ડે.મેયરશ્રી, મા.સ્ટે.કમિટી ચેરમેનશ્રી, મ્યુ. ભાજપના મા.નેતાશ્રી તેમજ વિપક્ષના નેતાશ્રી, દંડકશ્રી, ચેરમેનશ્રી સ્કુલબોર્ડ તથા શહેરના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યશ્રીઓ, અ.મ્યુ.ટ્રા.સ.ના માન્ય યુનિયનો,પત્રકાર મિત્રો, ઈલેકટ્રોનિક મીડીયા તથા અસંખ્ય નાગરિકોએ આ સેવાને સુદ્રઢ બનાવવામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તથા ડે.મ્યુ.કમિશ્રર/ટ્રાન્સપોર્ટ મેનેજરશ્રી અને તંત્રના સૌ અધિકારીઓ સાથે મળી નગરજનોને સર્વશ્રેષ્ઠ સેવા પૂરી પાડી શકાય અને તંત્ર લોકાભિમુખ બને તે માટે તમામ પ્રકા૨નો સાથ-સહકાર આપ્યો છે જે સૌ કોઈનો આ તબકકે અંતઃ કરણ પૂર્વક આભાર માનું છું. આવનારા દિવસોમાં સૌના સાથ, સૌના સહકાર તેમજ સૌના વિશ્વાસથી પરિવહન સેવા વધુ સુદ્રઢ અને સક્ષમ બને એ જ અભ્યર્થના.