હેડવે બિઝનેસ સોલ્યુશનના CMD શ્રી પરેશ રાજપરાએ જણાવ્યું હતું કે, “જવેલરી વ્યાવસાયના ૩૫ વર્ષના અનુભવ અને નિપુણતાથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ ખાતે હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા જવેલરી જગત મા વ્યવસાયના પ્રોત્સાહન માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું વિશેષ આયોજન.

અમદાવાદમાં હેડવે બિઝનેસ સોલ્યુશન્સની આગેવાનીમાં છેલ્લા બે વર્ષની ભવ્ય સફળતા સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ૨૦૨૪નું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ ૦૭ સપ્ટેમ્બર થી ૨૦૨૪ થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન ગુજરાતભરના ૪૯ થી વધુ નામાંકિત જવેલર્સના સહકારથી યોજાઈ રહ્યું છે. આ ઉત્સવમાં ૯૯૯૯ થી વધુ પ્રોત્સાહક ભેટોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને માત્ર ₹10,000 અથવા તે વધુની ઝવેલરીની ખરીદી પર વિશિષ્ટ ભેટો અને મહાકિમતી લકી ડ્રોની તક આપવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાઓ કે ગુજરાત એક વ્યાવસાયિક ઉદ્યાન બને એ હેતુ ને પણ ગતિ આપવામાં સહયોગી બનસે એવી ધારણા છે. વ્યાવસાયિક મંદી પછી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ દ્વારા જવેલર્સ વ્યાવસાયમાં ફરી એક નવી ઉર્જા સ્થાપિત થઈ છે, જેના દ્વારા આ યોજનામાં જોડાયેલ જવેલર્સોનો વેપાર ૩૦૦ કરોડથી પણ વધારે થયો છે. તેમજ ગ્રાહકોને પણ આ ઉત્સવ દ્વારા માત્ર જવેલરી જ નહિ પરંતુ ઝવેરાત સાથે કોઈ હજારો પ્રોત્સાહિત ભેટનો લાભ મળવાપાત્ર બન્યો છે. શ્રી પરેશ રાજપરાએ જણાવ્યું હતું કે, આ ઉત્સવ પાછળનો મુખ્ય હેતુ જવેલર્સમાં સંગઠનની ભાવના ઊભી કરવાનો અને તેમના વ્યાવસાયમાં અદ્ભુત તકો આપવા માટે સક્ષમ એવા જૂથની રચના કરવાનો હતો. હેડવે બિઝનેસ સોલ્યુશન્સ હંમેશા જવેલરી ઈન્ડસ્ટ્રીઝના વિકાસને એ રીતે પ્રોત્સાહિત કરે છે કે દરેક જવેલર્સ પ્રતિસ્પર્ધી તરીકે નહીં પણ ભાઈચારા સાથે વ્યવસાય કરે અને સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ એ આ સંગઠન નું ઉત્તમ ઉદાહરણ છે. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવના માધ્યમ દ્વારા જવેલર્સ અને ગ્રાહકો વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ જવેલર્સ અને ગ્રાહકો બંને માટે લાભદાયી છે. આ ઉત્સવ ગુજરાતના અગ્રણીઓની આગેવાની હેઠળ જન મેદનીની હાજરીમાં ડ્રો દ્વારા પ્રોત્સાહિત ભેટ જાહેર કરવામાં આવી હતી. આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં ગજરાત રાજ્યના અનેક નગરોના સુવર્ણકાર રીટેલ અને હોલસેલ વેપારીઓ જોડાયા હતા.
લકી ડ્રો અને મુખ્ય આકર્ષણો
2024ના ઉત્સવમાં કરોડો રૂપિયાની ભેટોની રેન્જ છે, જેમાં આકર્ષક લક્ઝરી કારો જેવી કે રેન્ઝ રોવર, ઓડી, આઈ ૧૦, અલ્ટો સાથે બુલેટ એક્ટિવા iPhone, અને અન્ય આકર્ષક ઉપહારોનો સમાવેશ થાય છે.
આ મહોત્સવનો લકી ડ્રો તારીખ ૧૦, ૧૧, ૧૨ જાન્યુઆરી 2025ના સવાર ૧૦:૦૦ થી રાત્રિ ના ૦૮:૦૦ સુધી મહારાજા અગ્રસેન ભુવન, સૈલા ખાતે યોજાયેલ છે . ઉદ્યોગના અગ્રણીઓ, નેતા, અધિકારીઓ અને જનમેદની ની ભવ્ય ઉપસ્થિતીમાં આ કાર્યક્રમનું આયોજન થયેલ છે.
આ ઉત્સવ ન આયોજક હેડવેના CMD પરેશ રાજપરા દ્વારા પ્રેરણાદાયી ઉક્તિ માટે
શ્રી પરેશ રાજપરાએ જણાવ્યું છે:
“સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ માત્ર વેપારને આગળ ધપાવવાનો પ્રયાસ નથી, પણ યુવાઓને નવી તકો આપવાનો પણ પ્રયાસ છે. સંગઠિત વ્યાવસાયના માધ્યમથી ભવિષ્યને સ્વર્ણિમ બનાવવાનું આ આયોજન ગુજરાત માટે એક અનોખું ઉદાહરણ બની રહ્યું છે.”
કાર્યક્રમનો હેતુ
• જવેલર્સ વચ્ચે સહયોગની ભાવનાને પ્રોત્સાહન:
ઉદ્યોગમાં મજબૂત સંબંધો નિર્માણ કરીને ભવિષ્યની તકોને ખોલી નાખવી.
• ગ્રાહકો માટે વિશિષ્ટ અનુભવ:
ઝવેરાતની ખરીદીથી ગ્રાહકોની સમૃદ્ધિ માં વધારો સાથે મનોરંજક અને પ્રોત્સાહક ઈનામો નો એક નવો અનુભવ પ્રદાન કરવો.
• જવેલરી વ્યવસાયમાં નવી ઉર્જા લાવવી:
આ વિભિન્ન કાર્યક્રમોના માધ્યમથી ઝવેરાત ના વેપારમાં નવા આક્રમક આદર્શો લાવવાનો પ્રયાસ છે.
વિશિષ્ટ સહભાગી
જેમા વિવિધ શહેરોના વિવિધ નામાંકિત સભ્યોને સાથે રાખીને એક સંગઠનના રૂપમા પ્રસ્થાપિત કરીને સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માટે આ સંગઠનની સમિતિમાં ભાવનગર ના સંગીતા જવેલર્સથી ગૌરવભાઈ લૂંભાણી, વડોદરાના એન કે જ્વેલર્સ થી ધવલભાઈ સોની, વ્યારા (તાપી) ના આઈ શ્રી ખોડિયાર જ્વેલર્સ થી પિયુષભાઈ સોની જેવા તમામ અગ્રણી વેપારી સભ્યોને સાથે રાખીને આયોજનને પૂર્ણતાના શિખર સુધી લઈ જવાની અદભૂત સફળતા મેળવી છે. આ ઉત્સવ ગુજરાતમાં એક જવેલરી વ્યાવસાયનુ આકર્ષણ બની ગયો છે. આ વર્ષે મહોત્સવમાં ગુજરાતના અલગ-અલગ શહેરોની ૪૯ લીડિંગ સોના, ચાંદી, ડાયમન્ડ, જવેલરી ની બ્રાન્ડ્સ નો સમાવેશ છે.
હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા તૃતીય વર્ષનું આ સફળ આયોજન ને પરેશ રાજપરા ની YouTube ચેનલ, વેબસાઈટ www.headway.guru અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 2 લાઈવ કવરેજ સાથે લોકો સુધી પહોચાડવામાં આવ્યું છે.
સ્વર્ણિમ ભવિષ્ય તરફના દરેક પગલા સાથે સાથે, હેડવે બિઝનેસ સોલ્યુશન્સ તમારી સાથે છે.