આજે 16મી ડિસેમ્બરના રોજ આંજલી ચાર રસ્તા ખાતે આવેલ પ્લેટિનમ ઈન હોટેલમાં સમ્યક વૂમેન્સ ક્લબ દ્વારા હાઉસો, સંગીત અને માતૃ પિતૃ વંદનાનું એક અદ્ભુત કાર્યક્ર્મ યોજાયો હતો. સંસ્થાના સ્થાપક રાખી શાહે જણાવ્યું હતું કે અમારા આ બીજું મેગા ઇવેન્ટમાં અમે અમારા બહેનો માટે હાઉસીનું આયોજન કર્યા અને પછી ચિંતન શાહના સંવેદના ના સાથે સાથે ગાયક ચિતેશ શાહ નું કાર્યક્રમ યોજાયો.


શ્રીમતી મીનાબેન અશોકકુમાર શાહની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે આ માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં બર્થડે ઉજવણી, શોપિંગ મેળા અને સરપ્રાઈઝ ગીફ્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 200 થી વધુ બહેનો એ આ કાર્યક્રમનો આનંદ લીધો હતો.